Page #1
--------------------------------------------------------------------------
________________
-
= =
0
25
25 ૬ (
ભાવનગર દશાશ્રીમાળી છે મોટી જ્ઞાતિએ પસાર કરેલો
સ્થાનિક ધારો.
પ્રસિદ્ધ કરનાર,
શ્રી દશાશ્રીમાળી મોટી જ્ઞાતિ,
ભાવનગર
OLEME
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
A
cooooo
peoutonomouse over
શ્રી
ભાવનગર દશાશ્રીમાળી મોટી જ્ઞાતિએ પસાર કરેલો
સ્થાનિક ધારો 23
જ્ઞાતિએ નીમેલી કમીટીને સીરીરામ | કાચો ખરા જ્ઞાતિની જનરલ મીટીંગમાં ૧૯૮૬ આ ના કારતક સુદિ ૧૧ સુધીમાં વાંચી સુધારી X જ્ઞાતિએ આ ધારે પસાર કરેલ છે. સદરહુ ધારે સં. ૧૯૮૬ ના કારતક સુદ ૧૫ થી અમલમાં આવશે.
પ્રસિદ્ધ કરનાર, શ્રી દશાશ્રીમાળી મોટી જ્ઞાતિ, | -
ભાવનગર. કિંમત રૂા. ૯-૧-૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના,
વાસ્તવિક રીતે આ ધારાને પ્રસ્તાવનાની જરૂર નથી તેમ છતાં કેવા સંજોગોમાં આ ધારો પસાર કરવામાં આવ્યો છે તે જણાવવાનું આવશ્યક છે. આ ધારો પસાર કરવા માટે જે પ્રેરકબળ હતાં, તેમાંનું એક તે લગભગ કંઈપણ સુધારો આવશ્યક છે એવી દરેકની આંતરિક ઇચ્છા રૂપે હતું; પોતે જાતે સુધારો કરવાને સમર્થ હોય કે ન હોય પણ અં. દરની ઇચ્છા તે ખરી કે કંઈક સુધારો થાય તો સારું. આવી આતરિક ઈચ્છાને વ્યક્ત થતાં બીજાઓથી સહાનુભૂતિ મળતાં એક કમીટીને
મા કામ સંપવામાં આવ્યું હતું, આ કમીટીએ દરેક બાબતને વિચાર, કરી કાચ ખરડે પ્રસિદ્ધ કર્યો હતો. ત્યારબાદ કેટલીક બેઠકે થયા બાદ આ ખરડે ધારારૂપે પસાર થાય છે, આ વર્ષે વર્ષે સમય બદલાતું જાય છે, જે બનાવ બનવા માટે અગાઉ દસ વર્ષો જોઇતા હતા તે બનાવ આજ એક વર્ષમાં બની રહ્યો છે. પ્રગતિ જેસભેર થઈ રહી છે. જ્યાં ત્યાં જાગૃતિના નિશાન જોવામાં આવે છે. દરેક જગ્યાએ ઉંઘમાંથી ઉઠવાના પ્રયત્ન થઈ રહ્યા છે. અનેક જગ્યાએ
ના કાયદાના બંધન વિચારશીલ પુરૂષોને સાલી રહ્યાં છે. કેટલીક જગ્યાએ શુદ્ધ બુદ્ધિથી અગર બીજી રીતે તેનું છડેચેક ઉલ્લંધન થઇ રહ્યું છે, અને વિચારશીલ સમાજ તે દેખી વધારે મુંઝાઈ રહ્યો છે. એવીજ રીતે આપણી જ્ઞાતિમાં એક તરફથી કુસંપના કાળા વાદળા જ્ઞાતિને અધિકારથી ઘેરી રહ્યા છે ત્યારે બીજી તરફથી વીસ વીસ વર્ષ પહેલાં વડાથેલ કાયદા અને નિયમો કેટલાકને અકારા થઈ પડ્યા છે. કન્યાવિય એક યા બીજા સ્વરૂપે વધતા જાય છે. દેખાદેખીથી ગરીબને તથા શ્રીમતેને ઘણુ તણાવું પડયું છે. બેટા ભેજનમાં વ્યર્થ ધનવ્યય થઈ રવો છે. આવાં આવાં સંજોગે આ ધારો પસાર કરવાને પ્રેરક નીવડયાં છે. આ ધારાને મુખ્ય હેતુ જુના ધારાને સુધારી વધારી ચાલુ સ્થિતિને
ફળ બનાવી, બને તેટલો વધારે ઉપયોગી, બને તેટલું વધારે વ્યવહારિક અને બને તેટલું સચોટ રીતે વર્તનમાં મુકી શકાય તે કરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
વાને છે. આ ધારે એક યા અમુક વ્યકિતના બળથી જ કે અમુક શિક્ષાના ભયથી જ અમલમાં મુકી શકાય નહીં તે દેખીતું છે. સહાનુભૂતિવાળો મુરબ્બો વર્ગ અને આગળ ધપવાની ઇચ્છાવાળો યુવાન વર્ગ આ ધારાને સહકાર આપે અને તે પાળવે જ છે એમ પોતાના મનમાં સ્વેચ્છાથી જ નિશ્ચય કરે તે જ ધારાને સંપૂર્ણ અમલ થઈ શકે તેમ છે. અને સમાજના હીત ખાતર–સમગ્ર જ્ઞાતિના હીત ખાતર કાઈ પણ જ્ઞાતિજનની પ્રથમ ફરજ છે કે તેમણે આ રીતે જ વર્તવું. ધારામાંની કેટલીક કલમે હજુપણ કાઢી નાંખવા જેવી હેવા છતાં અને બીજી નવી ઉમેરવાની જરૂરીયાત હોવા છતાં સમગ્ર જ્ઞાતિ તે માટે તૈયાર નહિ હોવાથી તે બાબત કશો ફેરફાર કરવામાં આવ્યો નથી. દાખલા તરીકે કન્યાવિક્ય જેવું નીંવ કાર્ય કઇ હોય શકે નહિં. છતાં સ્વાર્થવૃત્તિને લીધે છુપીરીતે તેવું કાર્ય થાય છે. આવું નિષ કાર્ય કાયદાથી અટકાવવું હાલના સંજોગોમાં મુશ્કેલ માલુમ પડયું છે તેમ જ જ્ઞાતિ પણ તે માટે તૈયાર માલુમ પડી નથી. જેથી તે સદંતર બંધ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો નથી. પરંતુ એટલું તો ઠરાવવામાં આવ્યું છે કે અવેજ સંબંધી તકરાર જ્ઞાતિ સાંભળી તેવા પાપકર્મમાં પોતાને હીસ્સો આપશે નહિ. વેવિશાળની વયમર્યાદા, ઘરેણું, લગ્ન, હરખજમણે વરણું, આણું, શ્રીમંત, ઘીયાણું, કારજ વિગેરે બાબતમાં યોગ્ય સુધારો કરી હાલ તુરત માટે અમૂક સાદું જ બંધન મુકવામાં આવ્યું છે. આ ધારે જે રીતે પસાર થાય છે તે રીતે પણ પૂર્ણ સંતોષકારક નથી તેમ છતાંયે બીજા પગલા તરીકે તેવી રીતે પસાર કરવાનું હાલના સંજોગમાં યોગ્ય માલુમ પાયું છે. આશા છે કે સર્વે સુજ્ઞ જ્ઞાતિભાઈઓ આ ધારે વધાવી લઇ તે પ્રમાણે વર્તી જ્ઞાતિનું ગૌરવ વધારશે. આ ખરડો ઘડવામાં તથા ધારારૂપે પસાર કરવામાં જે જે ભાઈઓએ સેવાવૃત્તિથી સમયને ભેગ આપી જ્ઞાતિસેવા બજાવી છે તે બદલ તે ભાઈઓને આભાર માનવામાં આવે છે. સ્થાનકવાસી ભાઈઓ આ ધારાને અનુમોદન આપશે એવી આશા છે.
શ્રી દશાશ્રીમાળી મટી જ્ઞાતિ,
ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ઘડાયેલા ધારાને લગતા નિયમો.
