Page #1
--------------------------------------------------------------------------
________________
વિનય
વિધા
જ પવિત્રતા 5 ,
શીલા તપ Cin
રોગ્ય ફરજ
EFERE
54545
ભાવ ૬ ૨
EFEREFERE
SLF
LELE
Á મૈત્રી છે
સદાચાર
ગુણપ્રમોદ કરુણા
arebble lon
MA
&ણા મધ્યસ્થતા
SS સત્યાગ ૨
Page #2
--------------------------------------------------------------------------
________________
નૂતન વર્ષાભિનંદન
નૂતન વર્ષનું પદાર્પણ થઈ ચૂક્યું છે. આપણું સમસ્ત જીવન સદ્વિચાર અને સદાચારથી સુરભિમય બને તેવો સંનિષ્ઠ પ્રયત્ન કરીએ. સુસંસ્કારો અને સદ્ધર્મની પ્રાપ્તિ દ્વારા સાચા અર્થમાં આપણું સમસ્ત જીવન મંગલ બને તેવો હૃદયપૂર્વકનો પુરુષાર્થ આદરીએ. વિવેકપૂર્વક જીવવાની જીવનકળા નૂતન વર્ષમાં આપણને પ્રાપ્ત થાઓ.
નૂતન વર્ષ સર્વને સુખ-શાંતિ-આરોગ્ય પ્રદાન કરનારું, ધર્મવર્ધક તથા અભ્યદયને અર્પનારું નીવડે તેવી પરમાત્માને પ્રાર્થના છે. | સંસ્થાપક, પ્રેરક : શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી સંપાદક : શ્રી મિતેશભાઈ એ. શાહ
મૂલ્ય: રૂ. ૫.00 પ્રકાશક : શ્રી નીતિનભાઈ આઈ. પારેખ (ચેરમેન) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર
| (શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - ૩૮૨ ૦૦૭ જિ. ગાંધીનગર (ગુજરાત) ફોનઃ (૦૭૯) ૨૩૨૭ ૬૨૧૯/૪૮૩ ફેક્સઃ (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨
www.shrimad-koba.org
E-mail: srask@rediffmail.com સમજણ + સતત Eયમ = સફળતા ટાઈપ સેટિંગ :
મુદ્રક : ભગવતી ઑફસેટ, ૧૫/સી, (શાહ ચક્ષુ એમ.)
બારડોલપુરા, અમદાવાદ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક
ફોન : ૨ ૨ ૧૬ ૭૬૦૩ સાધના કેન્દ્ર, કોબા
www.jainelibrary
Page #3
--------------------------------------------------------------------------
________________
ધર્મપ્રેમી ભાઈશ્રી/બહેનશ્રી...
આ નૂતન વર્ષે વિષમ ઝંઝાવાતમાં આપનો આત્મશ્રેયનો દીપક ઝળહળતો રહે!
આ નૂતન વર્ષે આપનો જીવનપંથ પરમકૃપાળુ પરમાત્મા સરળ અને સફળ બનાવે !
આ નૂતન વર્ષે આપનું જીવન પવિત્ર, રસમય, પ્રેમમય, પ્રમાણિક અને પ્રકાશમય બને!
આ નૂતન વર્ષે આત્મકલ્યાણ અને સેવા-પરોપકાર દ્વારા સાચા અર્થમાં આપનું જીવન મંગલ બનો !
આ નૂતન વર્ષે આપના જીવનરૂપી સમુદ્રમાં સદા આનંદરૂપા મોજા ઉછળતા રહી! - આ નૂતન વર્ષે કુટુંબમાં તેમજ સમાજમાં પરસ્પર પ્રેમ , સંપ,ઐક્ય અને આનંદ વૃદ્ધિ પામો!
આ નૂતન વર્ષ આપણે પરમાત્માએ બતાવેલા અભ્યદયના માર્ગે પ્રયાણ આદરીએ.
આ અમારી અંતરની શુભેચ્છાઓ છે. શુભેચ્છક :
સ્થળ
:
0000000000000
Page #4
--------------------------------------------------------------------------
________________
s
{ પ્રકાશીય નિવેમ્બ - દિવાળીના મંગળમય દિવસો દરમિયાન સુવિચારોના સંપુટરૂપ સાત્વિક સાહિત્ય સમાજની સેવામાં સમર્પિત કરવાની પરંપરામાં નવા વર્ષની આ નવલી સત્યાવીસમી લઘુ પુસ્તિકા રજૂ કરતાં અમો પ્રસન્નતા અનુભવીએ છીએ. દિવાળીના અભિનંદન કાર્ડ તો થોડા દિવસોમાં જ પસ્તીમાં જાય, જ્યારે સાંસ્કૃતિક અને સાત્ત્વિક સાહિત્ય આપના કુટુંબના નાના-મોટા સૌ સભ્યો પોતાની નવરાશે વાંચે અને વાગોળે. વર્તમાનકાળમાં જેનો ઘણો દુકાળ વર્તે છે તેવામાનવતાવાદનાપાયારૂપ ગણી શકાય તેવા સેવાભાવ, શાંતિ, નેહ, સહકાર, કરુણા, કૌટુંબિક વાત્સલ્ય, પ્રેમ, સરળતા, વિનાયાદિ ગુણો કેળવવાની પ્રેરણા પામીને આપણે સૌ એક વિશાળ રાષ્ટ્રરૂપી કુટુંબના પ્રેમાળ સભ્યરૂપે આપણું વ્યક્તિત્વ કેળવીએ. આમ કરીશું તો વ્યક્તિ અને સમષ્ટિને સાંસ્કૃતિક, શૈક્ષણિક, આધ્યાત્મિક, આર્થિક અને નૈતિક વિકાસ સાધવામાં સરળતા પડશે એમ અમારું માનવું છે. - આશા છે કે લક્ષ્મી કરતાં સંસ્કાર, જડવાદ કરતાં અધ્યાત્મવાદ અને સ્વાર્થ કરતાં પરમાર્થને અગ્રસ્થાન આપનાર ભારતીય પ્રજા તથા વિદેશી પ્રજા આ પ્રકાશનનો લાભ લઈને તેનો સદુપયોગ કરીને સેવાભાવી કાર્યકરોનો ઉત્સાહ વધારશે.
આ પુસ્તિકાનું સુંદર સંકલન કરવા માટે જેમના સત્સાહિત્યમાંથી પ્રેરણા લીધેલી છે તે સર્વ મહાનુભાવોનો; “દિવ્યધ્વનિ'ના માનદ્ સંપાદકોનો તથા સહયોગ આપનાર સૌ ભાઈ-બહેનોનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સ્વ-પર કલ્યાણકારી સાહિત્યનિમણ, સંસ્કારઘડતર, આધ્યાત્મિક સાહિત્યના સર્વતોમુખી અધ્યયનની રુચિ તથા ચાચિવિકાસની અમારી નીતિ, રીતિ અને પ્રીતિમાં પ્રભુ અમને સન્નિષ્ઠ અને શક્તિશાળી બનાવો તે જ અભ્યર્થના !
સાહિત્ય પ્રકાશન સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા
Page #5
--------------------------------------------------------------------------
________________
A
AA A
A A A A A A
A
કર વિચાર તો પામ
જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. પવિત્રતાનું મૂળ સદાચાર છે.
દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. દયા જેવો એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે.જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી.
જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો.
હે જીવ ! હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે ?
પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવાં બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી ?
કોઈ એક સત્પુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો.
ગમે તે ક્રિયા,જપ,તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સત્તા ચરણમાં રહેવું.
પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે.
સર્વ પરમાર્થનાં સાધનમાં પરમસાધન તે સત્સંગ છે.
સનિ યાદ
Page #6
--------------------------------------------------------------------------
________________
A
A
ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ!
કે શ્રીમદ્ રાજચંદ્રજી
* મરવાવાળા મરીને સ્વર્ગ ગયા કે નરક? જો કોઈ તે જાણવા ઈચ્છતું હોય તો તેના માટે કોઈ સંત કે જ્યોતિષીને મળવાની જરૂર નથી, પરંતુ તેની સ્મશાનયાત્રામાં થતી વાતોને ધ્યાનથી સાંભળવાની જરૂર છે. જો લોકો કહી રહ્યા હોય કે બહુ સારો માણસ હતો, હજુ તો દેશ અને સમાજને તેની ખૂબ જરૂર હતી, બહુ જલદી ચાલ્યો ગયો-તો જાણજો કે તે સ્વર્ગમાં ગયો છે અને જો લોકો કહી રહ્યા હોય કે સારું થયું, ધરતી પરથી એક પાપ ઓછું થયું તો જાણજો કે મરવાવાળો નરકમાં ગયો છે. * દુનિયામાં તમારું પોતાનું કશું નથી. જે કંઈ પણ તમારું છે - તમારી પાસે છે તે અમાનત છે. દીકરો છે તો તે વહુની અમાનત છે. દીકરી છે તો તે જમાઈની અમાનત છે. શરીર સ્મશાનની અને જિંદગી મોતની અમાનત છે. તમે જોજો : એક દિવસ દીકરો વહુનો થઈ જશે, દીકરી જમાઈની થઈ જશે, શરીર સ્મશાનની રાખમાં મળી જશે અને જીવન મોતથી હારી જશે. તો પછી અમાનતને અમાનત સમજીને જ એની સારસંભાળ કરવી જોઈએ. તેની પર માલિકીનો દાવો ના કરવો જોઈએ.
- ૪ મુનિશ્રી રૂપાસાગરજી
-
:
:
E
જ
5
હું ! తరించుకుంటుంది
Page #7
--------------------------------------------------------------------------
________________
[, મંગળમય જીવન સામાન્યપણે મંગળ શબ્દ “સર્વાગ' ઉન્નતિસૂચક અને શુભેચ્છાવાચક છે. માટે કોઈ પણ સારા પ્રસંગે તેનો ઉપયોગ વ્યાપકપણે થાય છે. જન્મદિવસ હોય કે કોઈ મંદિરની પ્રતિષ્ઠા હોય, તો આપણે તેમને મંગળ-શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને કૌટુંબિકસામાજિક-ધાર્મિક સંબંધો સાચવવા કે વિકસાવવા આવા કાર્યો આવશ્યક છે.
આપણે તો આખા જીવનને મંગળમય બનાવવું છે માટે તેને અનુરૂપ વિચાર-વિવેકપૂર્વક જીવનચર્યાને ગોઠવવી જરૂરી ગણાય.
કુટુંબના પાલન માટે સપ્રમાણ (૮ થી ૧૦ કલાક) આજીવિકાનો પરિશ્રમ કરવો યોગ્ય છે. આ સાથે સાત્ત્વિક, સપ્રમાણ, પૌષ્ટિક અને રસપૂરક ભોજન લેવું જોઈએ. રાત્રિના ઉજાગરા અને તામસિક આહાર, તેમજ બધા પ્રકારના વ્યસનોથી દૂર રહેવું આવશ્યક છે. એક-બે કિલોમીટર ખુલ્લી હવામાં ચાલવું, યોગાસન, હળવો વ્યાયામ વગેરેને અપનાવવાથી શરીરમાં સ્કૂર્તિ અને હળવાશ અનુભવાય છે. આપણી વાણી હિત, મિત, પ્રિય અને સૌને પ્રસન્નતા બક્ષે તેવી રાખીએ. મંદ સ્મિત સૌને પ્રિય લાગે છે અને આપણા અંતરંગ સુખદ વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે, માટે તે અપનાવવું. છેલ્લા પંદરેક વર્ષોથી માનસિક તનાવ સાથેની, ૧૬ થી ૧૮ કલાકની અર્થોપાર્જનની પ્રવૃત્તિ મોટા શહેરોમાં વિશેષપણે દૃષ્ટિગોચર થાય
For Private' & Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
છે, જે સૌમ્ય આરોગ્યપ્રદ જીવન માટે અહિતકર હોવાથી ત્યાગવા યોગ્ય છે.
માનસિક શાંતિ, કૌટુંબિક સૌમનસ્ય અને ખુશનુમા વાતાવરણ માટે થોડી મિનિટ, ઘરના સૌ સભ્યો જેમ સાથે મળીને ભોજન કરે છે તેમ નાની પ્રાર્થના, આરતી, ધૂન કે કોઈ સારા પુસ્તકનું વાચન કરે તો ઘરમાં માનસિક તનાવમાં ઘટાડો થઈ સુખ-શાંતિ, હળવાશ અને પવિત્રતા પ્રસરે છે.
આમ થતાં, એકબીજા પ્રત્યેનો આદરભાવ વધે છે અને કુટુંબ તેમજ સમાજનું ઉદ્યાન વિકસિત થઈ દેશ આબાદી અને સંસ્કારિતાની દિશામાં આગળ વધે છે
- ૐ તથાસ્તુ
પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી ( નુતન વર્ષની મંગલ કામના ?
નથી કામના સ્વર્ગલોકની, જનસેવામાં વ્યસ્ત રહું; સંકટ સમયે સાંકળ થઈ, હું દીનદુઃખીજનોના હાથ ગ્રહું. કુશળક્ષેમ હું વાંછુ સૌનું, નૂતન વર્ષનું નજરાણું; લક્ષ્ય જીવનનું થજો સફળ તમ, મુબારક સૌને આ ટાણું!
[અવનગલ
Page #9
--------------------------------------------------------------------------
________________
અક
ગુલાબ
ગુલાબને કાંટા લાગ્યા છે, કમળને કાદવ ચોંટ્યો છે, ચંદનને સાપ વીંટળાયા છે અને માનવ દુ:ખથી ઘેરાયેલો છે. માનવ દુઃખથી રડે છે, દુઃખ માટે ફરિયાદ કરે છે, દુઃખથી તે વિચલિત બની જાય છે. પણ ગુલાબ કાંટા વચ્ચે હસે છે. કમળ કાદવ વચ્ચે પણ હરખાય છે. ચંદને સાપની ભીંસમાં પણ સ્મિત વેરે છે. આ ત્રણેય પ્રતિકૂળ સંજોગોમાં પણ સુવાસ રેલાવે છે. માનવી એક એવો છે કે જે દુ:ખના રોદણાં રડે છે !
ગુલાબ કહે છે, “હું કાંટા પ્રત્યે ધ્યાન જ નથી આપતું. મારું કામ સુવાસ ફેલાવવાનું છે.”
આથી જ માનવી ગુલાબને ચૂંટે છે, કાંટાને નહીં. આથી જ માનવી કાદવ તો ચૂંથે છે, પણ ચૂંટે છે તો કમળ જ. આથી જ માનવી સાપના ઝેરને ભેગું નથી કરતો, તે ચંદનના કાષ્ઠ જ એકઠાં કરે છે.
ફૂલો સુવાસ રેલાવે છે. ફૂલો સદાય પ્રસન્ન રહે છે. ફૂલો માનવીને કહે છે, “તમે તમારા હૈયાને સંયમની સુવાસથી સભર રાખો. તમારા જીવનમાં સુખ હોય કે દુ:ખ, સદાય હસતા રહો. ન દુઃખોના રોદણાં રડો, ન સુખોના બણગાં ફૂંકો. અમે જાણીએ છીએ કે અમારે સાંજે કરમાઈ જવાનું છે. તમે પણ જાણો કે તમારે એક દિવસ મરી જવાનું છે. તો જીવનના અંતિમ શ્વાસ સુધી એવું જીવો કે તમારા જીવનથી સૌ મહેકી ઊઠે.
૪ આચાર્યશ્રી પદ્મસાગરસૂરિશ્વરજી
కంకం కంటే రెండంతం
Page #10
--------------------------------------------------------------------------
________________
I
ડબા -
વાની કળા !
દિવાળી પુસ્તિકામાં રડવાની વાતો વિષે લખાય? - ઘણાને આવો પ્રશ્ન થશે. પરંતુ ખરેખર આ લેખ વાંચીને ભાગ્યે જ કોઈ રડશે એની મને ખાતરી છે; કદાચ રડતા હશે તો બંધ થશે કે નહિ તે જુદી વાત !
એક વખત એક જણ ગુજરી ગયા ત્યારે એમના મોસાળમાંથી બધા રોવા-ફૂટવા આવવાના હતા. મોસાળમાં બધા યુવાનો જ હતા એટલે કોઈને રડવાનું આવડતું ન હતું. એટલે એમણે એ ગામના એક મોટી ઉંમરવાળા ભાઈને મળીને રડવા માટે જોડે લઈ આવ્યા અને એ માટે સો રૂપિયા આપવાનું કહ્યું. એ ભાઈએ બધાને એવા જોર-શોરથી રડાવ્યા કે પેલા ભાઈના સગાંવહાલાં પણ ચકિત થઈ ગયાં કે આ લોકોને આટલી બધી લાગણી છે એ અમને ખબર જ નહિ! થોડી વાર પછી બધા રડીને થાક્યાં એટલે પેલા ભાઈની બાજુવાળાએ ધીરે રહીને કહ્યું કે હવે છાના રહો. પેલાએ ધીરે રહીને કહ્યું કે રડવાના સો રૂપિયા આપ્યા છે, છાના રહેવાના નહિ. છાના રહેવા માટે બીજા સો રૂપિયા આપો ! થોડી વાર તો રડવાનું ચાલુ રહ્યું પણ છેવટે પેલાને બીજા સો રૂપિયા આપવાની હા કહી એટલે એ શાંત પડયા અને બીજા પણ.
આ વાત ભાઈઓની થઈ. બહેનોમાં પણ આવું જ કંઈક
જીવન મંગલ
Page #11
--------------------------------------------------------------------------
________________
હોય છે. પહેલાના વખતમાં ગામમાં કોઈ ગુજરી જાય ત્યારે બહેનો કાળી સાડી પહેરી, ચોકમાં જઈને છાતી ફૂટી ફૂટીને રડે અને ગાતા જાય - “મધરાતે મરઘડો બોલશે.........હાય પરોણા, હાય હાય !” - નાના હતા ત્યારે આ સાંભળેલું. ત્યારે પરોણાનો અર્થ એક મોટી ઉંમરવાળાને પૂછળ્યો તો એમણે કહ્યું, “બેસ, તને સમજ ન પડે.” આજે એમ લાગે છે કે ખરેખર એ ભાઈ પણ એનો અર્થ જાણતા નહીં હોય. પરોણા એટલે મહેમાન. આપણે આ દુનિયામાં(શરીરમાં) થોડા વર્ષોના મહેમાન છીએ એટલે એ સમય પૂરો થતાં શરીર છોડીને જવું પડશે એમ વિચારીએ તો બહુ દુઃખ નહીં થાય.
ટૂંકમાં, મહેમાનગીરી થોડા સમય માટે જ હોય છે. મૂળ વાત પર આવીએ. પેલી બહેનો છાતી ફૂટી ફૂટીને ગાય. એક બહેન તદ્દન નાની ઉંમરના હતા. એમના સાસુ ગુજરી ગયેલાં એટલે એમને આવવું પડેલું. ઘેર જઈને છાતીમાં દુખાવો થયો એટલે પડોશવાળા કાકીને કહ્યું, “કાકી તમને છાતીમાં નથી દુખતું?” કાકીએ પૂછ્યું, “કેવી રીતે કૂટતી હતી?” તો એણે કહ્યું, “બે હાથ છાતીએ જોરથી ટીચાવીને.” કાકીએ કહ્યું, “ગાંડી, એવી રીતે તે કૂટાતું હશે ? જો આમ બે હાથ એકબીજાને ટીચાય, પણ છાતીથી અધ્ધર રખાય, સમજી!” કૂટવાની આ કળાથી પેલી નાની ઉંમરના બહેન તદ્દન અજાણ હતા.
Jain Education international
Page #12
--------------------------------------------------------------------------
________________
એક વખત મારા દૂરના સગાં બહેન એમના ગામથી, બધા રોવા આવેલાં તેની સાથે આવ્યા હતા રોવાનું પતી ગયા પછી મને મળવા આવ્યા. મેં પૂછ્યું, “અહીં તમે જેમને ત્યાં ગુજરી જવાથી રોવા આવ્યા એ તમારા સગાં થાય ?” એમણે કહ્યું, “ના, મને રડાવતાં સારું આવડે છે એટલે મરણપ્રસંગે લોકો મને બોલાવે છે.’
મેં શ્રી તત્ત્વાર્થસૂત્ર કાઢી વંચાવ્યું કે રડવું અને રડાવવું એ બંને અશાતાવેદનીય કર્મ બંધાવાના કારણો છે અને એ બહેને રડાવવાનું કાયમને માટે છોડી દીધું. આપણે પણ આ નૂતન વર્ષે રડવું – રડાવવું વગેરે છોડવાનો નિયમ લઈશું ? 感 મણિભાઈ ઝ શાહ
મોત તરફ
ઘડિયાળમાં ૧૨ વાગ્યાના ટકોરા પડ્યા. ઘડિયાળની સામે મેં જોયું તો ઘડિયાળ હસતી હતી. “તું હસે છે કેમ ?’”
