________________
કોમળ હૃદય
બંગાળના ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સાક્ષાત્ દયાની એક જીવંત મૂર્તિ સમાન હતા.
તેમનામાં બચપણથી જ દયાના સંસ્કારનું આરોપણ કરનાર તેમની માતા હતા. માતાએ વિદ્યાસાગરને બચપણથી જ ગરીબોની સેવા કરવાનું શીખવાડ્યું હતું.વિદ્યાસાગરની માતા પોતાના બાળકોને જે ઉપદેશ આપતા એ પોતાના જીવનમાં ચરિતાર્થ પણ કરી બતાવતા.
શિયાળાની એક સાંજ ! કડકડતી કાતિલ ઠંડીમાં એક ભિખારણ પોતાના એક બાળકને લઈ વિદ્યાસાગરની માતા પાસે આવી. એના બાળક પર એક ફાટેલા ચીંથરા સિવાય અન્ય કોઈ વસ્ત્ર નહોતું અને એ બાઈને જ્યાં સાદા કપડાનાં પણ ફાંફા હોય ત્યાં ગરમ કપડાંની તો વાત જ શી કરવી?
ભિખારણે વિદ્યાસાગરની માતાને આંસુભરી આંખે કહ્યું, “મા, એકાદ ગરમ વસ્ત્ર મળી જાય તો મારા આ નાના બાળકની ઠંડીથી રક્ષા થાય.'' વિદ્યાસાગરની માતા આ કંગાળ બાઈના બાળકને ઠંડીમાં ધ્રુજતું જોઈ લાગણીવશ બન્યા. તેમણે જરા પણ વિચાર કર્યા વિના પોતાના શરીરે જે ગરમ ધાબળો ઓઢયો હતો તે ઉતારીને પેલી બાઈના હાથમાં મૂકયો અને કહ્યું, “બહેન,બાળકને આ ધાબળો ઓઢાડજો !''
જીવન મંગલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org