________________
અક
ગુલાબ
ગુલાબને કાંટા લાગ્યા છે, કમળને કાદવ ચોંટ્યો છે, ચંદનને સાપ વીંટળાયા છે અને માનવ દુ:ખથી ઘેરાયેલો છે. માનવ દુઃખથી રડે છે, દુઃખ માટે ફરિયાદ કરે છે, દુઃખથી તે વિચલિત બની જાય છે. પણ ગુલાબ કાંટા વચ્ચે હસે છે. કમળ કાદવ વચ્ચે પણ હરખાય છે. ચંદને સાપની ભીંસમાં પણ સ્મિત વેરે છે. આ ત્રણેય પ્રતિકૂળ સંજોગોમાં પણ સુવાસ રેલાવે છે. માનવી એક એવો છે કે જે દુ:ખના રોદણાં રડે છે !
ગુલાબ કહે છે, “હું કાંટા પ્રત્યે ધ્યાન જ નથી આપતું. મારું કામ સુવાસ ફેલાવવાનું છે.”
આથી જ માનવી ગુલાબને ચૂંટે છે, કાંટાને નહીં. આથી જ માનવી કાદવ તો ચૂંથે છે, પણ ચૂંટે છે તો કમળ જ. આથી જ માનવી સાપના ઝેરને ભેગું નથી કરતો, તે ચંદનના કાષ્ઠ જ એકઠાં કરે છે.
ફૂલો સુવાસ રેલાવે છે. ફૂલો સદાય પ્રસન્ન રહે છે. ફૂલો માનવીને કહે છે, “તમે તમારા હૈયાને સંયમની સુવાસથી સભર રાખો. તમારા જીવનમાં સુખ હોય કે દુ:ખ, સદાય હસતા રહો. ન દુઃખોના રોદણાં રડો, ન સુખોના બણગાં ફૂંકો. અમે જાણીએ છીએ કે અમારે સાંજે કરમાઈ જવાનું છે. તમે પણ જાણો કે તમારે એક દિવસ મરી જવાનું છે. તો જીવનના અંતિમ શ્વાસ સુધી એવું જીવો કે તમારા જીવનથી સૌ મહેકી ઊઠે.
૪ આચાર્યશ્રી પદ્મસાગરસૂરિશ્વરજી
కంకం కంటే రెండంతం
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org