________________
જૈન પ્રકાશનું અભિપ્રાય ત્રીજીથી નવમી આવૃત્તિ માટે
આવેલ અભિપ્રાય
સંયુકત સમાલોચના સંપાદક અને પ્રકાશક: શ્રી આણંદજી ભુલાભાઈ
આ પુસ્તિકાની નવમી આવૃત્તિ પ્રગટ થઈ છે તે જ તેની ઉપયોગિતા પુરવાર કરે છે. અનુક્રમે પહેલીથી નવમી આવૃત્તિ સાથે કુલ ૫૧,૫૦૦ નકલો પ્રસિદ્ધ થઈ ચૂકી છે. દરેક આવૃત્તિ સુધારા વધારા સાથે પ્રગટ થઈ છે.
આ પુસ્તિકામાં પચ્ચખાણ અંગીકાર કરવાની રીત, અગત્યની સૂચનાઓ, બારવ્રત અંગીકાર કરવા માટેના પચ્ચકખાણ, વધારાના પચ્ચકખાણ માટે પાના, નવાણુ અતિચાર (મૂળ તથા ભાવાર્થ) પચ્ચકખાણ શા માટે? વ્રત લેનાર માટે ઉપયોગી નોંધ, સકામ-અકામ મરણ, સાગારી સંથારો, જુદા જુદા પચ્ચકખાણ અંગીકાર કરવાની વિધિ, પચ્ચકખાણમાં દોષ લાગ્યા હોય તેની નોંધ માટેના પાના, ગુણસ્થાન, સમકિત સડસઠીઓ, નવતત્વ, સાધુવંદના, જીવરાશી, ક્ષમાપના, સુવાકયો, પ્રાર્થનાઓ ઉપરાંત બીજી ઉપયોગી સામગ્રીથી ભરપુર આ પુસ્તિકા છે.