“હસું નહિ તો શું કરું ? તું એમ માને છે કે હું ફરી રહી છું. પરંતુ હકીકતમાં તો તું જ ફરી રહ્યો છે. મારા બન્ને કાંટાઓમાંના પ્રત્યેક કાંટાની ગતિ તારા મોતને નજીક લાવી રહી છે. તને તારું નજીક આવતું આ મોત દેખાતું નથી અને જાણે તું એવી રીતે જીવી રહ્યો છે કે મને તો કાંઈ જ થવાનું નથી !..તારી આ મૂર્ખાઈ પર હું હસી રહી છું.” – ઘડિયાળ બોલી.
જીવન સંચાલ
Page #13
--------------------------------------------------------------------------
________________
લ? જાણ
“અમોને સદાકાળ દુઃખ પડો” – આપણે કોઈ દિવસ આવી માગણી કરતા નથી પરંતુ કુંતાજી, નરસિંહ મહેતાએ માગણી કરી, “ભગવાન અમને દુઃખ આપજો, જેથી અમે તમને એક પળ પણ ન વિસરીએ!” ભક્તોએ તેમની ભક્તિ વટાવી નથી. ભગવાન પાસે પ્રારબ્ધમાંથી છટકવા ક્યારેય માગણી કરી નથી.
એક ચક્રવર્તી રાજાએ એક કંગાળ ભિખારીને કહ્યું, “તું મારી પાસે જે જોઈએ તે માગ. તું જે અને જેટલું માગીશ તે હું તને આપીશ.” પેલા ભિખારીએ રાજા પાસે માગ્યું, “મારું ભીખ માગવાનું ચપ્પણિયું તૂટી ગયું છે, તે નવું અપાવો.” રાજાને આ સાંભળીને દુઃખ થયું. ભિખારીને માગતા ન આવડ્યું. અઢળક ધન માગ્યું હોત તો પણ રાજા આપતું પણ આ દુર્ભાગી ભિખારીએ ભીખ માગવાનું ચપ્પણિયું માગ્યું ! આપણે પણ ભગવાન પાસે આવી ક્ષુલ્લક માગણીઓ કરીએ છીએ તેથી ભગવાન નારાજ થાય છે! આપણે વગવાન પાસે ધન, બંગલા, ગાડી, વાડી, લાડી, દીકરાઓ વગેરે સાંસારિક તુચ્છ પદાર્થો માગીએ છીએ. આ બધી માગણીઓ પેલા ભિખારીના ચપ્પણિયા જેવી છે. સાચો ભક્ત ભગવાન પાસે માગણી કરે છે,
“માગીએતો એટલુંકે મોક્ષને જ માગીએ, તમેજેનો ત્યાગ કર્યોએ કદીન માગીએ.”
સંકલન : ડૉ.શનિશાબેન સોનેજી
%
જ 3,
૨
:.
"
Page #14
--------------------------------------------------------------------------
________________
કાસ
નો
એક સાચાબોલા સંત હતા. તેઓ એક ગૃહસ્થને ત્યાં પધાર્યા. ગૃહસ્થને બધી વાતનું સુખ પણ પ્રકૃતિ એવી કે સહેજે શાંત બેસે નહિ ! ન હોય ત્યાંથી ઝઘડા રળી લાવે. વાતનું વતેસર કરે. ધમાલ-ધાંધલ અને આડંબરનો પાર નહિ.
જેવો પુરુષ હતો, એવી જ પત્ની હતી. પુરુષ ઝઘડો કરે, તો પત્ની બળતામાં ઘી હોમે !
સંતે એમને ત્યાં ઉતારો તો લીધો, પણ એક દિવસ કાઢવોય અઘરો બની ગયો. અગ્નિની ભડભડતી જ્વાળાઓ જેવું જીવન જોઈ સંત તો ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી ગયા.
સંતે વહેલી તકે વિદાય લીધી. વિદાયના સમયે પુરુષ અને સ્ત્રીએ આશીર્વાદ માગ્યા. સંતે માત્ર બે જ શબ્દો કહ્યા, “માણસ બનજો.’
સંતે વિદાય લીધી. પતિ-પત્ની પળવારમાં વિચારમાં પડી ગયા કે સંતે આમ કેમ કહ્યું હશે ? શું અમે માણસ નથી ?
વર્ષો વીતી ગયાં. સંત ફરી પાછા આ શહેરમાં આવ્યા. પેલો પુરુષ અને તેની પત્ની સંતને મળવા ગયા અને વર્ષો પહેલાનાં એમના આશીર્વાદનું રહસ્ય પૂછ્યું.
સંતે પોતાના સામાનમાંથી એક કાચ કાઢ્યો. પેલા પુરુષને કાચ આપતાં કહ્યું, “જુઓ! આ એક દૈવી કાચ છે. એમાં માણસ જેવો હોય તેવો બરાબર દેખાય છે. આ કાચમાં તમારા સાચા રૂપનું પ્રતિબિંબ
59
પડશે.
- સં
Page #15
--------------------------------------------------------------------------
________________
ઉતાવળી સ્ત્રી પતિના હાથમાંથી કાચ ઝૂંટવીને આતુરતાથી જોવા લાગી. જેવું કાચમાં પોતાનું પ્રતિબિંબ જોયું કે છળી ઊઠી, અને ચીસ પાડીને બોલી, “ઓ બાપ રે! આમાં તો હું કૂતરી દેખાઉં છું. શેરીના નાકે બેસીને બીજી કૂતરીઓ સામે ઘુરકીયાં કરું છું. હાય ! હાય! શું હું કૂતરી છું?” .
અધીરા પુરુષે તરત જ કાચ છીનવી લીધો અને એમાં પોતાની જાતને જોવા લાગ્યો તો એને ઉકરડામાં આળોટતો ગધેડો જોવા મળ્યો. - બંનેએ કહ્યું, “હે સંતપુરુષ ! અમે તો માણસ છીએ, અને આમાં તો જાનવર દેખાય છે. આનું કારણ શું?”
સંતે કહ્યું, “ભાઈ ! આ કાચમાં તો તમે જેવા છો, તેવા જ દેખાશો. તમારું બહારનું રૂપ નહિ, પણ અંતરનું સૌંદર્ય આમાં પ્રગટ થાય છે. બહારથી વ્યક્તિ માણસ લાગે, પણ અંદર તો એ પશુ હોય છે!”
પતિ-પત્નીને સંતના “માણસ બનજો એ ઉપદેશનું રહસ્ય સમજાયું.
ક પાણી ડૉ. કુમારપાળ દેસાઈ
જ
- - મોધ, સમાન વિષ નહિ, સમા સમાન અમૃત નહિ. આ વોભ સમાન દુ:ખ નહિ, સતોષ સમાન સુખ નહિ.
પાપ સમાન વાનું નહિ, ધર્મ સમાન મિત્ર નહિ, દર કુશીલ સમાન ભય નહિ, શીલ સમાન નિર્ભયતા નહિ ,
Page #16
--------------------------------------------------------------------------
________________
પોતાનો જન્મદિવસ અન્યના જીવનમાં અજવાળું પાથરનારો બને તે માટે માધવરાવ પેશ્વા પોતાના જન્મદિવસે કોઈ ગરીબ માનવીને દાન આપતા, તો વસ્ત્રની જરૂરવાળાને વસ્ત્ર આપતા. દયાળુ પેશ્વાને કોઈ કહેતું કે મારી પાસે ભોજન માટે રોટલો છે, પણ વસવા ઓટલો નથી. આવે સમયે માધવરાવ પેશ્વા એને મકાન બાંધવા માટે ભૂમિદાન કરતા.
એક વાર તેર વર્ષનો એક બ્રાહ્મણ વિદ્યાર્થી એમની પાસે આવ્યો. માધવરાવ પેશ્વા એને દાન આપવા ગયા, ત્યારે બ્રાહ્મણકુમારે એ દાનનો અસ્વીકાર કર્યો. આથી પેશ્વાએ પૂછ્યું,
“હે કુમાર! તમે ક્યું દાન ઈચ્છો છો ? શા માટે દાન કે ધાન્યનો સ્વીકાર કરતા નથી ?”
બ્રાહ્મણકુમારે કહ્યું, “મહારાજ! મેં જોયું છે કે ધનિક વ્યક્તિ સમય બદલાતાં નિર્ધન પણ બની જાય છે, આથી જ લક્ષ્મી ચંચળ કહેવાય છે ! જેમને આપે સંપત્તિદાન કર્યું, તેઓની સંપત્તિ સમય જતાં ક્ષીણ થઈ જવાની. અન્નદાન પણ ભોજન કરતાં ખૂટી જવાનું છે. વસ્ત્રદાન આપ આપો, પણ સમય જતાં એ વસ્ત્ર મેલું-ઘેલું થઈને ફાટી જાય છે અને ભૂમિદાન પણ સમય જતાં વ્યર્થ બની રહે છે.”.
માધવરાવ પેશ્વા આ કુમારનો ઉત્તર સાંભળીને પ્રભાવિત થયા. એમણે પૂછ્યું, “તો તમે કયા પ્રકારનું દાન ઈચ્છો છો ?”
બ્રાહ્મણકુમારે કહ્યું, “રાજન્ ! હું તો આપની પાસે એવું * દાન મેળવવા ઈચ્છું છું કે જે સદેવ મારી સાથે રહે. કદીય ખૂટે નહીં.
Page #17
--------------------------------------------------------------------------
________________
મારી પેઢી દર પેઢી સુધી ચાલ્યા કરે. મારે તો જ્ઞાનદાન જોઈએ છીએ. હું અનાથ છું, વિદ્યા-ઉપાર્જન કરવા માટે મારી પાસે ધન નથી. મને અભ્યાસની વ્યવસ્થા કરી આપશો તો હું આજીવન આપનો ઋણી રહીશ.”
માધવરાવ પેશ્વા આ બાળકની ભાવનાથી પ્રસન્ન થયા. એમણે એના અભ્યાસ માટે જરૂરી સઘળી સગવડ કરી આપી. સમય જતાં એ બાળક પ્રસિદ્ધ ન્યાયમૂર્તિ ૨ામશાસ્ત્રી બન્યા. રામશાસ્રી એમની પ્રમાણિકતાને લીધે ન્યાયના પર્યાયરૂપ બની
રહ્યા.
3. પ્રીતિબેન શાહ
સણું તારું કોણ સાચું ?
“પહેલાં તો આખો દિવસ ઘરમાં તમારા મિત્રો આવ્યા જ કરતાં હતાં..હમણાં ઓછા જ મિત્રો આવે છે...કારણ શું?’ પત્નીએ પતિને પૂછ્યું. “એ તો એવું છે ને કે કારણ જાણ્યા પછી આ આટલાય મિત્રો આવશે કે કેમ તે પ્રશ્ન છે.' પતિએ જવાબ આપ્યો.
“કેમ એવું તે શું થઈ ગયું છે ?’
