Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 315
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ - - - - - - - જગતમાં ઘણું જીવો અવિરત છે, તેનાથી અલ્પ જ સમકિતી છે, તેમનાથી અતિ અલ્પ દેશવિસતિ (જીવ) છે, સાધુ સર્વ વિરતિ ધારી] અતિશય અપ છે. માટે સર્વ વિતિચારિત્રના પરિણામ હોવા જોઈએ. ૦ અવિરતિ એટલે-જીવ જે બાર પ્રકારની વિતિ રહિત હોય તે. મન અને પાંચ ઈન્દ્રિયોનું અનિયમન તે છે તથા છ કાય જીવન વધ એમ કુલ બાર પ્રકારે અવતે કહી, એકેન્દ્રિય-વિકલનિદ્ર–સંમૂર્ણિમ છે તે સ્પષ્ટ રૂપે અવિરતિ છે. કેમકે તેઓ આશ્રવથી વિરત થતાં નથી. વૃક્ષાદિ, જલ-વાયુના આહારથી હિંસા કરે છે. કેટલીક વનસ્પતિ સ્પષ્ટ પણે મનુષ્ય કે પશુને મારી નાખે છે,–તેને સત્ય અધ્યવસાયને અભાવ હોય છે માહવલી વગેરે મેહ ઉતપન્ન કરે છે. લોકેને વિપરિત માર્ગે લઈ જઈ અસત્ય આચરણ કરાવે છે–વૃક્ષને સચિત્ત આહારથી જીવ અદત્ત લાગે.–ઔષધના અંજનથી કઈ પદ્રવ્ય હરણ કરે તે સ્પષ્ટ ચેરી જ છે-વિરતિ અભાવે તે મૈથુન છે જ છતાં વૃક્ષપુષ્પ આદિ કામાગના હેતુ ભૂત પણ છે. સ્ત્રીના ઘાત વડે આસોપાલવ ખીલે છે અને આલીંગનથી કુરબક વૃક્ષ ખીલે છે–વળી કેટલાંક વૃક્ષ મૂછ વડે દ્રવ્ય નિધિને મૂળીએ વીટી દે છે. તે પરિગ્રહનું પાપ સ્પષ્ટ છે. ચારે સંજ્ઞાનું ઉદાહરણ લે તો જલાદિના આહાર વડે આહાર સંજ્ઞા, લજજાળું વેલ ભયથી સંકોચાય છે. તે ભય સંજ્ઞા, તંતુ વડે વેલા વીંટાય તે પરિગ્રહ સંગ્રા. સ્ત્રીના આલીંગનથી કુબક વૃક્ષનું ખીલવું તે મૈથુન સંજ્ઞાના દષ્ટાંત છે. આ તે માત્ર વનસ્પતિકાયનું અવિરતિ પણું જણાવ્યું. આ રીતે પૃથ્વીકાયાદિ તથા બેઈન્દ્રિાદિ જનું અવિરતિ પણું જાણી લેવું. અવિરતિ કરતાં ઓછા જ સમ્યગ્ર દૃષ્ટિની પંકિતમાં આવે છે. જેમકે શ્રેણિક મહારાજા સમકિતિ ખરા પણ વિરતિવંત ન હતા. જગતમાં દેવતા અને નારકીના અસંખ્યાતમાં ભાગે અને તિર્યચના અનંતમાં ભાગે જીવે અવિરતિ સમ્યફ દષ્ટિ છે અને સમકિતીના અસંખ્યાતમાં ભાગે દેશવિરતિ જેવો છે. દેશવિરતિના અસંખ્યાતમાં ભાગે સર્વવિરતી જીવા છે. ૧૫ કર્મભૂમિમાં ઉત્કૃષ્ટા ૨૦૦૦ થી ૯૦૦૦ કરોડ સુધી જ મુનિવરે હોય. પાછી આ સર્વવિરતિ માત્ર માનવભવમાં જ પ્રાપ્ત થઈ શકે.

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354