૧ મહા વ્યાધી અને નપુંસકપણુના સંબંધમાં જ્ઞાતિ એકી. સંખ્યાના દાકતર મુકરર કરશે, અને તેમના તરફથી મળેલા સરટીફીકેટના વધારે સંખ્યાના મતને અનુસરી નકી કરશે. આવી બાબતમાં જે જે ખરચ જ્ઞાતિને કર પડશે, તે ખરચ પેટે રૂા. (૨૫) ડીપોઝીટ રકમ જ્ઞાતિની દાદ માગનાર પાસેથી
પહેલાં લેવામાં આવશે. ૨ જ્ઞાતિનું કામ કરવા જતાં પક્ષકારે પૈકી જે સભાસદને કઈ શમ્સથી હાની થયેલ હશે તે સભાસદને જ્ઞાતિ પુરતી મદદ
આપશે, અને સદરહુ શમ્સને ઘટતી શિક્ષા કરશે. ૩ આ ધારામાં સમાવેશ ન થયો હોય તેવા ગુન્હા બન્યા
હોય અથવા કાંઈ તાત્કાલિક પગલાં ભરવાની જરૂર જણાય તેવે પ્રસંગે જ્ઞાતિ જે કરે તે કરવાની તેને પૂર્ણ સત્તા છે. ૪ જ્ઞાતિને આશ્રય નહિ લેતાં પક્ષકારે દરબારશ્રીના કે સર
કારના ધારાને લાભ લેવા કેટે ચડે તે જ્ઞાતિ તે બાબત પ્રતિબંધ કરશે નહિ, પરંતુ કઈ પણ પક્ષકારે એવી વર્તશુંક અખ્તયાર કરેલ હોય કે જેથી જ્ઞાતિના નોક અને ટેકને હાની પહોંચવાનો સંભવ હોય કે તે સંભવ ઉત્પન્ન થાય,
ત્યારે જ્ઞાતિને યોગ્ય લાગે તેવાં પગલાં જ્ઞાતિ લઈ શકશે. ૫ જ્ઞાતિમાં ચાલતું કામ ખલાસ થયેથી અને પક્ષકારો તરફથી વધારે કહેવાનું બાકી રહ્યું નથી એમ જ્યારે જ્ઞાતિને લાગશે ત્યારે સર્વ હાજર થયેલા મેંબરેએ તે ફરિયાદ અથવા હકીકત ઉપર વિવેચન ચલાવવું અને સર્વે સભા
સદેએ પિતાનું કહેવું ખતમ કરેલ છે એમ જ્યારે જ્ઞાતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
લાગે ત્યારે મત લેવાનું કામ શરૂ કરવું અને બહુ મતે જે
પરિણામ આવે તે માન્ય રાખવું ૬ સ સમક્ષ મત આપવામાં અન્યાયનો સંભવ છે એમ
જ્યારે જણાય ત્યારે ફક્ત હા કે ના શબ્દો વાલી ચીઠી જ્ઞાતિ સમક્ષ સભાસદાએ લખીને, રાખેલી પેટીમાં નાંખવી, અને પરિણામ જ્ઞાતિ સમક્ષ જાહેર કરવું અને પક્ષકારોને તે મુજબને ઠરાવ જણાવી આપ સરખા મત થતા હોય તે
ફરી વિવેચન કરવું અને જે પરિણામ આવે તે જાહેર કરવું. ૭ જ્ઞાતિ તરફથી જે જે ઠરાવ ઉપર મુજબ થાય. તેનું પ્રેસીડીંગ જ્ઞાતિના વહીવટ કરનાર તરિકે જે સેક્રેટરી અથવા સત્તાધિકારી હોય તેણે જ્ઞાતિની પ્રેસીડીંગ બુકમાં લખવું,
તથા તે જ્ઞાતિને વાંચી સંભળાવવું. ૮ કઈ શખ્સ નીચ વર્ણ સાથે સેલાઈને વટલાયાથી, જ્ઞાતિભ્રષ્ટ
થયેલ હશે તેને જ્ઞાતિ, ધમોનુસાર, પ્રાયશ્ચિત કરવાની આજ્ઞા આપશે, અને એ ક્રિયા સદરહુ શસ્તે કરેલ છે એવી જ્યારે જ્ઞાતિને ખાત્રી થાશે, ત્યારે જ્ઞાતિ, તેની સાથે જ્ઞાતિ
વ્યવહાર કરવાની છુટ મુકશે. ૯ પક્ષકાએ જ્ઞાતિના ધારા મુજબ જ્ઞાતિ પાસે દાદ માગેલા
હશે તેમ છતાં જ્ઞાતિએ છ માસની અંદર તેને દાદ નહિ આપતાં કાંઈ પણ ઠરાવ નહિ કર્યો હોય તથા દાદ ચાહનારને કાંઈ જવાબ નહિ આપે હય ત્યારે દાદ ચાહનારે. પક્ષકારેએ જાણે પિતાની માગણી પ્રમાણે દાદ મળી હોય
એમ માનીને, જ્ઞાતિના ધારા પ્રમાણે વર્તવું. ૧૦ આપણી જ્ઞાતિના પરજીલ્લાવાળા આપણું હદમાં આવીને
વસેલાં હશે અને પાંચ વર્ષ સુધી જ્ઞાતિના ધારા પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
વર્તન રાખીને જ્ઞાતિના લાગા ભર્યા હશે તો તેવા પર જીલ્લાના જ્ઞાતિબંધુને આપણી જ્ઞાતિના ધારાને લાભ મળશે, પરંતુ આપણી જ્ઞાતિના પરછલ્લાવાળાએ વેશવાળને લાગે જ્ઞાતિના વહીવટ કરનારને ભયથી કાંઈ તે જ્ઞાતિના લાભ મેળવવાને હકદાર ગણાશે નહિ. પણ લગ્ન થતાં સુધીમાં જ્ઞાતિ ગમે તે વખતે તેઓ સ્વજ્ઞાતિ બંધુઓના હક ભગવ
વાને લાયક છે કે નહિ, તે નક્કી કરી શકશે. ૧૧ જે ધારા ઘડ્યા છે તે ધારાને ભંગ કરવાથી કેવી શિક્ષાને
ગુન્હેગાર પાત્ર છે એવું સ્પષ્ટ જ્યાં નહિ દર્શાવેલ હોય, ત્યાં જ્ઞાતિને યેગ્ય લાગે તેવી શિક્ષા કરવાની સત્તા છે અને ગુન્હેગાર જે જ્ઞાતિના ઠરાવ્યા મુજબ વર્તશે નહીં તે જ્ઞાતિ તેવાં ગુન્હેગાર સાથેને જ્ઞાતિ વ્યવહાર બંધ કરશે અને તેને જ્ઞાતિમાં ફરીથી દાખલ કરવા માટે પોતાને વાજબી લાગે
તે ઠરાવ કરશે. ૧૨ આ ધારામાં ભરણ પોષણ માટે અથવા બીજા તેવા હકે
માટે જે જે નિયમે જ્ઞાતિએ ઠરાવેલ છે તે નિયમમાં ફરમાવ્યા કરતાં કાંઈ વધુ લાભ, દરબારશ્રી અથવા સરકારશ્રીની અદાલતે મારફતે મળી શકતાં હોય છે, તેને લાલ
લેવાને જ્ઞાતિ તેવાં પક્ષકારોને છુટ આપે છે. ૧૩ આ ધારો બાંધવાની નેમ જ્ઞાતિરિવાજ એકસ ઠરાવ
વાને છે; પરંતુ જ્ઞાતિએ, ધારો બાંધતી વખતે દરબારશ્રી કે સરકારશ્રીના કાયદાને લાભ મળતો હોય, તે અટકાવવાની નેમ બીલકુલ રાખેલ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ભાવનગર દશાશ્રીમાળી મોટી જ્ઞાતિએ
પસાર કરેલો સ્થાનિક ધારશે.
૧ આ ધારે શ્રી ભાવનગર દશાશ્રીમાળી વાણીયાની જ્ઞાતિને
ધારો કહે. ૨ આ ધારે સં. ૧૯૮૬ ના કારતક સુદ ૧૫ થી અમલમાં
આવશે. ૩ આ ધારામાં નીચે જણાવેલ શબ્દોના અર્થ નીચે મુજબ
કરવા. ૧ “જ્ઞાતિ” આપણા ઘેળના દશાશ્રીમાળી જે જે ગામમાં
વસતા હોય તેવા દશાશ્રીમાળીની બનેલી આખી જ્ઞાતિ. a “શખ” એટલે સ્ત્રી અથવા પુરૂષ એ બને અથવા બેમાંથી એક, એકવચન તથા અનેકવચન બંનેમાં
વાપરેલ છે. જ “વરવાળા' એટલે વર અથવા તેને વાલી તરીકે જે હા
ભોગવતા હોય તે સઘળાં. જ “કન્યાવાળા' એટલે કન્યા ઉપર વાલીપણાને હા
જોગવતા હોય તે સઘળાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
( ૮ ) અવેજ” એટલે કન્યાવાળા તરફથી ખાવાના રૂપીઆ લેવામાં આવે છે તે. છે “સવેલી” એટલે જે કન્યાનું વેશવાળ એક વરની સાથે થયેલ હોય અને જ્ઞાતિએ તે વેશવાળ તોડવાની સંમતિ આપેલી ન હોય તે છતાં જે કન્યાનું લગ્ન બીજા વર
સાથે થાય તે. જ “પરછલ્લા” એટલે જે ગામ કે શહેરમાં આપણે કન્યા
આપવાને પ્રતિબંધ કરેલ છે, તે ગામ કે શહેર અથવા
તેવા ગામ કે શહેરના દશાશ્રીમાળી જ્ઞાતિના શખ્સો. જ “તાલુકે ” એટલે ગોહિલવાડ વિગેરે પ્રાંતના મુખ્ય શહેર
યા ગામ જેની હકુમત નીચે પ્રથમના ધારાના અંતમાં બતાવેલાં ગામ છે તે. 2 “ઘળ” એટલે જે જે મહાલે અને શહેરે આ ધારાને અમલ કરવાને બંધાયેલા છે તે.
