________________
( ૨૦ ) મદદ કરી ધર્માચરણ કરશે તે તે વધારે ઉત્તમ છે. ચાલીસ વર્ષની અંદરનાનું જે કઈ કારજ કરશે તેનો એકાવન રૂા. દંડ કરવામાં આવશે. લ્ય છમાસી તથા વરસીના વરા બીલકુલ કરવા નહિં. જે કંઈ
કરશે તેને ૧૦૧) રૂા. દંડ કરવામાં આવશે ૪ કુંવારા વેવાઈનાં મરણ થતાં વેવાઈની રૂઇએ પાઘડી કરવાને રિવાજ છે અને કન્યાને લુગડાં કરવાનો રિવાજ છે. તે સંબંધમાં એ ઠરાવ કરવામાં આવે છે કે થડના કે ફક્ત થડના વેવાઈને અભાવે ખાસ રક્ષક કે વીલ તરીકે હેય તેના સંબંધમાં પાઘડીને વહેવાર કરો. તે વખતે વધારેમાં વધારે પાઘડીના રૂા. ૪) કરવા અને કન્યાને વધારેમાં વધારે રૂા. ૮) આઠની કિંમતનું એક ઓઢણું કરવું તેમજ પરણેલા
જમાઈને પણ પાઘડીના રૂા. ૪) થી વધારે ન આપવા. ૫ વેવીશાળ કર્યા પછી અને લગ્ન થયાં પહેલાં વર ગુજરી જાય
તે કન્યાવાળાએ તમામ ઘરેણું અને પડેલું એક માસની અંદર વરવાળાને પાછું આપવું. નાકનું કુલ કર્યું હોય તો હત તે કન્યાવાળાએ રાખવું. મરજી હોય તે લુગડાં પાછાં આપવામાં પ્રતિબંધ નથી.
ઉ૫ર લખ્યા પ્રમાણે વરવાળાને એક માસમાં કન્યાવાળા પાછું આપે નહિં તે તે કન્યાના લગ્ન થતી વખતે અટકવીને સઘળું સાતિએ અપાવું.
તે કન્યાનું બીજીવાર વેવિશાળ - હાય અને લગ્ન થતાં સુધીમાં કન્યા ગુજરી જાય તે જ્ઞાતિએ બનાવી મહેનત કરી કન્યાના બાપ પાસેથી પ્રથમના વરવાળાને તેને હક અપાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com