“ધંધામાં ખોટ આવી છે. રૂપિયા પંદર લાખ ગયા. પાંચ લાખનું દેવું થઈ ગયું છે. આવતીકાલે કદાચ દુકાન પણ કાઢી નાખવી પડે.”
“તો તો હું પણ મારા પિયર જાઉં છું. મારા બાપ સાચું જ કહેતા હતા કે તમારી સાથે લગ્ન કરવા જેવા નથી !!”
Page #18
--------------------------------------------------------------------------
________________
યુવાન મદનલાલ ઢીંગરા ભારતમાતાના શહીદ વીર જવાન. તેમની નસેનસમાં રાષ્ટ્રભક્તિ ગૂંજતી હતી. ઈમ્પિરિયલ ઈન્સ્ટીટ્યૂટના જહાંગીર હૉલમાં રાષ્ટ્રીય ભારતીય સંઘનું અધિવેશન ચાલતું હતું ત્યાં ભારત તરફથી તેઓ ગયેલા. મોર્લેના રાજનૈતિક અંગરક્ષક કર્ઝન વાયલી ભારતની પ્રજા વધુને વધુ ગુલામીમાં સબડીને પ્રાણ પૂરા કરે, વધારે ને વધારે પ્રજા ઉપર જુલમો કરવામાં આવે તેવું ઈચ્છતા હતા ત્યારે મદનલાલ ઢીંગરાએ વાયલીને ગોળીઓથી ધરબી દીધા.
કોર્ટના ચુકાદા પહેલા ઢીંગરાએ ગુનો કબૂલી લીધો અને કહ્યું, “જે સજા કરવી હોય તે કરો.”ચુકાદો આવ્યો કે મદનલાલ ઢીંગરાને ફાંસીની સજા આપવામાં આવે છે. ફાંસીના માંચડે ચઢતાં પહેલા તેઓએ પ્રાર્થના કરી, “હે પ્રભુ, હું માદરે વતન છોડીને પરલોકનો પ્રવાસી બનવાની અણી ઉપર છું. તારી મહેરબાનીથી મારાદેશનો પ્રત્યેક નાગરિક આત્મબલિદાનનો સબક શીખે અને આઝાદીના અજવાળા જુએ. એટલી મારી અંતિમ આશા પૂરી કરજે.” અને ફાંસીના ફંદો પોતે જ ગળામાં નાખીને આઝાદી ઈચ્છતો ભારતીય યુવાન રાષ્ટ્રભક્ત શરીરના પીંજરામાંથી મુક્ત થયો. પ્રણામ શહીદ મદનલાલ ઢીંગરાને“નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા બદનના જતનની,એને ફક્ત પરવા છે વહાલા વતનની.” નૂતન વર્ષે આત્મસ્વતંત્રતાના પ્રહરી બનીએ તે ભાવના - પ્રાર્થના.
* પ્રા. ચાબહેન પવાલ
Page #19
--------------------------------------------------------------------------
________________
છે તે મુમુક્ષુ ન હોઈ શકે, કે જે. ”
વાહન ચલાવતાં કે રસ્તે ચાલતાં મોબાઈલ વાપરતો હોય,
વાણી અને વર્તનમાં અવારનવાર આવેશયુક્ત હોય, છે જે જરૂરિયાત વગર ઊંચા અવાજે બોલતો હોય,
બીજાની વાત સાંભળવા તત્પર ન હોય, અસંગત વાત કરી ચાલુ વાતનો દોર કાપતો હોય, ટેલિફોનમાં બિનજરૂરી વાતો કરતો હોય, કોઈની નિંદા કરવામાં કે સાંભળવામાં હજુ રસ પડતો હોય, હાનિકારક Fast Food કે unk Food લેતો હોય, આહાર, વિહાર અને નિહારમાં અનિયમિત હોય, નિરંતર સમયની ઓછપ અનુભવતો હોય, TV, Computer આદિમાં બિનજરૂરી સમય વેડફી કુટુંબ સાથે વાત કરવાનો સમય પણ ન ફાળવતો હોય, આપેલા સમય કરતાં મોડો જ પહોંચતો હોય, બીજાનો હક છીનવી લેતો હોય, વણમાગી સલાહ આપવા બેસી જતો હોય, ગરીબ ફેરિયા સાથે બિનજરૂરી ભાવની રઝક કરતો હોય, સુઘડ અને સ્વચ્છ રહેવા બ્યુટીપાર્લરની જરૂર પડતી હોય, (સુંદરતા બ્યુટીપાર્લરથી નહીં પરંતુ આરોગ્ય અને પ્રસન્નતા જાળવવાથી આવે છે.) આણભાઈ પી. શા.
Page #20
--------------------------------------------------------------------------
________________
મહાભારતના રચયિતા વેદવ્યાસ કહે છે કે હે માનવો, વધુ કહેવાથી શો લાભ ? હું માત્ર એટલું જ સંક્ષેપમાં કહું છું કે ધર્મ એટલે પરોપકાર કરવો અને બીજાને પીડા ન દેવી. કોઈને અન્યાય કરીને કે છેતરીને સુખી ન થઈ શકાય.
બધા જ લોકો ખોટું કરે છે પણ તેમને સજા થતી નથી તેમ માનીને આપણે ખોટું કરવા પ્રેરાઈએ છીએ. જસ્ટીસ જે. સી. શાહે કહેલું છે કે, “God's methods are slow...but certain.' અર્થાત્ ઈશ્વરનો ન્યાય ભલે ધીમો રહ્યો, પણ તે ન્યાય કરે જ છે. એટલે ખરાબ કર્મો કરો તો તેનું ફળ વહેલામોડા ભોગવવું જ પડે છે. વેદવ્યાસની આ ટૂંકમાં કહેલી વાત માનવા જેવી છે કે પરોપકાર કરો અને કોઈને પીડા ન આપો. સંકલન : દીપકભાઈ આઈ. પહેલ
પણ આવી જે જોઈ દોશ
ઠંડીના દિવસોમાં એક દિવસ મહાત્મા ગાંધીજી આશ્રમની ગૌશાળામાં પહોંચ્યા. ત્યાં ગૌશાળામાં ઊભા રહેલા એક ગરીબ છોકરાને જોઈ ગાંધીજીએ પૂછ્યું, “રાત્રે તું શું ઓઢીને સૂઈ જાય છે ?' છોકરાએ તેની ફાટેલી ચાદર ગાંધીજીને બતાવી.
બાપુએ તે જ વખતે પોતાની કુટિરમાંથી બે જૂની સાડીઓ, થોડા જૂના પેપરો તથા થોડું રૂ મંગાવ્યું. રૂને પોતાના હાથથી સાફ કર્યું. સાડીઓની ખોળ કરી અને રજાઈ બનાવી. પછી પેલા છોકરાને બોલાવ્યો અને તેને તે રજાઈ આપી. બીજા દિવસે સવારે બાપુ જ્યારે ગૌશાળામાં પહોંચ્યા, તો પેલો છોકરો દોડતો-દોડતો આવ્યો અને કહેવા લાગ્યો, “બાપુ કાલે રાત્રે મને ખૂબ સરસ ઊંઘ આવી.”
બાપુના ચહેરા ઉપર હાસ્ય ખીલવા લાગ્યું. તેઓ બોલ્યા, “ત્યારે તો હું પણ આવી જ રજાઈ ઓઢીશ !'
Page #21
--------------------------------------------------------------------------
________________
$
જવાની તેનું નામ જવાની શહેરની એક પોળના નાકે કેટલાક જુવાનિયાઓ ગામગપાટા મારી રહ્યા હતાં. તે સમયે ૯૦ વર્ષની ઉંમરના એક માજી પસાર થયા. ઉંમરને કારણે તેઓ કેડથી વળી ગયા હતા. લાકડીના ટેકે ધીમે ધીમે ચાલી રહેલા માજીને જોઈ પેલા જુવાનિયાઓને મશ્કરી સૂઝી. તેઓએ માજીની મશ્કરી કરતાં કહ્યું, “માજી!માજી! તમે શું શોધી રહ્યા છો ? તમારું કંઈ ખોવાઈ ગયું છે ?” માજી પણ જવાબ આપવામાં પાછા પડે તેમ નહોતા. તેઓએ કહ્યું, “હા, દીકરાઓ! હું મારી કીમતી ચીજ શોધી રહી છું. હું ક્યારનીય મારી જવાની શોધી રહી છું પણ તે મળતી નથી. દીકરાઓ! યાદ રાખજો, એક દિવસ તમારે પણ આવી દશા થશે!” માજીનો ઉત્તર સાંભળી પેલા જુવાનિયાઓ અવાચક બની ગયા!
સામાન્ય માનવીનું જીવન કેવી રીતે વ્યતીત થાય છે તે દર્શાવતા એક સં . કહ્યું છે,
બાલાપન ખેલનમેં ખોયો, જોબન મોહ્યો નાર, બૂઢાપન તન જર્જર હોવે, મન તૃષ્ણા અપાર.”
મનુષ્ય મોડામાં મોડું ૩૦ (તરીશ = સંસારરૂપી સમુદ્ર તરવા પ્રયત્ન કરીશ) વર્ષની ઉંમરથી સેવા, પરોપકાર તથા ધર્મની આરાધના માટે ઉદ્યમવંત થવું જોઈએ. ૪૦ (ચાલીસ = સત્યના પંથે ચાલીશ) વર્ષની ઉંમરે તો પૂરી શક્તિ લગાડીને શાશ્વત આનંદની પ્રાપ્તિને માર્ગે ચાલવા લાગવું જોઈએ. ૫૦ વર્ષ પછી એકાવન....બાવન.. એટલે વનમાં રહેવાનો સમય અર્થાત્
E જીવન મંગલ
Jan caucation international
Page #22
--------------------------------------------------------------------------
________________
ઘર-કુટુંબાદિ પ્રત્યે મમત્વ ઘટાડી સમાજની સેવા તથા નિવૃત્તિક્ષેત્ર (આશ્રમ)માં રહી સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, સદાચાર દ્વારા આત્મકલ્યાણ કરવાનો ઉદ્યમ કરવો જોઈએ. જો ૬૦ વર્ષ પછી પણ સંસારની માયાને વળગી રહે તો એકસઠ..બાસઠ..શઠ એટલે લુચ્ચો
યુવાવસ્થા એ મનુષ્યજીવનની શ્રેષ્ઠ અવસ્થા છે. આ અવસ્થામાં તાજગી, સ્કૂર્તિ, ઉત્સાહ અને શક્તિ અપાર હોય છે. જો આ શક્તિને સન્માર્ગે વાળવામાં આવે તો જીવન ઉન્નત બની શકે. ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “યુવાવયનો સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે.”