=== = == પ્રકરણું ૧ લું
કન્યા લેવા દેવાના વ્યવહાર બાબત. ૪ આપણે કન્યા દેવા લેવાને વ્યવહાર કાઠીયાવાડ ઈલાકાની
અંદર જેઓ આપણા તાલુકા અથવા ઘોળની અંદરનાં ગામમાં કન્યા આપતા હોય તેવા, તથા ખુદ આપણુ તાલુકાના રહીશો જેઓ ધંધા અર્થે બહાર દેશાવર જેવા કે
મુંબઈ, ઉરણ વિગેરે સ્થળે રહેતા હોય પણું જેઓને દીકરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
લેવા દેવાનો વ્યવહાર આપણા પ્રગણ સાથે ચાલતા હાય. તેવાં સર્વ દશાશ્રીમાળી સાથે રાખ. ૫ કઈ પણ શમ્સ પિતાની કન્યા પરછલામાંના કોઈ પણ દશાશ્રીમાળી વાણીયાને આપે તે તેને પાંચ વર્ષ સુધી
જ્ઞાતિ બહાર રાખવો અને રૂા. ૫૦૧) દંડના લેવા. ૬ કઈ પણ શમ્સ પોતાની કન્યાને પરજ્ઞાતિમાં આપે તે તેને
જન્મપર્યત જ્ઞાતિ બહારની શિક્ષા કરવી. ૭. કઈ પણ શમ્સ ૪૫ વર્ષ કરતાં વધારે ઉંમરના પુરૂષને
પોતાની કન્યા આપવી નહીં તેમ તેવા પુરૂષે કોઈ કન્યા લેવી નહીં. તેમ છતાં જો કોઈ તેવા પુરૂષને કન્યા દેશે કે તે પુરૂષ કન્યા લેશે, તે બંને શખ્સને વધારેમાં વધારે છ માસ સુધી જ્ઞાતિબહારની શિક્ષા કરવામાં આવશે. તેમજ દરેક પાસેથી રૂા. ૫૦૧) દંડના લેવામાં આવશે. અને તેવી ઉમરના વરે ૨૦૦૧) પલ્લાના મૂકવા પડશે. પરજીલ્લામાંથી કદાપિ તેવી ઉમરવાળે વર, કન્યા લાવશે, તે પણ ઉપર મુજબ શિક્ષાને પાત્ર થશે. અને તેણે ઉપર મુજબ
પહેલાંની રકમ મૂકવી પડશે. ૮ પરછલામાં જે કન્યા અપાય છે, તે બાબતની સર્વે નેખ
મદારી કન્યાવાળાને શીર છે. એટલે તે વર ખરેખર દશાશ્રીમાળી છે એ ખાત્રી કન્યાવાળાએજ કરવાની છે. છતાં જે જ્ઞાતિને દંડ ભરાયા પછી માલુમ પડશે કે તે વર દશાશ્રીમાળી નથી અને તે બાબતની ખાત્રી મેળવવામાં કન્યાવાળાની કસુર છે, તે એક વખત દંડ લીધાં છતાં જ્ઞાતિ કન્યાંવાળાને તેની કસુર માટે બીજી વધારે શિક્ષા ગુન્હાના પ્રમાણમાં કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ નું
વેશવાળ બાબત. ૯ કન્યાની ઉમર ઓછામાં ઓછી પાંચ વર્ષની અને વરની
ઉમર ઓછામાં ઓછી દશ વર્ષની પૂરી થયા પછી વેશવાળ કરવું અને વર કન્યા વચ્ચે ઓછામાં ઓછા ચાર વર્ષને તફાવત રાખો . આ કલમ વિરૂદ્ધ વર્તનારને રૂ. ૫) દંડ કરવામાં આવશે. આ ધારો અમલમાં આવ્યા પહેલાં થયેલ વેવિશાળ માટે લગ્ન વખતે ફકત કન્યાની ઉમરજ જોવામાં
આવશે. તફાવત કે વરની ઉમર જોવામાં આવશે નહિ. ૧૦ દરેક વેવિશાળ કર્યાના બોલ બેલ્યા બાદ તે બાબતને નોંધ
જ્ઞાતિના ચેપડામાં કન્યા તથા વરવાળા બંનેએ મળીને કરાવ. તેમાં બેલ બોલ્યાની તારીખ, વરકન્યાની ઉમર અને પલાં સંબંધને જે ઠરાવ કર્યો હોય તે હકીક્ત લખાવવી.
ઉપર મુજબને નોંધ વેશવાળ કર્યાની તારીખથી વધારેમાં વધારે એક માસની અંદર જ્ઞાતિ પીને રૂા. ૧) ભરી અવશ્ય કરાવે. એક માસની મુદતમાં નેધ નહીં કરાવ્યા હોય તો તેની પાસેથી પાછળથી લગ્ન થતાં સુધીમાં ડબલ એટલે બે રૂા. ફીના લેવામાં આવશે. અને તે નેંધ વરવાળાના તડમાં કરાવે.
વરકન્યા જુદા જુદા ગામના હોય તે બન્નેએ પિતપિતાના ગામમાં ઠરાવેલી ફી ભરીને બને ગામની જ્ઞાતિના ચોપડામાં ઉપર પ્રમાણેને નેંધ કરાવો. વરકન્યા એકજ ગામના હોય, તે બંને જગ્યાએ બેંધાવવાની ફરજ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) ૧૧ ઉપરની કલમમાં ઠરાવ્યા પ્રમાણે વેશવાળને નેધ જ્ઞાતિને
પડે કરાવ્યું નહીં હોય અને લગ્ન થતાં સુધીમાં પક્ષકાર પૈકી કેઈને સદરહુ વેશવાળ સંબંધી જ્ઞાતિમાં ફરીયાદ કરવી હશે, તે રૂ. ૨) ફરીયાદ કરનાર પાસેથી વસુલ લઈ,
પછી જ્ઞાતિ ફરીયાદ સાંભળશે. ૧૨ જ વેશવાળ કરતી વખતે ઓછામાં ઓછા રૂ. ૩૦૧) વર
કન્યાના નામથી પલ્લાનાં મંડાવવાની જ્ઞાતિ ભલામણ
કરે છે. જ વેશવાળથી લગ્ન લખ્યા પહેલા વધારેમાં વધારે રૂા.
પ૦૦) સુધીનું ઘરેણું કરવું. જે તે પ્રમાણે નહીં કર્યું હેય તે, કન્યાવાળાની અરજ આથી જ્ઞાતિ, વરવાળાને તેમ કરવાની ફરજ પાડશે અને જે તે તેમ નહીં કરે તે જ્ઞાતિ એગ્ય કરશે. વધારે ઘરેણું કરનાર અને
લેનાર બન્નેને રૂા. ૧૦૧) સુધી દંડ કરવામાં આવશે. • ૧૩ વેશવાળનાં લુગડાં વધારેમાં વધારે રૂા. ૬૦) ની કિંમતનાં
નીચે મુજબ કરવાં. ૧ ઘાઘરો, ૧ પિોલકું, ૧ ઓઢણું, ૧ કસુંબ, સાકર શેર પા તથા રૂા. ૧) રોકડે એ પ્રમાણે આપવું. તે સિવાય બીજું કાંઈ મુકવું નહિં. કન્યાવાળાએ સાકરની થાળીમાં થોડી સાકર પાછી મૂકવી. એ પ્રમાણે લુગડાં ક્યથી લગ્ન વખતે મોટાં લુગડાં માગવાને હક કન્યાવાળાને રહેશે નહિં. કલમને ભંગ કરનાર દરેકને રૂ. ૫૧) સુધી દંડ કરવામાં આવશે. વરવાળા પરગામના
હોય તે એકલા કન્યાવાળાને તેટલો દંડ કરવામાં આવશે. ૧૪ હુતાશની અને દશેરાના પહેલા પ વખતે વરવાળાએ
સાકર શેર પા તથા સુતરાઉ કપડું એક આપવાં. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) થાળીમાં કન્યાવાળાએ થોડી સાકર પાછી મૂકવી અને ત્યારપછી, બીજા હુતાશની તથા દશેરાના પર્વ ઉપર સાકર શેરપુરા આપવી. અને થાળીમાં કન્યાવાળાએ થોડી સાકર પાછી મૂકવી. આ સિવાય હારડે, સુખડી, મેવો કે ફાફડા કાંઈ મૂકવું નહિં. અને તે સિવાયના બીજા પર્વે કાંઈ આપવું નહિં. આથી વધારે લેનાર દેનાર બનેને રૂપિયા
એક દંડ કરવામાં આવશે. ૧૫ પ્રત્યેક દશેરાને પર્વે સાકરની સાથે એક સુતરાઉ કપડું
આપવું. કલમનો ભંગ કરનારને રૂપિયા એક દંડ કરવામાં
આવશે. ૧૬ વેશવાળના બેલ વખતે સાકર વહેંચવાનો રિવાજ બંધ
કરવામાં આવે છે. જે વહેચશે તેને પાંચ રૂા. દંડ કરવામાં
આવશે. ૧૭ વેશવાળનું શ્રીફળ લઇ જનારે શ્રીફળ સાથે રૂા. ૧) એક
આપવા અને વરવાળાએ તેને શીખના બે રૂા. આપવા. સાકર વહેંચવી નહિં. કલમને ભંગ કરનારને રૂા. પાંચ
સુધી દંડ કરવામાં આવશે. ૧૮ ઘરેણું, લુગડાં ચડાવતી વખતે કન્યાના હાથમાં રૂા. ૪)
આપવા. અને ઘરેણાં લુગડાં ચડાવવા આવનારને કન્યાવાળાએ શીખના રૂા. ૨) આપવા.
