SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ A AA A A A A A A A A કર વિચાર તો પામ જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. પવિત્રતાનું મૂળ સદાચાર છે. દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. દયા જેવો એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે.જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો. હે જીવ ! હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે ? પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવાં બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી ? કોઈ એક સત્પુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો. ગમે તે ક્રિયા,જપ,તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સત્તા ચરણમાં રહેવું. પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. સર્વ પરમાર્થનાં સાધનમાં પરમસાધન તે સત્સંગ છે. સનિ યાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy