________________
યુવાન મદનલાલ ઢીંગરા ભારતમાતાના શહીદ વીર જવાન. તેમની નસેનસમાં રાષ્ટ્રભક્તિ ગૂંજતી હતી. ઈમ્પિરિયલ ઈન્સ્ટીટ્યૂટના જહાંગીર હૉલમાં રાષ્ટ્રીય ભારતીય સંઘનું અધિવેશન ચાલતું હતું ત્યાં ભારત તરફથી તેઓ ગયેલા. મોર્લેના રાજનૈતિક અંગરક્ષક કર્ઝન વાયલી ભારતની પ્રજા વધુને વધુ ગુલામીમાં સબડીને પ્રાણ પૂરા કરે, વધારે ને વધારે પ્રજા ઉપર જુલમો કરવામાં આવે તેવું ઈચ્છતા હતા ત્યારે મદનલાલ ઢીંગરાએ વાયલીને ગોળીઓથી ધરબી દીધા.
કોર્ટના ચુકાદા પહેલા ઢીંગરાએ ગુનો કબૂલી લીધો અને કહ્યું, “જે સજા કરવી હોય તે કરો.”ચુકાદો આવ્યો કે મદનલાલ ઢીંગરાને ફાંસીની સજા આપવામાં આવે છે. ફાંસીના માંચડે ચઢતાં પહેલા તેઓએ પ્રાર્થના કરી, “હે પ્રભુ, હું માદરે વતન છોડીને પરલોકનો પ્રવાસી બનવાની અણી ઉપર છું. તારી મહેરબાનીથી મારાદેશનો પ્રત્યેક નાગરિક આત્મબલિદાનનો સબક શીખે અને આઝાદીના અજવાળા જુએ. એટલી મારી અંતિમ આશા પૂરી કરજે.” અને ફાંસીના ફંદો પોતે જ ગળામાં નાખીને આઝાદી ઈચ્છતો ભારતીય યુવાન રાષ્ટ્રભક્ત શરીરના પીંજરામાંથી મુક્ત થયો. પ્રણામ શહીદ મદનલાલ ઢીંગરાને“નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા બદનના જતનની,એને ફક્ત પરવા છે વહાલા વતનની.” નૂતન વર્ષે આત્મસ્વતંત્રતાના પ્રહરી બનીએ તે ભાવના - પ્રાર્થના.
* પ્રા. ચાબહેન પવાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org