પરંતુ શ્રીફળ આપવાના દિવસે કે ઘરેણું લુગડાં ચડાવવાને દિવસે એટલે બેમાંથી એક વખતે આમને સામને દસ છોકરાંઓને એક ટંક જમાડવાં. તે પ્રસંગે વરના હાથમાં કન્યાવાળાએ રૂા. ૨) બે આપવા. અને કન્યાના હાથમાં વરવાળાએ રૂ. ૪) ચાર આપવા. બાકીના સર્વે છોકરાંઓને
એકસરખી રીતે શ્રીફળને એક આને આપો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૩ ) ૧૯ પરગામથી શ્રાફળ લઈ આવનારને તથા ઘરેણું લુગડાં લઈ
આવનારને ઘરધણુએ સાત રંક રાખવા, અને તેની સાથે
ગામવાળા આવે તે તને એક ટંક રાખવા. ૨૦ મેં જેવાને રિવાજ બંધ કરવામાં આવે છે. એટલે કે
મેં જેણું કરીને વેવાઈને પહેરામણું કરવાને તથા આમન સામન માણસ જમાડવાને જે રિવાજ છે, તે બંધ કરવામાં આવે છે. જે પહેરામણી કરશે કે લેશે તે બન્નેને રૂા. ૫૧)
દડ કરવામાં આવશે. ૨૧ અડચણના કારણથી શ્રીફળ આપવાનું કે ઘરેણું લુગડાં
ચડાવવાનું મુલતવી રહ્યું હોય તો, અને દરમીયાનમાં વરકન્યાને જતા આવતા કરવા હોય તે પહેલે પ્રસંગે વરવાળાએ કન્યાને જમાડીને સુતરાઉ ચુંદડી એક, સાકર શેર ર તથા રૂા. ૧) આપ અને કન્યાવાળાએ વરને પણ રૂા. ૧) આપ.
પ્રકરણ ૩ જુ.
(એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરવા બાબત). ૨૨ કેઈપણ પુરૂષ એક ઉપર બીજી સ્ત્રી ન કરે તે ઈષ્ટ છે. પરંતુ
પહેલી સ્ત્રીને દીકરે ન હોય તેમજ બીજું ખાસ કારણ હોય અને બીજી કરવી હોય તે પ્રથમની સ્ત્રીના પરણેતરને પુરા દશ વર્ષ વિત્યા બાદ અને પ્રથમની આરતના હિત ખાતર તેની ખેરાકી પિશાકી માટે ઓછામાં ઓછા રૂા. ૩૦૦૦) ની પલ્લાની ગોઠવણ કરી આપ્યા પછી જ તે શખ્સ બીજી
વખત વેશવાળ કરી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) પલ્લાના રૂા. ૩૦૦૦) માંથી પ્રથમની આરતની ઈચછા હોય તે રૂા. પ૦૦) સુધીનું ઘરેણું તેની પાસે રહેવા દઈ બાકીના રૂા. ૨૫૦૦) મજકુર આરતને નામે વ્યાજે મુકવા.
પ્રથમની સ્ત્રીને દીકરી હોય તે અને તે મા ભેગી રહેતી હોય તે કમતીમાં કમતી રૂા. ૧૦૦૦) દરેક દીકરી દીઠ વધારે પલ્લાનાં મુકવા પડશે.
પ્રથમની ઓરત જે ધણી ભેગી રહે તે વ્યાજ ધણું લઈ શકશે. સદરહુ ઓરત જુદી રહેતો વ્યાજ બાઈ તે લઈ શકશે.
અપવાદ:–કોઈ સબળ કારણ વરવાળા તરફથી બતાવવામાં આવશે અને જ્ઞાતિને વ્યાજબી લાગશે તે ઉપર મુજબની ગોઠવણુ વરવાળાએ કરેલ છે એમ જ્ઞાતિને ખાત્રી થશે, તે જ્ઞાતિ તેવા શખ્સને દશ વર્ષની અંદર પણ બીજી સ્ત્રી કરવાની પરવાનગી આપશે.
ઉપર પ્રમાણેની વ્યવસ્થા જે નહિ કરશે તેને જ્ઞાતિ યેગ્ય સજા કરશે. અને ઉપર મુજબને બંદેબસ્ત કરવાની જ્ઞાતિ વરવાળાને ફરજ પાડશે.
પરંતુ જ્ઞાતિની રજા મેળવ્યા વગર, પહેલા પરણેતરને દશ વર્ષ પૂરાં થયાં અગાઉ જે શખ્સ બીજી સ્ત્રી કરશે તેની પાસેથી દંડના રૂા. ૫૦૧) લેવામાં આવશે તથા આ ધારા પ્રમાણે પહેલી સ્ત્રીના ભરણપોષણ માટેની ગોઠવણ કરવાની તેને ફરજ પાડશે. અગર જે ઉપર પ્રમાણે જ્ઞાતિએ ઠરાવેલ દંડ મજકુર શમ્સ નહીં આપે તે પ્રથમની સ્ત્રીને બંદોબસ્ત નહીં કરે તે તેની સાથે જ્ઞાતિવ્યવહાર બંધ કરવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ થું.
(વેશવાળ પડતું મૂકવા બાબત.) ૨૩ બંને પક્ષવાળા પિતાની સંમતિથી વેશવાળ તોડે તે
તેઓએ જ્ઞાતિને ચોપડે તે બાબતને નેધ ત્રણ માસની અંદર કરાવે. તે વખતે બન્ને પક્ષકારોએ દરેકે રૂ. ૧) એક જ્ઞાતિને નોંધ કરાવવા બાબતને આપ. આ પ્રમાણે મુદત દરમીયાન નોંધ નહીં કરાવનારને પાંચ રૂા. દંડ
કરવામાં આવશે. ૨૪ જે કઈ શન્સનું વેશવાળ થયા પછી તે વર કે કન્યાને
મહાવ્યાધી, નપુંસકપણું, તદ્દન ગાંડાપણું, બે આંખે અંધાપે, બે પગે લુલાપણું, અથવા દેશાવર કે કેદ ગયેલ હેય, અને જ્યાંથી વરની ઉમર ૨૨ વર્ષની અને કન્યાની ઉમર ૧૭ વર્ષની પુરી થાય ત્યાં સુધી આવી શકે તેમ ન હોય અથવા કાંઈ સંગીન કારણને લઈને વરવાળા કે કન્યાવાળા જ્ઞાતિને ફરીયાદ કરે તે જ્ઞાતિ તે કન્યા કે વરને સદરહ વેશવાળમાંથી મુક્ત કરશે. પલ્લુ, ઘણું સહુ સહુને પાછું આપવું.
– = ==– પ્રકરણ ૫ મું.
(સવેલા બાબત.) ૨૫ કોઈ શખ પિતાની કન્યાનું વેશવાળ એક જગ્યાએ કર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) પછી પોતાની કન્યા સવેલી આપે, તે તેને દશ વર્ષ સુધીના કોઈપણ સમય માટે જ્ઞાતિબહાર રાખવો. *
પરંતુ સવેલી આપ્યા પછી છ માસની અંદર વરવાળાનું પલ્લું, ઘરેણું તથા નુકશાની બદલ કન્યવાળા રૂ. ૫૦૧) વરવાળાને આપીને વરવાળાનું મન મનાવે, તે જ્ઞાતિ સદરહ સજા ઘટાડીને પાંચ વર્ષ સુધીના કેઈપણ સમય માટેની ઠરાવશે.
કન્યાવાળાની સજાની મુદત પુરી થયા પછી અરજ થયેથી જ્ઞાતિએ રૂા. ૧૦૧) દંડના લઈ તેને જ્ઞાતિમાં દાખલ કર. સજાના વર્ષ પુરા થયાં છતાં પણ વરવાળાને આપવાની ઉપર ઠરાવેલી બાબતે તથા જ્ઞાતિનો દંડ મજકુર શમ્સ ન આપે
તે તેને થયેલ જ્ઞાતિ બહારની શિક્ષા ચાલુ રહેશે. ૨૬ સવેલું લાવનાર વરને દશ વર્ષ સુધીના કોઈપણ સમય માટે
જ્ઞાતિ બહાર રાખ. અને ત્યારબાદ અરજ થયેથી દંડના
રૂ. ૨૦૧) લઈને તેને જ્ઞાતિમાં લેવા. ૨૭ સવેલું લાવવામાં તથા આપવામાં તેમજ પરજ્ઞાતિમાં કન્યા
આપવામાં સામેલગીરી કરનારને બે વર્ષ સુધીના કોઈપણ સમય માટે જ્ઞાતિબહાર રાખવો. અને ત્યારબાદ રૂા ૧૦૧) લઈ જ્ઞાતિમાં લે.
