________________
હોય છે. પહેલાના વખતમાં ગામમાં કોઈ ગુજરી જાય ત્યારે બહેનો કાળી સાડી પહેરી, ચોકમાં જઈને છાતી ફૂટી ફૂટીને રડે અને ગાતા જાય - “મધરાતે મરઘડો બોલશે.........હાય પરોણા, હાય હાય !” - નાના હતા ત્યારે આ સાંભળેલું. ત્યારે પરોણાનો અર્થ એક મોટી ઉંમરવાળાને પૂછળ્યો તો એમણે કહ્યું, “બેસ, તને સમજ ન પડે.” આજે એમ લાગે છે કે ખરેખર એ ભાઈ પણ એનો અર્થ જાણતા નહીં હોય. પરોણા એટલે મહેમાન. આપણે આ દુનિયામાં(શરીરમાં) થોડા વર્ષોના મહેમાન છીએ એટલે એ સમય પૂરો થતાં શરીર છોડીને જવું પડશે એમ વિચારીએ તો બહુ દુઃખ નહીં થાય.
ટૂંકમાં, મહેમાનગીરી થોડા સમય માટે જ હોય છે. મૂળ વાત પર આવીએ. પેલી બહેનો છાતી ફૂટી ફૂટીને ગાય. એક બહેન તદ્દન નાની ઉંમરના હતા. એમના સાસુ ગુજરી ગયેલાં એટલે એમને આવવું પડેલું. ઘેર જઈને છાતીમાં દુખાવો થયો એટલે પડોશવાળા કાકીને કહ્યું, “કાકી તમને છાતીમાં નથી દુખતું?” કાકીએ પૂછ્યું, “કેવી રીતે કૂટતી હતી?” તો એણે કહ્યું, “બે હાથ છાતીએ જોરથી ટીચાવીને.” કાકીએ કહ્યું, “ગાંડી, એવી રીતે તે કૂટાતું હશે ? જો આમ બે હાથ એકબીજાને ટીચાય, પણ છાતીથી અધ્ધર રખાય, સમજી!” કૂટવાની આ કળાથી પેલી નાની ઉંમરના બહેન તદ્દન અજાણ હતા.
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org