“ઘડપણમાં ગોવિંદ ગાશું આ વાત સર્વથા સત્ય નથી કારણ કે ઈન્દ્રિયોની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ હોય તે અવસ્થામાં પરમાત્મપ્રાપ્તિનું સર્વોત્તમ કાર્ય શી રીતે સંભવે ? છતાં “જાગ્યા . ત્યારથી સવાર એવા મહાપુરુષોના બોધને અનુસરી સ્વ-પર કલ્યાણ માટે તત્પર બનવું જોઈએ.
જીવનના અંતે પસ્તાવાનો વારો ન આવે તે માટે અત્યારથી સાવધાન બની જઈએ. સેવા, પરોપકાર, સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ અને સદાચારની સૌરભથી સાચા અર્થમાં જીવન મંગલ બનાવવાનો દઢ સંકલ્પ કરીએ એ જ અભ્યર્થના. આ નૂતન વર્ષે આપણા સૌનું જીવન ન્યારું, પ્યારું, પવિત્ર, નીતિમય અને ધર્મમય બને તેવી પ્રભુને પ્રાર્થના છે.
ક મિતેશભાઈ એ. શાહ
વALTH
Page #23
--------------------------------------------------------------------------
________________
રિત્નકણિકાઓ . પાણી અને વાણી બન્નેને ગાળીને વાપરવા સારા. ક્રોધ પ્રેમનો નાશ કરે છે, અહંકાર મૈત્રીનો નાશ કરે છે અને લોભ તો સર્વનાશ કરે છે. મૃત્યુ નિવારી ન શકાય પરંતુ સુધારી તો જરૂર શકાય. દૂધ ખટાશથી ફાટે છે, જ્યારે માનવી ખુશામતથી ફાટે છે. ચીજ બગડે તો ચાલશે પણ ચિત્ત બગડે તે નહીં ચાલે. આફતોનો પહાડ બરફનો હોય છે, કાળે કરી ઓગળી જશે.
હળવાશથી કહેશો તો કોઈ સાથે કડવાશ નહીં થાય. છે - મલાઈ વગરનું દૂધ નકામું તેમ ભલાઈ વગરનું જીવન નકામું
છે.
કે
જ્યાં ‘હું છે ત્યાં વિવાદ છે અને જ્યાં “અમે છીએ ત્યાં સંવાદ છે.
અંતે રાખ” અંતરમાં ઘૂંટી રાખ. એક મણ ભાષણ કરતાં એક કણનું આચરણ વધુ ઉપયોગી છે. સુખ એ સ્વપ્ન છે, તો દુ:ખ મહેમાન છે. બંનેની ખાસિયત છે કે કોઈ લાંબો સમય રહેતા નથી. આજનું દુઃખ જો ગઈકાલના પાપની જાહેરાત છે તો આજનું પાપ એ આવતીકાલના દુ:ખનું રિઝર્વેશન છે. શરીરનું સરનામું બદલાઈ જાય એનું નામ જો મોત છે, તો આત્માના સ્વભાવનો ઉઘાડ થઈ જાય એનું
જીતના માલડી
Page #24
--------------------------------------------------------------------------
________________
નામ મોક્ષ છે. જે કાર્ય આગ્રહથી નથી થતું તે કાર્ય પ્રેમ અને શાંતિથી થાય છે. આંખ ખૂલે એને ઊડ્યા કહેવાય પરંતુ દષ્ટિ ખૂલે તો જાગ્યા કહેવાય. રોગના ભોગ બનીએ ત્યારે તંદુરસ્તીની કિંમત સમજાય છે. જરૂરિયાતો તો ભિખારીની પૂરી થઈ જાય છે, જ્યારે ઈચ્છાઓ તો કરોડપતિનીયે અધૂરી રહે છે ! બુદ્ધિ તકરાર કરાવે છે જ્યારે હૃદય એકરાર કરાવે છે. પવિત્રતા હશે તો પ્રતિષ્ઠા જળવાશે. આપણું મહત્ત્વ કેટલું? આપણે વિકસાવીએ એટલું. ભવિષ્ય બનતું નથી, પરંતુ ભવિષ્ય બનાવવું પડે છે ! શુદ્ધ અને સરળ હૃદયમાં જ ધર્મનો વાસ હોય છે. બુદ્ધિનો ઉપયોગ બજારમાં, સ્નેહનો ઉપયોગ સંસારમાં અને શ્રદ્ધાનો ઉપયોગ ધર્મમાં કરવો જોઈએ. આપણું હોય તે જાય નહીં, જાય તે આપણું નહીં. યાદ રાખજો – કાવાદાવા અને દગાથી આવેલો પૈસો દગો આપીને જ જશે. સમજણના LENS વગર શાંતિનું BALANCE ન રહે. રાત્રે નિરાંતે ઊંઘાય એવો વ્યવહાર દિવસે રાખવો. પેટ અને પેટીને થોડા ઊણાં રાખો, નહિતર અપચો થશે.
L જીવન માલ
Page #25
--------------------------------------------------------------------------
________________
આ કાંતિકારીની માતાની દેશદાઝી
૧૯૨૭નું વર્ષ ! બ્રિટિશ સત્તા નીચે જકડાયેલું હિંદ !
આ વિદેશી સત્તાની ધૂંસરીમાંથી મુક્તિ પામવા અનેક હિંદી ક્રાંતિકારી યુવાનો જાનની બાજી લગાવી રહ્યા હતા !
એ નવયુવાનોમાં ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલનો પણ સમાવેશ થતો હતો. અદાલતે એમને ફાંસીની સજા ફટકારી. ગોરખપુર જેલમાં એમને ફાંસી આપવાનું નક્કી કરાયું.
પણ જેલના દરવાજા પર એમની માતા બ્રિટિશ અધિકારીઓ સાથે ઝઘડતી ઊભી હતી કે પોતાના પુત્રની લાશ તેને મળવી જોઈએ. ખૂબ ઝઘડા બાદ અધિકારીઓ રામપ્રસાદ બિસ્મિલની લાશ એની માને સોંપવા કબૂલ થયા અને એ મા અઠ્ઠાવીસ વર્ષના પોતાના વહાલસોયા નવયુવાન પુત્રની લાશ લઈ ચાલવા લાગી.
ધીમે ધીમે લોકો પણ એની સાથે જોડાતા ગયા અને છેવટે એ લોકસમૂહ એક મોટી સ્મશાનયાત્રામાં ફેરવાઈ ગયો. રસ્તામાં માએ પુત્રની નનામી ઊભી રખાવી અને એક સ્કૂલ મંગાવ્યું. સ્કૂલ પર ચઢીને આ ક્રાંતિકારીની માતાએ સ્મશાનયાત્રામાં સામેલ લોકોને સંબોધન કર્યું, “મારા પુત્રે માત્ર મારી કૂખની જ લાજ રાખી નથી, બલકે આપ બધાની લાજ રાખીને એક નવો માર્ગ ચીંધ્યો છે, જે માર્ગ છે દેશની આઝાદી મેળવવાનો! મારો પુત્ર જેમ શહીદ થયો એ જ રીતે આપણે પણ મા ભોમની આઝાદી માટે શહાદત વહોરવાની
હ૭૪૭૦૪૭૭
pa
Page #26
--------------------------------------------------------------------------
________________
છે. મારી પાસે દેશને અર્પણ કરવા કશું જ નથી...હા, મારે એક બીજો પુત્ર છે તેને હું દેશને ચરણે સોંપું છું ! તેને હું આજ્ઞા કરું છું કે, તું પણ તારા મોટાભાઈની માફક દેશને ખાતર બલિદાન માટે તૈયાર રહેજે ! મારો આ નાનો પુત્ર પણ પોતાના મોટાભાઈની જેમ જો હસતો હસતો ફાંસીના માંચડા પર ચઢશે, તો મારી ખુશાલીનો કોઈ પાર રહેશે નહિ !'
ન બાદોના ના 26 જે ખાય ભાજી, તેની તબિયત તાજી.
જે ખાય મગ, તેના જોરમાં ચાલે પગ. જે પીવે બીડી, તે ચઢે રોગોની સીડી. તુલસીના પાન, દિલમાં લાવે જાન. શિયાળામાં તલ, શરીર કરે ખડતલ. અળવીના પાન, સુંદર બનાવે વાન. આના બદલે ચણા, તો જીવે ઘણા. ખાંડના બદલે ગોળ, તો હાથમાં આવે જોર. બ્રેડ અને પાઉં, તબિયત કરે ચાઉં. ભેળપુરી ને ભાજીપાઉં, કમળો કહે હું તને ખાઉં. લીલી ભાજીનું શાક, જલ્દી ઉતારે થાક. ઋાના બદલે રાબ, તો વધે રૂઆબ.
આમળાંને જામફળ, આરોગ્ય રાખે સફળ. 26 જો ખાય વાસી ભજિયા તો પેટમાં થાય કજિયા.
A. K. DR K. A
A
A
A
A
A
A
A
A
જીવન મંગલ
Page #27
--------------------------------------------------------------------------
________________
( અપૂર્વ દેશપ્રેમી નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈંગ્લેન્ડમાં આઈ. સી.એસ.માં પાસ થઈને ભારત પાછા ફર્યા ત્યારે તેમણે એક લેખિત પરીક્ષા આપવી પડી. - પ્રશ્નપત્રમાં એક પ્રશ્ન વાંચતાં જ સુભાષચંદ્ર બોઝનું મોટું રોષથી લાલઘૂમ બની ગયું.
એ પ્રશ્નમાં એક અંગ્રેજી પરિચ્છેદનું વિદ્યાર્થીઓએ પોતપોતાની માતૃભાષામાં ભાષાંતર કરવાનું હતું. પરિચ્છેદમાં એક વાક્ય આ પ્રમાણે હતું: “ઇન્ડિયન સોલ્જર્સ આર જનરલી ડિસઓનેસ્ટ' અર્થાત્ “હિંદી સૈનિકો સામાન્યતયા બેઈમાન હોય છે.'
આ પ્રશ્ન વાંચતાં જ સુભાષબાબુ ઊભા થઈ ગયા અને નિરીક્ષકને પોતાની પાસે બોલાવીને કહ્યું, “મહેરબાની કરીને આ પ્રશ્ન કાઢી નાખો.”
તો તેમને જવાબ મળ્યો, “જરૂરરૂપે જ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, જેને કાઢી ન શકાય. તમે જો એ પ્રશ્નનો ઉત્તર નહિ લખો તો આવી મોટી નોકરી તમને મળશે નહિ.”