ખુલાસે–જે શબ્દ પિતાના સ્વાર્થ માટે કન્યા સવેલી આપશે તેને જ્ઞાતિ પુરી સજા કરશે. પરંતુ જે કન્યાના હિતને માટે
સવેલી આપશે તેને જ્ઞાતિ એગ્ય સજા કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ હું
( લગ્ન પ્રકરણ ) ૨૮ કોઈ શખ્સ પોતાની કન્યાને ૧૪ વર્ષની ઉમર પુરી થયાં
પહેલાં પરણાવવી નહિં ૨૯ કન્યાની ઉમર ૧૫ વર્ષની પુરી થયેકન્યાવાળાએ કહેવરાવ્યા
છતાં વરવાળા સબળ કારણ સિવાય લગ્ન કરવાની ના પાડે તે કન્યાવાળાની ફરીયાદ આવ્યા પછી એક વર્ષની મુદત સુધીમાં જ્ઞાતિએ ફરમાવ્યા છતાં વરવાળાએ લગ્ન નહીં કર્યું હોય, તે તેવી કન્યાને વેશવાળમાંથી જ્ઞાતિ મુકત કરશે.
કન્યાવાળાએ વરવાળાને ઘરેણું અને પલ્લું પાછું આપવું. ૩૦ (બ) કન્યાની ઉમર ૧૪ વર્ષની પુરી થયે વરવાળાએ
કહેવરાવ્યા છતાં કન્યાવાળા સબળ કારણ સિવાય લગ્ન કરવાની ના પાડે તે વરવાળાની ફરીયાદ આવ્યા પછી એક વર્ષની મુદત સુધીમાં જ્ઞાતિએ ફરમાવ્યા છતાં કન્યાવાળાએ લગ્ન કર્યું નહીં હોય તે કન્યાવાળાને પરણાવવાની જ્ઞાતિ ફરજ પાડશે, અને તેમ નહીં કરે, તે જ્ઞાતિ કન્યાવાળાને
સખ્તમાં સખ્ત સજા કરશે. ૩૧ લગ્ન લઈ આવનાર ગામવાળા કે પરગામવાળા હોય તો પણ
બન્નેને એક સરખી રીતે શીખના રૂ. ૨) આપવા સાથે આવનારને શ્રીફળને એક આને આપ, અને શ્રીફળ લઈને બ્રાહ્મણ આવે તે તેને શીખને રૂ. ૧) આપવો.
વિરૂદ્ધ વર્તનારને એક રૂા. દંડ થશે. જુહારના રૂા.૨) કરવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) ૩ર લગ્ન લઈ આવનાર ગામવાળાને એક ટંક અને બહારગામ
વાળાને વધારેમાં વધારે ત્રણ ટંકરાખવાં. વિરૂદ્ધ વર્તનારને
રૂા. પાંચ સુધી દંડ કરવામાં આવશે. ૩૩ નંગ પાનેતર કન્યાવાળાએ લેવું. ૩૪ કંકુને ચાંદલે એટલે કાંઈ પણ બાબ લીધા વિના કન્યા પર
ણાવવી તે ઉત્તમ છે; પરંતુ બાબ લેવાને વિચાર હોય તેણે લગ્ન વખતે બાબ (આરીકારી) ના વધારેમાં વધારે જુહાર, માથું ગુંથામણ, છોકરૂં બેસાર્યાના, મેજડી સંતામણના, વરણની છાબના, બાબના તથા મા માટલાના મળી કુલ રૂ. ૧૦૧ લગ્ન લખ્યાથી તે કન્યા વળાવવા સુધીમાં લેવા. એ કરતાં વધારે કઈ બાબના લેવા નહિં.
જેઓ બાબના રૂા. ઉપરની રકમથી એાછા લે છે, અથવા મુદલ લેતા નથી તેને વધારે લેવાની આ કલમથી ફરજ પડતી નથી. પણ તે કમતી લેવાનો રિવાજ જ્ઞાતિ પસંદ
કરે છે. કપ મા માટલું ઉપાડનારને રૂ. ૨) આપવા આ રૂા. ઉપરની કલમ
૩૪ માં જણાવેલ બાબમાં ગણાશે. એથી વિરૂદ્ધ વર્તનાર " બન્નેને એક રૂા. દંડ કરવામાં આવશે. ૨૬ જાનના સામૈયાને ખર્ચ કન્યાવાળાને શીર છે. ૨૭ સામૈયાની ખારેક વહેંચવાનો રિવાજ બંધ કરવામાં આવે . છે. જે વહેંચશે તેને પાંચ રૂ. દંડ કરવામાં આવશે. ૮ મા માટલું બાંધનાર ગાડાવાળાને ધોતીયું બંધાવવાને રિવાજા બંધ કરવામાં આવે છે. તેથી વિરૂદ્ધ વર્તનારને
એક રૂા. દંડ કરવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૯ ). ૩૯ કન્યાવાળાની મંદ સ્થિતિના કારણે તેને આરીકારીનાં રૂ. ! ૧૦૧) ઉપરાંત લેવાની જરૂર પડે તો લગ્ન વખતે કુલ રૂા.
૨૦૧) સુધી કન્યાવાળા લઈ શકશે. પરંતુ તેવી રીતે રૂા. ૧૦૧ કરતાં જેટલા વધારે કન્યાવાળાને લેવાના હોય તે બાબત લગ્ન લખ્યા પહેલાં વરવાળાને જણાવવી.
આવી રીતે રૂ૨૦૧ કરતાં કાંઈ પણ વધારે રકમ વરવાળા પાસેથી લગ્ન વખતે લીધેલ હશે, તે જ્ઞાતિ વધારાના રૂા. પાછા અપાવવાની કન્યાવાળાને ફરજ પાડશે. અને જ્ઞાતિરિવાજ તેડવા બાબત રૂા. ૨૫ કન્યાવાળાએ જ્ઞાતિને
દંડ ભરવો પડશે. ૪૦ પરગામથી આવનાર જાનના બળદને ઘી પાવાનો રિવાજ
બંધ કરવામાં આવે છે. વિરૂદ્ધ વર્તનારને એક રૂા. દંડ
કરવામાં આવશે. ૪૧ વરણું વધારેમાં વધારે રૂા. ૧૫૧) સુધીનું નીચે મુજબ કરવું –
માંડવેતર નિમિત્તનું સહિત કુલ પાંચ પોલકાં, એક ઘાઘરે, કસુંબા સહિત સાડલા નંગ ચાર, આથી વધારે વરણું કરનારને કે લેનારને રૂા. ૧૦૧) સુધી દંડ કરવામાં આવશે. પરચુરણ સામાનમાં નીચે પ્રમાણે કરવું – મીઠાઈ શેર ૫, સેપારી શેર ૫, લવીંગ નવટાંક, એલચી નવટાંક, કંકુ શેર ઠા, નાડી રેશમી એક, ડાબલાનાના જરમન સીલવરના બે, પેટી એક, હીંગળોકીયું એક, કાચ એક, મોડી અને નાડુ, એ મુજબ કરવું. પેટી તથા ડાબલા ચાંદીના લેવા નહીં. ઘરેણા બાબત વેવિશાળ પ્રકરણમાં જે હકીકત લખેલ છે તે પ્રમાણે કન્યાવાળાને વરવાળા પાસે હક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) ૪૨ અલવા કલવા વખતે ગોળપાપડી, લાડવા કે સુખડી એ ત્રણ
માંથી એક પકવાન રાા શેર લઈ જવું. વિરૂદ્ધ વર્તનારને
એક રૂા. દંડ કરવામાં આવશે. ૪૩ તંબોલ છાંટવાને બદલે કંકુના છાંટા નાખવા અને વરને
ચાંદલો કરતી વખતે નાક તાણવું નહિં. વિરૂદ્ધ વર્તનારનો
રૂ. ૧) દંડ કરવામાં આવશે. ૪૪ દીકરીનું ફુલેકું ચડાવવું નહિં. ચડાવે તે એક રૂ. દંડ
કરવામાં આવશે. ૪૫ ચેરીને ખર્ચ કન્યાવાળાને શીર છે. ૪૬ ચુંદડી ઓઢવા જવાનો રિવાજ બંધ કરવામાં આવે છે.
અને ચુંદડી બદલ કસુંબે વરણામાંજ આપ. વિરૂદ્ધ વર્તનારને રૂા. ૨૫) દંડ કરવામાં આવશે. આ કસુંબે
ક. ૪૧ માં જણાવેલ છે, તેજ સમજવાને છે. ૪૭ લગ્નને બીજે દિવસે આણું વાળવા જતી વખતે જમાડવાને
રિવાજા બંધ કરવામાં આવે છે. અને તે બદલ વરવાળાએ રૂ. ૪) કન્યાના હાથમાં આપવા. આ રૂપૈયા, બાબમાં ગણાશે નહિ. આથી વિરૂદ્ધ જેટલું વધારે દેશે તેને દંડ કરવામાં
આવશે. ૪૮ લગ્ન પ્રસંગે ગામવાળી જાનને કન્યાવાળાએ પિતાની અનુ.
