Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 331
________________ ३२२ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ સંક્ષેપમાં પુસ્તક લેખન એટલે લખે લખાવે સૂત્રને. જો કે પ્રબોધ ટીકામાં તે પુત્વથ હિંદુ ને અર્થ સીધો જ પુસ્તક લખાવવા એ કરી દીધું છે. શ્રાવકે ન્યાયપાર્જિત દ્રવ્ય વડે ધર્મ સંબંધિ પુસ્તકો લખાવવા. ઉપલક્ષણથી સંઘરવા અને સુરક્ષિત રાખવા–તેમ કરવાથી દુર્ગતિ થતી નથી અને જન્માંતરમાં મૂંગાપણું–જડપણું–અંધત્વ કે બુદ્ધિ હિનતાને પામતા નથી. - સુશ્રાવકોએ આજ સુધીમાં લાખો રૂપિયા ખર્ચ કરીને ધાર્મિક ગ્રંથો લખાવ્યા છે. તેને ત્ર્ય સંગ્રહ કરીને સુરક્ષિત રાખવા ખાસ ભંડાર પણ બનાવ્યા છે. આવા પ્રકારની લેખન–સંરક્ષણ પ્રવૃત્તિ વડે કરીને જ પ્રાચીન સાહિત્ય આ જ સુધી આપણુ પાસે પહોંચ્યું છે. જે આવી જ પરંપરા ચ લુ રહે તે ભાવિમાં અનેક પેઢીઓ પણ તેને લાભ લઈ શકશે માટે શ્રાવકોએ પુરથી #િi ને કર્તવ્ય તરીકે “લખે લખાવે સૂત્રને રે પંક્તિ સ્મરણસ્થ કરી દઈ પુસ્તકો લખાવવાની અને સુરક્ષિત રાખવાની પ્રવૃત્તિને જ્ઞાન પૂજા કે શ્રુત ભક્તિના અતિ મહત્ત્વના અંગ માનીને આદરવી. પેથડ નામને એક મંત્રી થઈ ગયો. તે માલવ દેશમાં ધન ઉપાર્જન કરવા ગયેલો હતો ત્યાં જઈને કેટી સુવર્ણ ને માલિક બન્યો હતે. એક વખત ગુરુ મહારાજ પધારતાં તેણે ગુરુ પ્રવેશ મહોત્સવમાં ૭૨૦૦૦ દ્રવ્યને ખર્ચ કર્યો. ગુરુ મહારાજ મધુર રીતે ભગવતી સૂત્રને એક વખત પાઠ કરી રહ્યા હતા તે સાંભળતા પેથડ મંત્રી બોલ્યા કે મારે પણ ભગવતીજી સૂત્ર સાંભળવાની ઈચ્છા છે. શ્રી ધમષ સૂરિજીએ પ્રથમથી આરંભને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એટલે કે ભગવતીજી સૂત્ર નામના પાંચમાં અંગને વાંચવાને પ્રારંભ કર્યો. ત્યારે આ સૂત્રમાં જ્યાં જ્યાં જોમ [ગુરુ ગૌતમનું નામ] શાદ આવતો હતો ત્યાં ત્યાં પેથડ સંઘવી એ સેનામહોર મુકી મુકીને ભગવતીજીની પૂજા કરી હતી. એ રીતે ૩૬૦૦૦ વખત મા શબ્દ એટલે કે ગૌતમ સ્વામીજીનું નામ આવ્યું અને તેણે ૩૬૦૦૦ સેનામહોર વડે જ્ઞાન પૂજન કર્યું.

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354