આ સાંભળતાં જ સુભાષચંદ્ર બોઝ મનમાં સમસમી ઊઠયા! તેમણે એક પળનો પણ વિલંબ કર્યા વિના પ્રશ્નપત્ર ફાડી નાખ્યું અને કહ્યું, “આ પડી રહી તમારી નોકરી! પોતાની માતૃભૂમિના લોકો પર કલંક મૂકવા કરતાં ભૂખે મરવું બહેતર છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
મારે નથી જોઈતી તમારી નોકરી ! મારા દેશના સૈનિકો બેઈમાન છે એવું હું કદી પણ લખી શકું નહિ.” અને પ્રશ્નપત્ર ફાડીને તેઓ તરત જ પરીક્ષાખંડમાંથી બહાર નીકળી ગયા.
સિફળતા કાયદો
જહોન હંટર નામના એક પ્રખ્યાત દાકતર થઈ ગયા. એક વાર કોઈએ એમને પૂછયું, “દાકતર સાહેબ, આપને આપના કામમાં આટલી સફળતા મળી છે, એનું કારણ શું?”
ડૉ. જહૉન હંટર નમ્રપણે બોલ્યા, “મારો એવો સિદ્ધાંત છે કે, કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં હું એ વિષે સારી પેઠે વિચારી લઉં છું. મારાથી એ કામ બરોબર પાર પડશે કે નહીં, એનો હું તાગ કાઢી લઉં . જો એ કામ મારાથી થઈ શકે એવું હોય, તો પછી એની પાછળ તનતોડ મહેનત કરવામાં હું જરાયે કસર આવવા દેતો નથી. એક વાર કોઈ પણ કામનો આરંભ કરું છું, પછી તેને પાર પાડીને જ હું જંપુ છું. આ જ સિદ્ધાંતોના આધારે ચાલવાથી મને મારા કામમાં સફળતા મળી છે.”
પુસ્તકોનું મૂલ્ય | છે જે વ્યક્તિના ઘરમાં સારા પુસ્તકોનો સંગ્રહ નથી, એ ઘર
નથી પણ સ્મશાન છે. - મહાત્મા ગાંધીજી રત્ન બહારની ચમક બતાવે છે, જયારે સારા પુસ્તકો અંતઃકરણને ઉજ્જવળ કરે છે. તેથી પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે.
Rાનમાલ
Page #29
--------------------------------------------------------------------------
________________
કોમળ હૃદય
બંગાળના ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સાક્ષાત્ દયાની એક જીવંત મૂર્તિ સમાન હતા.
તેમનામાં બચપણથી જ દયાના સંસ્કારનું આરોપણ કરનાર તેમની માતા હતા. માતાએ વિદ્યાસાગરને બચપણથી જ ગરીબોની સેવા કરવાનું શીખવાડ્યું હતું.વિદ્યાસાગરની માતા પોતાના બાળકોને જે ઉપદેશ આપતા એ પોતાના જીવનમાં ચરિતાર્થ પણ કરી બતાવતા.
શિયાળાની એક સાંજ ! કડકડતી કાતિલ ઠંડીમાં એક ભિખારણ પોતાના એક બાળકને લઈ વિદ્યાસાગરની માતા પાસે આવી. એના બાળક પર એક ફાટેલા ચીંથરા સિવાય અન્ય કોઈ વસ્ત્ર નહોતું અને એ બાઈને જ્યાં સાદા કપડાનાં પણ ફાંફા હોય ત્યાં ગરમ કપડાંની તો વાત જ શી કરવી?
ભિખારણે વિદ્યાસાગરની માતાને આંસુભરી આંખે કહ્યું, “મા, એકાદ ગરમ વસ્ત્ર મળી જાય તો મારા આ નાના બાળકની ઠંડીથી રક્ષા થાય.'' વિદ્યાસાગરની માતા આ કંગાળ બાઈના બાળકને ઠંડીમાં ધ્રુજતું જોઈ લાગણીવશ બન્યા. તેમણે જરા પણ વિચાર કર્યા વિના પોતાના શરીરે જે ગરમ ધાબળો ઓઢયો હતો તે ઉતારીને પેલી બાઈના હાથમાં મૂકયો અને કહ્યું, “બહેન,બાળકને આ ધાબળો ઓઢાડજો !''
જીવન મંગલ
Page #30
--------------------------------------------------------------------------
________________
ધાબળો નવો હતો. બે દિવસ પહેલાં વિદ્યાસાગર એ ધાબળો મા માટે ખરીદી લાવ્યા હતા.
વિદ્યાસાગરની માએ આ વાત કોઈને કહી પણ નહિ.
આખી રાત તે રસોડામાં ચૂલા પાસે બેસી રહ્યા અને રાત પસાર કરી.
બીજે દિવસે જ્યારે ઘરના માણસોને આ વાતની ખબર પડી ત્યારે તેઓએ કહ્યું, “આ તમે શું કર્યું?”
મા બોલ્યા, “જે કરવા જેવું હતું એ જ મેં કર્યું છે. કોઈ કુમળા બાળકને ઠંડીમાં થરથરતું મારાથી કેમ જોવાય? આવું કુમળા ફૂલ જેવું બાળક ગરમ કપડા વિના કરમાઈ જાય. એવા કુમળા બાળકને કંઈ ઓછું કરમાવા દેવાય?”
| માતા | | માતા જેવી કોઈ છાયા નથી, માતા જેવી કોઈ પરબ નથી.
- મહાભારત. [T માતાનું ઋણ ચૂકવવા જતાં તો ભગવાનનુંયે દેવાળુ નીકળે!
- ઉમાશંકર જોશી ]િ માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે – “મા” અને સહુથી સુંદર સાદ કોઈ હોય, તો તે સાદ છે – “મારી મા.”
- ખલિલ જિબ્રાન [G] દુનિયાની સહુથી મોટી પાઠશાળા છે – માની ગોદ.
- જેમ્સ રસેલ લોવલ
[અવની મશાલ
Page #31
--------------------------------------------------------------------------
________________
સંત તુકારામના ભજનો સાંભળવા માટે એક માણસ રોજ આવે ખરો, પણ તે સંત તુકારામની પ્રશંસા કરવાને બદલે નિંદા જ કરે! તુકારામની નિંદા કરવાની એક તક પણ તે જવા દે નહિ.
એક દિવસ તો સંત તુકારામ સાથે ઝઘડવાનો તેને એક મોકો પણ મળી ગયો.
વાત એમ હતી કે, તુકારામની ભેંસ ચરતી ચરતી આ માણસના વાડામાં પેસી ગઈ અને વાડામાં પડેલું થોડું ઘાસ ખાઈ ગઈ.
પેલો માણસ કૂદી કૂદીને તુકારામને ગાળો ભાંડવા લાગ્યો. છતાં તુકારામ મૌન જ રહ્યા. તેમણે પેલા માણસને સામો એક શબ્દ પણ કહ્યો નહિ. તુકારામનું આવું મૌન જોઈને પેલો માણસ વધુ ઉશ્કેરાયો અને વધુ જોરથી ગાળો ભાંડવા લાગ્યો.
છેવટે તે તુકારામ પર એટલો બધો ગુસ્સે ભરાયો કે તુકારામની પીઠમાં બાવળની એક શૂળ જ ભોંકી દીધી! તુકારામે કશું બોલ્યા વિના હળવેથી શૂળ બહાર કાઢી. પણ એમ થતાં તેમની પીઠમાંથી લોહીના રગડા વહેવા લાગ્યા.
સાંજ પડી. ભજનકીર્તનનો સમય થયો. સંત તુકારામ ભજન ગાવા બેઠા. એ સમયે ભજન સાંભળવા રોજ આવનારા બધા હાજર હતા, પણ પેલો માણસ હાજર નહોતો.
જીવન મંગલ Jain Education international
Page #32
--------------------------------------------------------------------------
________________
તરત જ તુકારામ ઊભા થઈને પેલાના ઘેર પહોંચ્યા અને બોલ્યા, “ભાઈ, મારી કંઈ ભૂલ થઈ હોય તો હું તારી માફી માગું છું પણ મારી ભૂલના કારણે તે પ્રભુના ભજન ન સાંભળે એ તે ક્યાંનો ન્યાય? ચાલ, ભજન સાંભળવા ચાલ. મારા પરનો રોષ ઈશ્વર ઉપર શા માટે ઠાલવે છે ભલા ?''
તુકારામના આ શબ્દો સાંભળી પેલો ખૂબ શરમાયો. તે ભજનમાં આવ્યો. ભજન પૂરા થયા એટલે તેણે તુકારામને કહ્યું, “મને માફ કરો ! આપના જેવા અક્રોધી પર ક્રોધ કરીને મેં મોટું પાપ કર્યું છે.”
કોણ ગરીબ? ઘીના વેપારીને ત્યાં ગરીબ મા-દીકરો ઘી લેવા ગયા. માએ ફાટેલા સાડલાના છેડે બાંધેલાં રૂપિયા કાઢીને વેપારીને આપતા કહ્યું, “પા શેર ઘી આપો.” પેલા વેપારીએ આ ગરીબ બાઈની નજર આડી-અવળી જતાં તોલમાં છેતરપિંડી કરી નાખી, પણ તેની બાઈને ખબર ન પડી.
ઘરે આવ્યા બાદ દીકરાએ માને વાત કરી, “બા! પેલા વેપારીએ ઘી તોલવામાં ગરબડ કરી હતી.”
તે એ જ વખતે વાત કેમ ન કરી?”
બા! એ જ વખતે વાત કરી હોત તો પેલો બિચારો વેપારી શરમાઈ જાત..! એ ન શરમાય માટે વાત ન કરી!” પુત્રની વાત સાંભળી માની આંખમાં આંસુ આવી ગયા.
ion International
L
udd
e
.
Page #33
--------------------------------------------------------------------------
________________
કાર
છે
દિ ત્યાગમાં વિવેક) એક વખતે શેઠ ત્રિભુવનભાઈ, શ્રી માણેકલાલ, શ્રી જેઠાભાઈ વગેરે જમવા બેઠા હતા. શ્રીમદ્ રાજચંદ્રજી પણ એ લોકો સાથે જમવામાં હતા.
પ્રથમ જુદી જુદી જાતનાં શાક પીરસવામાં આવ્યાં.
માણેકલાલભાઈએ તિથિનું કારણ બતાવી શાક લેવાની ના પાડી. રાયતું પીરસતાં તેમાં હિંદલને કારણે ના કહી. પછી કેટલીક પરચૂરણ વસ્તુઓ પીરસવામાં આવી. તેમાંથી કેટલીક લીધી અને કેટલીક ન લીધી.
છેવટે દૂધપાક પીરસાવા લાગ્યો. તે માણેકલાલભાઈની થાળીમાં પીરસાતો હતો ત્યાં તો એને અટકાવીને શ્રીમદ્જી બોલ્યા,
એમને દૂધપાક પીરસવો રહેવા દો. એમને નાની નાની વસ્તુઓને ત્યાગી પોતાની મહત્તા વધારવી છે, પણ ખરેખરી રસપોષક વસ્તુનો ત્યાગ કરવો નથી!”