કૂળતા પ્રમાણે વધારેમાં વધારે બે ટંક જમાડવી. તેમાં ભાણેવહેવાર ન હોય તેવા પરજ્ઞાતિલાને જાનૈયા તરિકે વરવાળાએ લાવવા નહિં. પરંતુ ઘરના નેકર અથવા જાશુક જેઓ વરવાળાને ત્યાં રહેતાં જમતાં હેય, તેમને લાવવાની છુટ છે.
તેથી વિરૂદ્ધ વર્તનારને રૂા. ૨૫) દંડ કરવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ) ૯ હરખજમણુ ન લેવું તે શ્રેષ્ઠ છે. પરંતુ ચાલતી રૂઢીને
લીધે તે એકાએક બંધ થવું અશક્ય હેઈ એવું ઠરાવવામાં આવે છે, કે વરવાળાએ ૧૦૦ કરતાં વધારે માણસ લઈ જવા નહિ. અને જે કન્યાવાળાએ ઓછા માણસો લાવવા કહેવરાવ્યું હોય તે તેટલા લઈ જવા. વરવાળાએ પિતાથી આપવાના નેતરાને ખરડો કન્યાવાળાને આપ અને કન્યાવાળાએ સદરહુ નેતરાં વરવાળાના નામથી ફેરવવાં. વધારે માણસ લઈ જનારને રૂા. ૧૦૧) સુધી દંડ કરવામાં આવશે. હરખજમણને દિવસે કન્યાવાળાને ત્યાં ચાંદલે લેવાને રીવાજ બંધ કરવામાં આવે છે; પરંતુ બન્ને પક્ષે
લગ્નને દિવસે ચાંદલે લે તેવું ઠરાવવામાં આવે છે. ૫૦ પરગામથી આવેલી જાનને વધારેમાં વધારે કન્યાવાળાએ
પાંચ ટંક રાખવી. વિરૂદ્ધ વર્તનારને રૂા. ૫૧) દંડ કરવામાં આવશે. વરવાળા વડી કરે તે કન્યાવાળાએ એક ટંક
શિરામણી આપવી. ૫૧ લગ્ન પ્રસંગે ફટાણાંનાં ગીત ગવરાવવાં નહિ. પર જાન વિદાય થાય ત્યારે જાનીવાસે વરવાળાએ માયથાપની
માટલીમાં રૂા. ૧) મૂકો. બેનચુડીના રૂ. લેવાનો રિવાજ બંધ કરવામાં આવે છે. જે લેશે અને જે દેશે, તે બંનેને
પાંચ પાંચ રૂા. દંડ કરવામાં આવશે. પ૩ કુળગારને વધારેમાં વધારે રૂા. ૮ કન્યવાળાએ વરવાળા
પાસેથી અપાવવા. ૫૪ જ્ઞાતિદાપાના સર્વે સ્થળે રૂા. ૮ લેવા. નિરાશ્રિત ફંડના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૨ ). રૂ. ચાર લેવા અને ૧) રૂા. ગેરક્ષાને લે, તેમાં બે વર
વાળા તથા બા કન્યાવાળા આપે. ૫૫ હથેવાળાની બાબતમાં કન્યાવાળાને વરવાળાએ રૂ.૪) આપવા. ૫૬ વરકન્યા પહેલી વખત એકી બેકી રમે તે વખતે રૂપાનાણુમાં
એક બે આની તથા સાત પૈસા નાંખવા. ત્યારપછીની એકી
બેકી વખતે રૂપાનાણું કે વીંટી નાંખવી નહિ. પ૭ હરખજમણ વખતે કન્યાને ભાણે બેસાડવા માટે વરવાળાની
પાસે લાવવાનો રિવાજ બંધ કરવામાં આવે છે. પરંતુ વરવાળાએ ભાણે બેસારવાના રૂપૈયાની રકમ એકઠી કરીને કન્યાવાળાને આપવી. અને કન્યાવાળાએ ભાણામાં બેસાર
વાના રૂપે આને કન્યાને દાગીને કરાવી આપો. ૫૮ જાન વિદાય થતી વખતે વરની ગાડીમાં છેકરાને કન્યાવાળા
તરફથી બેસારવામાં આવે છે. તેને વરવાળાએ રૂ. ૨) બે
આપવા અને તે (બાબ) આરીકારીના રૂા. ૧૦૧)માં ગણાશે. ૫૯ એક માંડવે બે કન્યા પરણવાની હોય તેવા પ્રસંગમાં સામે
યા વખતે, વરઘોડા વખતે તેમજ જાનને વિદાય કરાવતી વખતે જે કન્યા મોટી હોય તેનો વર આગળ ચાલે અને ફાઈ ભત્રીજીના લગ્ન હોય તે ફઈને વર આગળ ચાલે; પરંતુ ખાસ સબળ કારણથી નાની કન્યાને પહેલી વિદાય કરવી
પડે તો તેના વરને પહેલે વિદાય કરી શકાય. ૨૦ જાનમાં વધારેમાં વધારે ૫૦ માણસ લઈ જવાં. કન્યાવાળાએ
ઓછા લાવવા કહેવરાવ્યું હોય તે તેની ઈચ્છા ઉપરાંત વધારે લઈ જવાં નહિં.
મંદ સ્થિતિને કારણે જેને આરીકારીના રૂા. ૧૦૧ થી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૩ ). વધારે લેવા પડ્યા હોય તેવાને ત્યાં તે પચીસ માણસથી વધુ લઈ જવાં નહિં. આથી વિરૂદ્ધ વર્તનારને રૂ. ૨૫)
સુધી દંડ કરવામાં આવશે. ૬૧ પહેલે દિવસે ગાડાવાળાને એક ટંક જમાડવા. ૬૨ મોજડી સંતાડનારને સોપારી શેર સવાપાંચ અને ચાંદલો
કરનારને સોપારી શેર ૧ આપવા. તે સિવાય વરવાળા પાસે માંડવે કે ગામમાં સેપારીની લાણ કરાવવી નહિં, તથા સિભાગ્યના સેપારી વહેંચાવવા નહિં. તેવું કરનાર કરાવ
નારને પાંચ પાંચ રૂ. દંડ કરવામાં આવશે. ૬૩ ઉત્તરની પહેરામણીમાં કન્યાવાળાને પોતાની ઈચ્છાનુસાર . વરને પહેરામણી કરવાની છુટ છે, પરંતુ બીજાં સગાંઓને કપડાં તથા રોકડ મળી સમગ્રપણે રૂ ૨૫) પચીશ કરતાં વધારે રકમની પહેરામણી કરવી નહિ. આથી વિરૂદ્ધ વર્ત. નારને રૂ ૨૫) સુધી દંડ કરવામાં આવશે, રીસામણુનો રિવાજા બંધ કરવામાં આવે છે.
પ્રકરણ ૭ એ.
( આણ બાબત.) ૬૪ કન્યાવાળા તરફથી દીકરીને સાસરે દસાયાનું આણું વાળવા
આવનારે જુહારના રૂા. ૨) કરવા. વરવાળાએ તેને શીખના રૂ. ૪) આપવા. ગામવાળા આણું વાળવા આવનારને એક ટંક જમાડવા. કન્યાવાળાએ વરવાળાને ત્યાં દસ માણસ કરતાં વધારે માણસને જમવા મોકલવા નહિં. તથા વર
વાળાને આણાને સાડલે એક રૂા. ૫) ની કિંમતને કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૨૪ ) હોય તે કરો. વધારે માણસ લઈ જનારને રૂા. ૧૧) દંડ
કરવામાં આવશે. ૬૫ દીવાળીનું અથવા મોટું આણું વાળવા જતાં વરવાળાએ
જુહારના રૂા. ૨) કરવા અને તેને કન્યાવાળાએ શીખના રૂા. ૪) આપવા. અને તે પ્રસંગે કન્યાવાળાએ વરવાળાને એકજ ટંક જમાડવા. વરવાળાએ વધારેમાં વધારે પંદર માણસ
કરતાં વધુ માણસને લઈ જવાં નહિં. ૬૬ જમવા જમાડવાની જ્ઞાતિ ફરજ પાડતી નથી. વહેવાઈને
ઉત્સાહ હોય તે ઉપર મુજબ માણસ જમાડવા. ૨૭ દીવાળી અથવા મોટા આણામાં કન્યાવાળાએ વર્ણનાં કપડાં
વિગેરે પાછાં આપવા ઉપરાંત યથાશક્તિ કરવું. પરંતુ નીચે પ્રમાણેથી વધુ કરવું નહિં. વધારે કરનારને રૂા. ૫૧) દંડ કરવામાં આવશે.
