________________
[ ૧૩૯]. સંભારા-જે ત્રણ દિવસ સુધી વાપરી શકાય છે.
અથાણું-કયાં પછી પરસ્પરનું શસ્ત્ર લાગવાથી બે ઘડી પછી વાપરી શકાય છે.
ગુવારનું અથાણું-તેમાં બીજ હોય, તે બે ઘડી પછી અચિત્ત થતા નથી.
દાડમ–તેમાં મીંજ હોવાથી બે ઘડી પછી પણ અચિત્ત , તાં નથી. રસ કાઢયો હોય તે તે બે ઘડી પછી અચિત્ત થાય છે.
_જામફળ-તે પણ બે ઘડી પછીયે અચિત્ત થતું નથી. શનિનું શસ્ત્ર લાગે તે જ અચિત્ત થાય છે છતાં શાક વિશેજેમાં જામફળના કઠણ બી ગળતા નથી ને સચિત્ત રહે છે, તેને સર્વથા ત્યાગ કરે.
શેલડી-માત્ર રસ કાઢયા પછી બે ઘડીએ અચિત્ત થાય છે.
* સર્વથા ત્યાગના બે ભેદ છે, એક સચિત્ત સર્વથા ત્યાગ બીજે વસ્તુ સર્વથા ત્યાગ,એટલે જેને સચિત્તનાં સર્વથા ત્યાગ છે, તેને અગ્નિ વગેરે પ્રમુખથી અચિત્ત કરેલું હોય, તો વપરાય. પણ જેને દાડમ, જમરૂખ વસ્તુને ત્યાગ છે, તેને તે સચિત્ત કે અચિત્ત કાંઈ ન વપરાય; આ સ્પષ્ટ કરવાનું કારણ એટલું જ કે અર્થને અનર્થ ન થાય, કેમકે આપણામાં વક્રતા અને જડતાએ બહુ વાસ ર્યો છે તેથી જ દરેક બાબત સ્વમતિએ ધારવાને નિષેધ કરેલ છે માટે ગુરુગમથી ધારવું નહિંતર અનેક પ્રકારે એવા અનર્થ થવાનું સંકળાય છે.