________________
( અપૂર્વ દેશપ્રેમી નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈંગ્લેન્ડમાં આઈ. સી.એસ.માં પાસ થઈને ભારત પાછા ફર્યા ત્યારે તેમણે એક લેખિત પરીક્ષા આપવી પડી. - પ્રશ્નપત્રમાં એક પ્રશ્ન વાંચતાં જ સુભાષચંદ્ર બોઝનું મોટું રોષથી લાલઘૂમ બની ગયું.
એ પ્રશ્નમાં એક અંગ્રેજી પરિચ્છેદનું વિદ્યાર્થીઓએ પોતપોતાની માતૃભાષામાં ભાષાંતર કરવાનું હતું. પરિચ્છેદમાં એક વાક્ય આ પ્રમાણે હતું: “ઇન્ડિયન સોલ્જર્સ આર જનરલી ડિસઓનેસ્ટ' અર્થાત્ “હિંદી સૈનિકો સામાન્યતયા બેઈમાન હોય છે.'
આ પ્રશ્ન વાંચતાં જ સુભાષબાબુ ઊભા થઈ ગયા અને નિરીક્ષકને પોતાની પાસે બોલાવીને કહ્યું, “મહેરબાની કરીને આ પ્રશ્ન કાઢી નાખો.”
તો તેમને જવાબ મળ્યો, “જરૂરરૂપે જ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, જેને કાઢી ન શકાય. તમે જો એ પ્રશ્નનો ઉત્તર નહિ લખો તો આવી મોટી નોકરી તમને મળશે નહિ.”
આ સાંભળતાં જ સુભાષચંદ્ર બોઝ મનમાં સમસમી ઊઠયા! તેમણે એક પળનો પણ વિલંબ કર્યા વિના પ્રશ્નપત્ર ફાડી નાખ્યું અને કહ્યું, “આ પડી રહી તમારી નોકરી! પોતાની માતૃભૂમિના લોકો પર કલંક મૂકવા કરતાં ભૂખે મરવું બહેતર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org