વરણામાં આવેલ સહિત પોલકાં નં. ૧૨ વરણામાં આવેલ સહિત સાડલા નં. ૮ વરણમાં આવેલ સહિત ઘાઘરા નં. ૮ વરવાળાએ કે કન્યાવાળાએ આણું પાથરીને દેખાડવું નહિં.
ઉપર મુજબ કર્યા ઉપરાંત ઘરેણું અને રેકડ કન્યાવાળાને પિતાની મરજી મુજબ ગમે તેટલું કરવાની છુટ છે. આથી વિરૂદ્ધ વર્તનારને રૂા. ૫૧) સુધી દંડ કરવામાં આવશે.
સુચના –કપડાંમાં વધારે ખર્ચ કરે તે જ્ઞાતિ બીલકુલ પસંદ કરતી નથી. ઉલટું ઇચ્છે છે કે એવા ખરચે જેમ બને
તેમ એાછા થાય, અને ભલામણ કરે છે કે કરીયાવરમાં કપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૫ ) ઇને બદલે રોકડ રૂા. જેટલા મુકવા હોય તેટલા મુકવા. આશા
છે કે સર્વે જ્ઞાતિભાઈઓ આ પ્રમાણે વર્તવા યત્ન કરશે. ૬૮ શીવડામણ પિંજામણ વિગેરેના લેવાતા રૂ. ૧૦) લેવાને
રિવાજ બંધ કરવામાં આવે છે. જે લેશે તેને ૧૦) રૂા. દંડ
કરવામાં આવશે. ૬૯ પરગામથી આણું વાળવા આવનારને વધારેમાં વધારે પાંચ
ટંક રાખીને શીખ આપવી, તેની સાથેના ગામવાળાને ફક્ત એક ટંક રાખવા. વધારે રાખનારનો ટંક દીઠ પાંચ રૂા. દંડ
લેવામાં આવશે. ૭૦ અરધા કાળીયાને રિવાજ તથા કુખીયા લેવાનો રિવાજ બંધ
કરવામાં આવે છે. અને સાસુ સાડલો રૂા. ૫, સુધીનો કરે.
તેથી વધારે લેનારને રૂા. ૫) દંડ કરવામાં આવશે. ૭૧ ઘીયાણાનાં આણામાં યથાશક્તિ કરવું. પણ નીચેથી વધારે કરવું નહિં. વધારે કરનારને રૂા. ૨૫) દંડ કરવામાં આવશે.
પોલકાં ચાર, સાડલા ચાર, ઘાઘરા ચાર. ૭૨ આણામાં ઢોલી તથા પેટી કરવાં હોય તે કરવાં. મુરત
વતે ઢોલી તથા પેટી કરવાં હોય તે ઢાલીયા બદલ રૂ. ૪) અને પેટી બદલ રૂા. ૧૦) આપવા.
પ્રકરણ ૮ મું
(સીમંત પ્રકરણ.) ૭૭ સીમંતને વરે કરે નહિ. કરે તેને પ૧) રૂ. દંડ કરુ
વામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૬ ) ૭૪ સીમંતની છાબ વાજતે ગાજતે ભરવી નહિં, પણ બેઠી.
છાબ ભરવી. છાબ વખતે કન્યાવાળા તેની શક્તિ પ્રમાણે જે આપે તે લેવું. તેમાં વરવાળાએ વધે લે નહિં. વાજતે ગાજતે છાબ ભરનારને પાંચ રૂ. દંડ કરવામાં
આવશે. ૭૫ બુટ મારવાનો રિવાજ બંધ કરવામાં આવે છે. પણ તેના
હકને રૂા. ૧) આપવાનું ઠરાવવામાં આવે છે. ૭૬ રાખડી બંધામણના રૂા. ૨) અને 'પગલાનાં રૂા. ૧-૨–૦
આપવા. ૭૭ સીમંત વખતે મામેરીયાતને વધારેમાં વધારે બે ટંક જમા
ડવા. તેમાં બીજા ટંકે વધારેમાં વધારે પચીસ માણસ લઈ જવાં. વધારે લઈ જનારને કે વધારે ટંક જમાડનારને ટંક દીઠ પાંચ પાંચ રૂા. દંડ કરવામાં આવશે. અને વધારે માણસ
જમાડનારનો) ૧૧ રૂા. દંડ કરવામાં આવશે. ૪ પરગામવાળા મામેરીયાત હોય તે તેને વધારેમાં વધારે
પાંચ ટંક ઘરધણુએ રાખવા. વધારે રાખશે તો ૨૫) રૂા.
સુધી દંડ કરવામાં આવશે. ૭૯ ગામવાળાને એક ટંક જમાડવા. સાંગી ગવરાવવાને રિવાજ
બંધ કરવાની જ્ઞાતિ ભલામણ કરે છે. સાંગીને પ્રસંગે પતાસાં કે સોપારી સિવાય બીજું કાંઈ વહેંચવું નહિં. જે વહેંચશે તેને પાંચ રૂા. દંડ કરવામાં આવશે.
એક ટંકથી વધારે જમાડનારને ટંક દીઠ પાંચ રૂ. દંડ કરવામાં આવશે. ૮૦ જુહારનો રિવાજ બંધ કરવામાં આવે છે. • ૮૧ મામેરીયાતને શીખના વધારેમાં વધારે ૫ રૂા. આપવા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
(
૭ )
સાથેનાને માટલે બે રૂા. આપવા. વિરૂદ્ધ વર્તનારને ૫) રૂા.
દંડ કરવામાં આવશે. ૮૨ પરગામ પીયર હોય તે પિયરીયાએ સીમંત ઉપર વધારેમાં
વધારે આઠ માણસે મોકલવાં. ૮૩ મોસાળામાં ઘરેણું લુગડાં, તથા પહેરામણું વિગેરે સહિત
કુલ રૂા. ૧૦૧) થી વધારે કરવું નહિ. જે કરશે તેને રૂા. ૨૫) દંડ કરવામાં આવશે.
પ્રકરણ ૯ મું.
( મરણ સંબંધી. ) ૮૪ મરણ વખતે વળાવવા જનાર સ્ત્રીઓએ પહેલે જ ખાંચેથી
પાછું વળવું, અને રસ્તે છાજીયાં કરવાં નહિં. ૮૫ ઈ મળવાને રિવાજ બંધ કરવામાં આવે છે. ૮૯ રાત્રે મેં વાળવાં નહિં. રાત્રીએ આવી શકે તે માણસ
આવે તે મેઢે ખરખરો કરવો. બહાર ગામથી આવનારને
વાંધો નથી. ૮૭ મરણ વખતે વધારેમાં વધારે કારજ સુધી મેં વળાવવા
અને પછી ખમાવી લેવા. ૮૮ મરણ વખતે બપોરે મેં વાળવાનો રિવાજ છે તે બંધ કરી
બીજી જ્ઞાતિમાં જેમ રિવાજ છે તેમ બેથી ચારની અંદર સઘળી સ્ત્રીઓ ભેગી થયેથી ફક્ત એક વખત મેં વાળવા, અને આ વખત સિવાય બીજે વખતે જે આવે તેણે
ખરખરો કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) ૮૯ મરણ પાછળ કોઈ પણ શમ્સનું દશા, અગીયારમું બીલકુલ
કરવું નહિં. પણ ધાર્મિક ક્રિયાઓ કરવામાં બીલકુલ વધે
નથી. વિરૂદ્ધ વર્તન કરનારને રૂા. ૧) દંડ કરવામાં આવશે. ૯૦ મરણ વખતે રોટલીમાં ધારે ઘી પીરસવું નહિં. પણ જેટલી
ચેપડીને આપવી. જે ધારે ઘી પીરસશે તેને રૂા. ૧) દંડ કરવામાં આવશે. કારજ ઉપર આવેલા કાણભંગુને પાંચ ટંકે રજા આપવી. અને તેઓને એક ટંક દાળભાત તથા એક ટંક પકવાન પીરસવું એટલે ત્રણ ટંક પકવાન અને બે ટંક દાળભાત આપવા. જે વધારે રોકશે તેને પાંચ રૂા. દંડ કરવામાં આવશે. અનિવાર્ય કારણથી શર્વણ મડી હોય તે ત્યાં સુધી
રાખવાની છુટ છે. ૯૨ કઈ પણ શબ્સના મરણ પછવાડે જમાડવાનો રીવાજ જ્ઞાતિ
બીલકુલ પસંદ કરતી નથી; પણ લાંબા સમયને ચાલુ રિવાજ પડી ગયેલ હોવાથી હાલ તુરત તે રિવાજ તદ્દન બંધ થ અશક્ય છે એમ માની જ્ઞાતિ ઠરાવ કરે છે કે, કોઈ પણ સ્ત્રી અથવા પુરૂષનું મરણ ૪૦ વરસની અંદર થયું હોય, તેમનું કારજ તો બીલકુલ કરવું નહિં. તેમ તેવા કારજમાં કેઈએ જમવા પણ જવું નહિં. ફકત મરનારના આત્માને શાનિત મળે તેવાં ધાર્મિક કાર્યો કરવાને તથા નિરાશ્રિત ગરીબ તથા બ્રાહ્મણે તથા સાધુસંતે જમાડવાને જ્ઞાતિ ખાસ ભલામણ કરે છે. તેમજ ૪૦ વરસથી વધારે ગમે તેટલી ઉમર થઈ હોય તે તેવા સ્ત્રી કે પુરૂષ મરણ પામે તેની પાછ મરનારના વારસાની ઈચ્છા જ્ઞાતિજન કરાવવાની
ન હોય તેવાઓએ મરનારના પુન્યા નિરાશ્રિત વિગેરેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) મદદ કરી ધર્માચરણ કરશે તે તે વધારે ઉત્તમ છે. ચાલીસ વર્ષની અંદરનાનું જે કઈ કારજ કરશે તેનો એકાવન રૂા. દંડ કરવામાં આવશે. લ્ય છમાસી તથા વરસીના વરા બીલકુલ કરવા નહિં. જે કંઈ
કરશે તેને ૧૦૧) રૂા. દંડ કરવામાં આવશે ૪ કુંવારા વેવાઈનાં મરણ થતાં વેવાઈની રૂઇએ પાઘડી કરવાને રિવાજ છે અને કન્યાને લુગડાં કરવાનો રિવાજ છે. તે સંબંધમાં એ ઠરાવ કરવામાં આવે છે કે થડના કે ફક્ત થડના વેવાઈને અભાવે ખાસ રક્ષક કે વીલ તરીકે હેય તેના સંબંધમાં પાઘડીને વહેવાર કરો. તે વખતે વધારેમાં વધારે પાઘડીના રૂા. ૪) કરવા અને કન્યાને વધારેમાં વધારે રૂા. ૮) આઠની કિંમતનું એક ઓઢણું કરવું તેમજ પરણેલા
જમાઈને પણ પાઘડીના રૂા. ૪) થી વધારે ન આપવા. ૫ વેવીશાળ કર્યા પછી અને લગ્ન થયાં પહેલાં વર ગુજરી જાય
તે કન્યાવાળાએ તમામ ઘરેણું અને પડેલું એક માસની અંદર વરવાળાને પાછું આપવું. નાકનું કુલ કર્યું હોય તો હત તે કન્યાવાળાએ રાખવું. મરજી હોય તે લુગડાં પાછાં આપવામાં પ્રતિબંધ નથી.