[નિયાની રીત એક દિવસ શ્રી ઠાકરશીભાઈ લહેરચંદ શાહે શ્રીમદ્ રાજચંદ્રજીની નિંદા થતી ક્યાંક સાંભળી. એટલે સાંજે ફરવા જતાં રસ્તે શ્રીમદ્જીને એ વિશે જાણ કરી.
એ સાંભળી શ્રીમદ્જી કહે, “દુનિયા તો સદાય એવી જ છે! જ્ઞાનીઓ જીવતા હોય ત્યારે કોઈ ઓળખે નહીં, તે એટલે સુધી કે જ્ઞાનીને માથે લાકડીઓના માર પડે તોય થોડા. અને જ્ઞાની મૂઆ પછી તેના નામના પહાણાને પણ પૂજે!''
જીવન મંગલ T
આ
જ કામ
www.jainenbrary.org
Page #34
--------------------------------------------------------------------------
________________
તો જનોઈનો કશો અર્થ નથી !
હિંદી ભાષાના મહાન સાહિત્યકાર મહાવીરપ્રસાદ દ્વિવેદીના જીવનનો એક પ્રસંગ છે.
એકવાર તેઓ કોઈ રસ્તા પર ટહેલી રહ્યા હતા, એવામાં કોઈ બાળકનો રડવાનો અવાજ તેમના કાને પડ્યો.
થોડે દૂર ચાલીને જોયું તો ત્યાં કોઈ બાળકને સાપ કરડ્યો હતો અને એ બાળક પીડાથી રડી રહ્યો હતો.
દ્વિવેદીજી બાળક પાસે જવા લાગ્યા તો આસપાસ ઊભેલાં લોકો બોલી ઊઠ્યાં, “એની પાસે ન જતા.’
‘કેમ વાર?'
“એ તો હરિજનનો બાળક છે! રિજનને આપણાથી કંઈ ઓછું અડકાય ?''
પણ દ્વિવેદીજી તો ત્યાં જઈને બાળક પાસે બેસી ગયા. જે જગાએ બાળકને સાપે દંશ દીધો હતો એ જગા પર કોઈ દોરી બાંધવાની તેમને જરૂરિયાત લાગી.
તેમણે પેલા લોકો પાસે દોરી માગી, પણ કોઈએ દોરી આપી
નહિ.
દ્વિવેદીજીએ તરત જ પોતાની જનોઈ શરીર પરથી ઉતારી નાખી અને બાળકના પગ પર જોરથી બાંધી દીધી. પછી દંશ પર ચપ્પુથી ચીરો કરીને તેમાંથી થોડું ઝેરી લોહી બહાર કાઢ્યું. આ પ્રાથમિક
જીવન મંગલ
Janation International
Page #35
--------------------------------------------------------------------------
________________
ઉપચારથી બાળકને થોડી રાહત થઈ. પછી તરત જ તેને ઊંચકીને તેઓ તેને એક દવાખાને લઈ ગયા અને ત્યાં તેની સારવાર કરાવી.
જ્યારે સવર્ણોને આ વાતની ખબર પડી કે દ્વિવેદીજીએ જનોઈ કાઢીને તે હરિજનના છોકરાના પગે બાંધી હતી ત્યારે તેમણે દ્વિવેદીજીના માથે માછલાં ધોવામાં કશું બાકી રાખ્યું નહિ. - દ્વિવેદીજીએ તો આની કશી પરવા કર્યા વિના તે લોકોને કહ્યું, “જો જનોઈ માનવકલ્યાણના કામમાં ન આવે તો એવી જનોઈ શરીર પર ધારણ કરીને તેનો ભાર વેંઢારવાનો શો અર્થ? હરિજન બાળકને હું અડક્યો અને તેથી જો મારે કદાચ નરકમાં જવું પડે તો એ માટે પણ હું તૈયાર જ છું !”
( માતા-પિતા કે જેમણે તારા આંસુ લુછડ્યાં, કીધાં મબલખ લાડ, દુઃખ વેઠીને તુજ જીવનમાં, ખડક્યા સુખના પહાડ, એ જ માતા-પિતાનું કાં કરતો, આજે તું અપમાન ? કાં દેખાડે એ મને આજે, ઘરડાઘરનું દ્વાર ? નામ તમારા ભવ્ય ભવનનું ચીતર્યું છે - “માતૃછાયા પણ ક્યાંય મળે ના જોવા એમાં મમતાળુ માની છાયા!! દીકરા કેરા મુખને, જુએ આંખ વિનાની મા! કિન્ત દેખી શક્તો દીકરો, જોઈ શકે ન મા! પ્રેમસુધારસ પાઈને, જેમણે તને નભાવ્યો; એ માવતરનો પડછાયો પણ, કાં તને ન ભાવ્યો ?
Page #36
--------------------------------------------------------------------------
________________
વેડફવું કે વાપરવું ?
મહર્ષિ રમણ એમના આશ્રમમાં પતરાળા બનાવી રહ્યા છે. ત્યાં એક માણસ આવી ચડ્યો. આવા મોટા સંત પતરાળા બનાવવાનું કામ કરે છે અને કેટલી કાળજીપૂર્વક ! એ આવ્યો હતો પોતાની મૂંઝવણ લઈને, પણ સંતને કાર્યમગ્ન જોઈ મૂંગો બેસી રહ્યો.
સંત કહે, “તમે બહુ ચિંતામાં લાગો છો. કંઈ સમસ્યા નડે
“બાપજી, સમસ્યા એક નહીં, અનેક છે. ત્રણ સાંધુ ને તેર તૂટે છે. માથાના વાળ જેટલું દેવું થયું છે. બીમારી કેડો મૂકતી નથી. કૌટુંબિક કંકાસ ને પડોશીઓ જોડે ઝઘડા.... એટલો બધો ત્રાસી ગયો છું કે આ દોઝખમાંથી છૂટવા આત્મહત્યાના નિર્ણય ઉપર આવી ગયો છું. છેલ્લે આપના દર્શન ક૨વાની ભાવના થઈ એટલે આવ્યો છું. હવે જઈને જિંદગીનો અંત આણીશ. એ પહેલાં કંઈ આજ્ઞા હોય તો ફરમાવો.”
છે?'’
સંત ઊંડી કોઠાસૂઝ ધરાવતા હતા. જયારે માણસ પોતાના પ્રશ્નોથી ભયંકર રીતે ત્રાસી ગયો હોય અને આત્મઘાત કરવાની ગાંઠ વાળી ચૂકયો હોય ત્યારે ઉપદેશના નાયગરા ધોધ પણ નિષ્ફળ
જાય.
સંત કહે, “મારું થોડું કામ કરશો ?’’
માણસ, “ખુશીથી ફ૨માવો, શું કામ છે ?'
। ૪
જીવન મગલ
Page #37
--------------------------------------------------------------------------
________________
આ પતરાળા પડ્યાં છે ને એ બધાને ઉકરડે નાખી આવો ને ”
અરે ! મહાત્માજી ! આ બધા પતરાળા તો આપે મહેનત કરીને તૈયાર કર્યા છે. હજુ એનો ઉપયોગ પણ કર્યો નથી ને ઉકરડે ફેંકી દેવાતા હશે?”
મર્માળુ હસતા હસતા મહર્ષિ કહે, “તમે મને આવું ડહાપણ આપી શકો છો, અને તમે પોતે કેમ ગાંડપણ કરો છો?”
મને આપની વાત સમજાઈ નહીં” – આત્મહત્યાના નિર્ણયવાળા મહાશય બોલ્યા.
રમણ મહર્ષિ કહે, “એક પતરાળુ વાપર્યા વિના નિરર્થક ન ફેંકાય તો જેની કિંમત કરોડો રૂપિયાથી પણ અંકાય એમ નથી એવા માનવભવને આત્મહત્યા કરી ફેંકી દેવાય? આવો દુર્લભ માનવદેહ ફરી મળશે ખરો? જિંદગી વેડફો નહીં, વાપરો.”
- તેજીને ટકોર બસ છે. મહાશયે નિર્ણય કર્યો કે આત્મહત્યાનું કાયર પગલું નહીં ભરું. તકલીફોના ઝંઝાવાતમાં અડીખમ રહીશ. મારા કરેલા કર્મો મારે ભોગવવાનાં છે તો સમભાવે સહીશ.
( મારાથી
ઈશ્વરને પણ હવે “તથાસ્તુ' કહેતાં ડર લાગે છે, કારણ કે આજના યુગનો માનવી ફક્ત એક ફૂલ ચઢાવીને આખો બગીચો માગતો થઈ ગયો છે!!
વિના માલી
Page #38
--------------------------------------------------------------------------
________________
હું સારો વેપાર કી
ગુરુ નાનકના જીવનનો એક પ્રેરક પ્રસંગ આ મુજબ છે. - એકવાર એમના પિતાએ એમને થોડા રૂપિયા આપ્યા અને લાહોર જઈને કોઈ લાભદાયી ધંધો કરવા કહ્યું.
નાનક પછી તો લાહોર તરફ રવાના થયા.
પણ થોડો માર્ગ કપાયો કે એમણે એક ઝાડ નીચે સાધુઓની કોઈ એક મંડળી જોઈ.
લાહોર તરફ આગળ વધવાને બદલે નાનક એ સાધુઓ પાસે પહોંચ્યા.
સાધુઓને જોઈને નાનકને થયું કે પિતાએ જે પૈસા આપ્યા છે તેનાથી હું આ સાધુઓને ભોજન શા માટે ન કરાવું?
એ સાધુઓના વડા પાસે જઈને બોલ્યા, “મહારાજ ! આ બધા આખા દિવસના ભૂખ્યા લાગે છે, ખરુંને ?”
હા બચ્ચા ! સવારથી અમે કશું ખાધું નથી. પણ અમે તો રહ્યા સાધુઓ, અમને ભૂખતરસનો શોક હોય નહિ.”
નાનકે કહ્યું, “એ બધું તો ઠીક છે, પણ જુઓ, મારી પાસે પૈસા છે એ હું તમને આપું છું. તમે ભોજનનો કશોક પ્રબંધ કરી શકશો?”
આ સાંભળી સાધુઓના આ વડાએ નાનકને એક પ્રશ્ન પૂછયો, “બેટા! સાચું કહે, આ પૈસા તું કયાંથી લાવ્યો અથવા કોણે તને આપ્યા?”
Page #39
--------------------------------------------------------------------------
________________
નાનકે કહ્યું, “મારા પિતાએ મને આ પૈસા લાહોર જઈને કોઈ સારો વેપાર કરવા માટે આપ્યા છે.”
