________________
(૩૦) ૬ કઈપણ પરણેલી સ્ત્રી વગર ફરજદે ગુજરી જાય તે કરીયાવરમાં આપેલાં ઢોલીયે, તળાઈ, પેટી,ભરત ચીતર કે લુગડાં કન્યાવાળાએ વરવાળા પાસેથી પાછાં લેવા નહિં. રોકડ રકમ કે ઘરેણું પીયરીયા તરફથી કરવામાં આવ્યું હોય તે દાગીના તથા રોકડ રકમ પીયરીયાવાળા તરફથી પાછું માંગવામાં આવે તો સાસરીયાવાળાએ આપી દેવું. તથા પીયરીયા પાસે સાસરીયાનું જે કાંઈ હોય તે સર્વે તેને પાછું આપી દેવું જોઈએ. ૧૭ વેશવાળ કર્યા પછી કન્યા ગુજરી જાય તે કન્યાવાળાએ કન્યાને વર તરફથી ચડેલું ઘરેણું તથા પલુ વેળાસર પાછાં
આપી દેવાં. ૯૮ કઈ પણ ઓરત પોતાની દીકરી મુકી મરી જાય અને તે
દીકરી તેને મોસાળ ઉછરે તેવી બાબતમાં તેનો બાપ જે હયાત હોય તે તેનું વેવિશાળ કરવાનો પ્રથમ હક તેના બાપને છે. પરંતુ તેના બાપની ગરીબી સ્થિતિ હોય તે પૈસાના લેભની ખાતર ખરાબ ઠેકાણે કન્યા આપવાને તેના ઉપરનો શક દુર થવા માટે તેણે તેના મોસાળીયાની સંમતિ લઈને દીકરીનું વેવિશાળ કરવું. અને મોસાળીયા જે વેવિ. શાળ કરે તે તેઓએ તેના બાપની મંજુરી લેવી. કદાપિ તેને બાપ હૈયાતન હોય અને દીકરી મોસાળમાં ઉછરી હોય તે તેના મોસાળીયાઓએ કન્યાના બાપના લગતા ભાયાતેની સંમતિ લઈને તેનું વેવિશાળ કરવું. કદાપી જે મો. સાળીયા અને ગરીબ સ્થિતિના બાપની વચ્ચે અણબનાવ હોય તે તેના બાપે પોતાના ગામની જ્ઞાતિની સંમતિ લઈ વેવિશાળ કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com