ઉ૫ર લખ્યા પ્રમાણે વરવાળાને એક માસમાં કન્યાવાળા પાછું આપે નહિં તે તે કન્યાના લગ્ન થતી વખતે અટકવીને સઘળું સાતિએ અપાવું.
તે કન્યાનું બીજીવાર વેવિશાળ - હાય અને લગ્ન થતાં સુધીમાં કન્યા ગુજરી જાય તે જ્ઞાતિએ બનાવી મહેનત કરી કન્યાના બાપ પાસેથી પ્રથમના વરવાળાને તેને હક અપાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
(૩૦) ૬ કઈપણ પરણેલી સ્ત્રી વગર ફરજદે ગુજરી જાય તે કરીયાવરમાં આપેલાં ઢોલીયે, તળાઈ, પેટી,ભરત ચીતર કે લુગડાં કન્યાવાળાએ વરવાળા પાસેથી પાછાં લેવા નહિં. રોકડ રકમ કે ઘરેણું પીયરીયા તરફથી કરવામાં આવ્યું હોય તે દાગીના તથા રોકડ રકમ પીયરીયાવાળા તરફથી પાછું માંગવામાં આવે તો સાસરીયાવાળાએ આપી દેવું. તથા પીયરીયા પાસે સાસરીયાનું જે કાંઈ હોય તે સર્વે તેને પાછું આપી દેવું જોઈએ. ૧૭ વેશવાળ કર્યા પછી કન્યા ગુજરી જાય તે કન્યાવાળાએ કન્યાને વર તરફથી ચડેલું ઘરેણું તથા પલુ વેળાસર પાછાં
આપી દેવાં. ૯૮ કઈ પણ ઓરત પોતાની દીકરી મુકી મરી જાય અને તે
દીકરી તેને મોસાળ ઉછરે તેવી બાબતમાં તેનો બાપ જે હયાત હોય તે તેનું વેવિશાળ કરવાનો પ્રથમ હક તેના બાપને છે. પરંતુ તેના બાપની ગરીબી સ્થિતિ હોય તે પૈસાના લેભની ખાતર ખરાબ ઠેકાણે કન્યા આપવાને તેના ઉપરનો શક દુર થવા માટે તેણે તેના મોસાળીયાની સંમતિ લઈને દીકરીનું વેવિશાળ કરવું. અને મોસાળીયા જે વેવિ. શાળ કરે તે તેઓએ તેના બાપની મંજુરી લેવી. કદાપિ તેને બાપ હૈયાતન હોય અને દીકરી મોસાળમાં ઉછરી હોય તે તેના મોસાળીયાઓએ કન્યાના બાપના લગતા ભાયાતેની સંમતિ લઈને તેનું વેવિશાળ કરવું. કદાપી જે મો. સાળીયા અને ગરીબ સ્થિતિના બાપની વચ્ચે અણબનાવ હોય તે તેના બાપે પોતાના ગામની જ્ઞાતિની સંમતિ લઈ વેવિશાળ કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
(૩૧ ) ૯ પડલાના રૂ. મુક્યા બાદ તે સ્ત્રી ગુજરી જાય, અને તેને
કંઇ ફરજંદ હોય અને તેનું પાલણપોષણ તેના વાલી કરે તે તે રૂા. નું વ્યાજ તે લઈ શકશે. અને મુદલ રૂ. તે ફરજંદના વેશવાળ કે લગ્ન પ્રસંગે ઉપાડી શકશે.
પ્રકરણ ૧૦ મું.
- (પરચુરણ બાબત. ). ૧૦૦ કેઈપણ સ્ત્રી ફરજંદ મુકી મરી જાય. તે તેના સ્ત્રી
નનાં કપડાં, દાગીનાં, તથા પલ્લાની કે રોકડ રકમ જે હોય તે ફરજંદની માલકીની છે અને તેટલા માટે ફરજદગ્ય ઉમરે આવતાં સુધી સદરહુ માલમત્તાને પાકે બંદેબસ્ત બંને પક્ષકારોએ મળીને કરો. અને તે ફરજંદના ખાસ લાભ સિવાય તે મીલકતમાંથી કાંઈપણ રકમ
ખર્ચવી નહિં. ૧૦૧ જ્યારે કેઈપણ સ્ત્રી રાંડે છે તે વખતે બજારમાંથી ભારે
સા, મગીયું કે લુગડું લાવી ઓઢાડવાનો રિવાજ છે, તે બંધ કરવામાં આવે છે. પણ તેવી વિધવાને ફકત સાદો સાડલો
ઓઢાડવાની રીતિને અમલ કરવાને જ્ઞાતિ ઠરાવ કરે છે. ૧૦૨ કેટલાક દુષ્ટ બુદ્ધિવાળા માણસ ગમે તેવી હલકા વર્ણની
કન્યા લઈને બહારગામ જઈ વાણીયાની દીકરી તરીકે પરણાવી આપે છે. તેવું કાર્ય આપણે કઈ જ્ઞાતિભાઈ
કરશે તે તેને જ્ઞાતિ જન્મ પર્યત જ્ઞાતિબહાર મુકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
(૩૨)
૧૦૩ આપણું ઘળને કેઈ શામ્સ પિતાના ઠેર-ગાય,
ભેંસ વિગેરે કેઈપણ ખાટકી, વાઘરી કે નીચ ધ કરનાર માણસને વેચશે અથવા પાસે રહી દલાલી કરશે તે જ્ઞાતિ તેને સખ્તમાં સખ્ત સજા કરશે. તેમજ વાઘરીને પિતાના ખુંટીયા, ગોધલા કરવા આપશે તે તેને પણ
જ્ઞાતિ સખ્ત સજા કરશે. ૧૦૪ કે શમ્સ હલકી વર્ણ સાથે ભેળાઈને વટલશે. તે જ્ઞાતિ
તેને જ્ઞાતિ બહાર કરશે. પરંતુ પાછળથી પિતાની વર્તણુક સુધારીને જ્ઞાતિ પાસે વિનંતી કરશે, તે જ્ઞાતિ તેને પ્રાય
શ્ચિત કરાવીને પુનઃ જ્ઞાતિમાં દાખલ કરશે. ૧૦૫ કન્યાવિક્રય કર એ ઘણું નિધ કાર્ય છે. માટે જે
કઈ કન્યાવિક્ય કરશે તેની તરફ જ્ઞાતિ તિરરકારની નજરથી જોશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________ | ચારણના | મા પ્રાપાની સૈાપડી સૌએ જાળવી રાખવી અને તેમાં માતા બત થતા ધારા વધારાની નાં ચાપડીના છેલ્લા પાનાએમાં કરતા દેવી એવી વિનંતિ છે. ઝુક્ર શાહ ગુલાબચંદ લલ્લુભાઈ મન પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com