Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 325
________________ ૩૧૬ અભિનવ ઉપદેશ પ્રસાદ-૩ આદરને પ્રગટ કરવાને હતો. તેણે પોતાની કાયાને વૈકિય લબ્ધિ વડે લાખ જોજનની કરી દીધી. એક પગ જંબુદ્વિપના આ છેડે મુક્યો અને બીજો પગ જબુદ્વિપના બીજે છેડે મુકો. પછી પૂછયું બેલ નમુચી ત્રીજો પગ [ત્રીજું ડગલું કયાં મુકું હવે? - ત્રીજો પગ નમુચીના ગળા પથે મુકીને વિષ્ણુ માર મુનિએ ત્યાંને ત્યાં તેને મારી નાખે. સકલ શ્રી સંઘ, ઈન્દ્ર, દેવ, દાનવો સૌ વિષ્ણુકુમાર મુનિના કેને શાંત કરવા સમજાવે છે. સંઘની વિનંતીને માન આપી પોતાનું રૂપ સંહરી લઈ ક્ષમાપના માગી, પ્રાયશ્ચિત કર્યું, નમુચિ મરીને નરકે ગયો. તે દિવસે કારતક સુદ એકમ હતી–ત્યારથી સામ સામે જુહારવાની પ્રવૃત્તિને આરંભ થયે. આવા એ વિષ્ણુકુમાર મુનિને સાધુ પર અને સંઘ પર કેવું બહુમાન હશે? શ્રાવકેને પણ ધોવર વાળો કર્તવ્યની યાદ અપાવતા કહ્યું કે કરે શ્રી સંઘ બહુમાન, તમે પણ અવસરે આટલું બહુમાન પ્રગટ કરનારા બને. (૩) શ્રાવક :- ચતુર્વિધ શ્રી સંઘનો ત્રીજે પાયે છે. શ્રાવક શ્રાવક–મારો સાધર્મિક ભાઈ, કયાંથી મળે અને સાધર્મિક. એવી ઉમીપૂર્વક શ્રાવકને જોઈને હૃદયમાં આનંદ અને બહુમાનની લાગણ થવી જોઈએ. કેમકે સાધર્મિકને સમાગમ પણ મહાન પુણ્યને ઉત્પન્ન કરાવે છે. તે તેના પરનું દ્રવ્ય કે ભાવપૂર્વકનું બહુમાન કેટલો લાભ અપાવે. તેમના બહુમાન ભતિ રૂપે પિતાના પુત્ર-પુત્રીના લગ્ન કે જન્મ પ્રસંગે-ઘેર નિમંત્રવા, ઉત્તમ જાતિના ભોજન-પાન આપવા. સંકટ સમયે તેમના સંકટને ટાળવા મદદગાર બનવું. નિર્ધન બનેલાને ફરી ધન આપી પુનઃ ધનવાન બનાવવા. તેમજ શ્રદ્ધા મંદ બનેલાને ધર્મમાં સ્થિર કરવા. ધર્મકાર્યો કરવા માટે પ્રેરણા આપવી વાચનાદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં જોડવા એ રીતે બહુમાન પ્રગટ કરવું. આજ કાલ સ્વાર્થની દુનિયા છે. સ્વાર્થ ના સૌ સંબંધોમાં શ્રાવકનું દર્શન પણ આનંદકારી બને. ચક્રવતીઓ પણ સાધુને પડિ લાભી શકતા ન હોવાથી શ્રાવકની ભક્તિ કરીને જ અતિથિ સંવિભાગને લાભ મેળવતા

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354