________________
શ્રી આત્મશુદ્ધિ (વ્રત લેવા માટે વહી) વિશે મુંબઈ સમાચારના પુસ્તક પરિચયમાં આવેલ અભિપ્રાય
પ્રકાશક : શ્રી આણંદજી ભુલા
કિંમત : સદુપયોગ
પાકા પૂઠાવાળી, સારા કાગળ પર રંગીન અક્ષરોના છાપકામવાળી પોકેટબુક જેવી આ લઘુ પુસ્તિકામાં જૈન ધર્મના મહત્ત્વના વિષયોનો સંચય આપવામાં આવ્યો છે. વ્રત લેવા માટે જરૂરી માર્ગદર્શન, પચ્ચક્ખાણ, નવાણુંઅતિચાર, નિયમો, ચોવીસ તીર્થંકરોના સપ્તાંગ, વીસ વિહરમાન તીર્થંકરો, ચક્રવર્તીઓ, બળદેવો, સોળ સતીઓ, ૧૧ ગણધરો, સ્થા. આઠ કોટી નાની પક્ષ વર્તમાન કાળે બિરાજતા સાધુ સાધ્વીજી, સાગારી સંથારો, ગુણસ્થાનક, નવતત્ત્વ, વીસ દોહરા, પ્રાર્થના, સાધુ વંદના, જીવરાશિ, ક્ષમાપના, સૂત્રો સુવાકયો વાચકને ધર્મક્રિયામાં માર્ગદર્શન રૂપ બની રહે તેવાં છે. નિત્યપાઠ કરવા માટે તથા નિયમો, વ્રતો ધારવા માટે આ પુસ્તિકા ઉપયોગી છે.
7
3