________________
શુદ્ધિની જરૂર છે. ધર્મની-સત્યની રૂચિ થાય એટલે તેનું આચરણ કરવું.
શ્રાવક પ્રવૃત્તિમય જીવન ગાળે, છતાં પણ બાર વ્રત અથવા તેમાંથી અમુક પાપનો ત્યાગ-પચ્ચકખાણ સહેલાઈથી લઈ શકે.
ભોગ અને ઉપભોગની વસ્તુ મળ્યા છતાં, તેમાં આસકતભાવ અર્થાત લોલુપત્તા ન રહે એ અગત્યનો મુદ્દો છે. વાંચન, ઉપદેશ વગેરે એજ હકીકત સમજાવે છે માટે દરેક વ્યકિતએ પોતાની રૂચી પ્રમાણે ધર્મને, દયાને-અંગીકાર કરવા અને આગળ વધવું. છેવટનું બેય મૂડી'નો વધારો કરવો.
પુસ્તકમાં ક્ષતિ રહી ગઈ હોય તો તે સુધારીને વાંચવા નમ્ર વિનંતી. જેઠ વદ ૩૦ સં. ૨૦૩૩
આણંદજી ભુલા તા. ૧૫-૬-૧૯૭૭
(પ્રકાશક) ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના (ટુંકમાં)
બીજી આવૃત્તિ ખલાસ થવા આવતાં આ ત્રીજી આવૃત્તિ છપાવતાં આનંદ થાય છે. એક નવો પાઠ પતન અને ઉત્થાન'નું ઉમેરો તથા બીજા કેટલાક સુધારા વધારા કરેલ છે. બીજા જેઠ સુદ ૧૫ સં. ૨૦૩૬
આણંદજી ભુલા તા. ૨૭-૬-૧૯૮૦
(પ્રકાશક)