તો પછી અમને એ પૈસા શા માટે આપે છે? તારે તો - એ પૈસાથી કોઈ સારો વેપાર કરવાનો છે, અને એ માટે જ તારા પિતાએ તને એ પૈસા આપ્યા છે.”
નાનકે જવાબ આપ્યો, “હું મારા પિતાની આજ્ઞાનું જ પાલન કરી રહ્યો છું! સાધુસંતોને જમાડવામાં પૈસા વાપરવા એ શું એક સારો વેપાર નથી? આનાથી વધુ સારો બીજો વેપાર કયો હોઈ શકે ?”
*
સર્વ ગુણનું મૂળ - વિનય સર્વ કલેશનું મૂળ - હાંસી સર્વ રસનું મૂળ - પાણી સર્વ બંધનું મૂળ - રાગ સર્વ ધર્મનું મૂળ - દયા સર્વ શરીરનું મૂળ - કર્મ સર્વ રોગનું મૂળ - અજીર્ણ સર્વ પાપનું મૂળ - લોભ
દિવાળી અને બેસતું વરસ
દિવાળી અને બેસતું વરસ, એક તો છેલ્લો દિવસ ને બીજો પહેલો! અંત જ અને શરૂઆત જોડાયેલાં છે. જો તડકો અને છાંયો જોડાયેલાં છે. છેલ્લા દિવસે પણ આનંદ, પહેલા દિવસે પણ આનંદ. આનંદ એ જીવનનું આદર્શબિંદુ છે. '
Page #40
--------------------------------------------------------------------------
________________
બળનો ઉપયોગ શામાં કરવો ? ]
સસ્તું સાહિત્ય' સંસ્થાના સંસ્થાપક સ્વામી અખંડાનંદજી એકવાર અમદાવાદના એલિસબ્રિજ પર ચાલી રહ્યા હતા.
એવામાં કોઈ એક ગુંડાને સ્વામીજીની મશ્કરી કરવાની અને પોતાના બળનો પરચો બતાવવાની ઈચ્છા થઈ આવી!
તે ધીમો ધીમો સ્વામીજી પાસે પહોંચ્યો અને સ્વામીજીના હાથનું કાંડુ જોરથી પકડી લીધું!
એ ગુંડાને મનમાં એમ હતું કે સ્વામીજી પોતાના કાંડાને મારી આ નાગચૂડમાંથી છોડાવવા શક્તિમાન રહેશે નહિ.
પણ એ બિચારાને ક્યાંથી ખબર હોય કે સ્વામી અખંડાનંદમાં માનસિક શક્તિની તો અપૂર્વતા હતી જ, ઉપરાંત શારીરિક શક્તિની પણ એમનામાં અપૂર્વતા હતી.
સ્વામીજીએ સામેથી બીજા હાથથી પેલાનું કાંડુ પકડી લીધું અને બોલ્યા, “તાકાત હોય તો તારું કાંડુ છોડાવ!”
- સ્વામીજી તો પોતાનું કાંડુ છોડાવી શક્યા, પણ પેલો ગુંડો એમ કરવાને શક્તિમાન બન્યો નહિ.
તેનું અભિમાન બરફની જેમ ઓગળી ગયું!
તે બોલ્યો, “સ્વામીજી, મને માફ કરો! તમારામાં આટલું શારીરિક બળ હશે એની મને ખબર નહોતી !”
સ્વામીજી બોલ્યા, “ભાઈ, મારામાં શારીરિક બળ
[૩૮]
*
*
*
Page #41
--------------------------------------------------------------------------
________________
અપ્રતિમ છે પણ હું રહ્યો સંન્યાસી, એટલે મારા એ બળનો ઉપયોગ બીજાને હેરાન કરવામાં થઈ શકે નહિ. આ બળનો ઉપયોગ હું બીજાનું રક્ષણ કરવામાં અને લોકકલ્યાણના કાર્યોમાં કરું છું. અમારું બળ અમે કોઈને હેરાન કરવામાં વાપરતા નથી. અમે સર્વ પ્રતિ દયાભાવ દાખવીએ છીએ અને તેથી જ એ દયાભાવથી તને જવા દઉં છું. પણ હવેથી એક વાત તારે ધ્યાનમાં રાખવી પડશે !”
પેલો બોલ્યો, “કઈ વાત?”
સ્વામીજી બોલ્યા, “હવેથી તું એક નિયમ કર કે તું કદી કોઈ ભગવાધારીને હેરાન કરીશ નહિ, માત્ર એવા ભગવાધારી સાધુઓને જ નહીં, કોઈ નિર્દોષને પણ તું હેરાન કરીશ નહિ.”
અને પેલાએ ત્યાં જ, કોઈ પણ નિર્દોષને હેરાન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.
(m) નીરોગી રહેવાની પાની |
જે સમતોલ આહાર લે છે, નિયમિત કસરત કરે છે, બધા કામ વિચારપૂર્વક કરે છે, ઈન્દ્રિયોના વિષયોમાં સંયમી હોય છે, જે વર્તનમાં ન્યાયીપણું, ઉદારતા, સત્ય અને ક્ષમાવૃત્તિ રાખે છે તેમજ આપ્તજનો સાથે સંપીને રહે છે તે વ્યક્તિ સર્વ પ્રકારે નીરોગી રહી શકે છે.
- પોતાની પરોલી ભૂલ જે જોઈ શકતો નથી તે મૂર્ખ છે, જે 'પોતાની પહેલી ભૂલને જાણવા છતાં પણ સુધારવાની કોશિશ કરતો નદી . મારી મM છે. તેમણે
:
છે
કહે
છે
Page #42
--------------------------------------------------------------------------
________________
( Eદાના ) ભારતમાં અનેક ઉદ્યોગોની સ્થાપના કરનાર અને ઘણી મોટી સખાવતો કરનાર જમશેદજી તાતા પારસી હતા.
એકવાર તેઓ મુંબઈના કોઈ એક રસ્તા પર ચાલી રહ્યા હતા. એવામાં એમની બાજુમાં ચાલતા કોઈ મજૂરના માથા પરનો કોથળો તેમને અથડાયો અને તેમની પાઘડી માર્ગ પર પડી ગઈ.
જમશેદજીની પાછળ જ તેમના બે-ચાર નોકરો ચાલ્યા આવતા હતા. તેમણે આ બધું જોયું અને તેમણે પેલા મજૂરને ધોલધપાટ કરી ! આ બાજુ જમશેદજીએ જમીન પરથી પાઘડી ઉપાડી, માથે મૂકીને પોતાના નોકરો પાસે તેઓ પહોંચી ગયા અને બોલ્યા,
અરે ! તમે આ મજૂરને શા માટે મારો છો? તેનો શો વાંકગુનો? માથે ભારે વજનનો કોથળો હોય અને એથી વાંકા વળીને જ તેણે ચાલવું પડે. એવી રીતે ચાલતાં તે કોઈનીય સાથે ભટકાઈ પડે! એમાં તેને કોઈ રીતે દોષિત ગણી શકાય નહિ.”
નોકરોએ પેલા મજૂરને મારવાનું બંધ કર્યું. બાદ જમશેદજી પેલા મજૂર પાસે પહોંચ્યા અને બોલ્યા, “ભાઈ, મારા નોકરોના ખરાબ વર્તન બદલ તેમના વતી હું તારી માફી માગું છું.”
આટલું કહીને તેમણે મજૂરના હાથમાં પાંચ રૂપિયા મૂક્યા.
1
સુધારી લેવા જેવી છે સ્વની ભૂલ,ભૂલી જવા જેવી છે પરની ભૂલ, આટલું માણસ કરે કબૂલ, તો ગૃહાંગણે સુખની ફૂલ.
ERRORISTS
Page #43
--------------------------------------------------------------------------
________________
છે શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધની કેન, કોબારે
સંસ્થાપક - પ્રેરક પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી
સંસ્થાના મુખ્ય ઉદ્દેશો | ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્ય મૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને
સંવર્ધન. અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન-સંશોધનપ્રકાશન તથા અનુશીલન. ભક્તિસંગીતની સાધના અને વિકાસ. યોગસાધનાનો અભ્યાસ અને સમાજના સ્વાથ્ય માટેનાં કાર્યોમાં દવાખાનાના સંચાલન આદિ દ્વારા સહયોગ આપવો. સમર્પણ યોગ અને આજ્ઞાપાલનની જિજ્ઞાસાવાળા વિશિષ્ટ સાધકમુમુક્ષુઓનું આચારસંહિતામાં સ્થાપન.
પ્રવૃત્તિઓ :) સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિ તથા ધ્યાનનો અભ્યાસ : ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં વિકસાવવા માટે, સદ્ગુણસંપન્નતાની સિદ્ધિ માટે આ કાર્યક્રમોને કેન્દ્રની દૈનિક પ્રવૃત્તિમાં આવરી લેવામાં આવ્યા છે. સાહિત્યિક પ્રવૃત્તિઓ : જીવનને સાત્ત્વિક બનાવવામાં પ્રેરણા આપનારા લગભગ ૧૪,OOO ગ્રંથોવાળા પુસ્તકાલયનું કેન્દ્રમાં આયોજન થયું છે. સંસ્થાએ આજ સુધીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં ૪૫ જેટલા નાના-મોટા ગ્રંથો પ્રકાશિત કરેલ છે. આત્મધર્મને ઉપદેશતું સંસ્થાનું ‘દિવ્યધ્વનિ' નામનું આધ્યાત્મિક મુખપત્ર છેલ્લાં ૩૧ વર્ષથી પ્રગટ થાય છે; જેની કુલ સભ્યસંખ્યા ૫૫OOથી વધુ છે. આ ઉપરાંત વૈવિધ્યપૂર્ણ શિબિરો, તીર્થયાત્રાઓ, નિદાનયજ્ઞો આદિ અનેકવિધ આધ્યાત્મિક અને ગુરુકુળ-સંચાલન દ્વારા સંસ્કાર-સિંચક પ્રવૃત્તિઓ વખતોવખત થતી જ રહે છે.
Page #44
--------------------------------------------------------------------------
________________ ઇચ્છું આCHI . નો સહાજી સીનો કિja] શું છે -પૂજ્ય શ્રી આત્માનંદજી ક્ર સાધના : , આધ્યાત્રિ, 1 ફેન્દ્રકાબા, ધ્યાન સત્સંગ સ્વાધ્યાય ભક્તિો સંગીત શ્રીમદ્ રાજચંદ્ર -382007 સેવા ? શ્રીમદ 2 007. 15 બ---SEP THE શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા-૩૮૨ 007 (જિ. ગાંધીનગર, ગુજરાત) ia ફોન : (079) 23276219, 23276483-84 ફેક્સ : (079) 23276142 Fol Private & Personal Use Only www.ainelibrary