________________
(૩૧ ) ૯ પડલાના રૂ. મુક્યા બાદ તે સ્ત્રી ગુજરી જાય, અને તેને
કંઇ ફરજંદ હોય અને તેનું પાલણપોષણ તેના વાલી કરે તે તે રૂા. નું વ્યાજ તે લઈ શકશે. અને મુદલ રૂ. તે ફરજંદના વેશવાળ કે લગ્ન પ્રસંગે ઉપાડી શકશે.
પ્રકરણ ૧૦ મું.
- (પરચુરણ બાબત. ). ૧૦૦ કેઈપણ સ્ત્રી ફરજંદ મુકી મરી જાય. તે તેના સ્ત્રી
નનાં કપડાં, દાગીનાં, તથા પલ્લાની કે રોકડ રકમ જે હોય તે ફરજંદની માલકીની છે અને તેટલા માટે ફરજદગ્ય ઉમરે આવતાં સુધી સદરહુ માલમત્તાને પાકે બંદેબસ્ત બંને પક્ષકારોએ મળીને કરો. અને તે ફરજંદના ખાસ લાભ સિવાય તે મીલકતમાંથી કાંઈપણ રકમ
ખર્ચવી નહિં. ૧૦૧ જ્યારે કેઈપણ સ્ત્રી રાંડે છે તે વખતે બજારમાંથી ભારે
સા, મગીયું કે લુગડું લાવી ઓઢાડવાનો રિવાજ છે, તે બંધ કરવામાં આવે છે. પણ તેવી વિધવાને ફકત સાદો સાડલો
ઓઢાડવાની રીતિને અમલ કરવાને જ્ઞાતિ ઠરાવ કરે છે. ૧૦૨ કેટલાક દુષ્ટ બુદ્ધિવાળા માણસ ગમે તેવી હલકા વર્ણની
કન્યા લઈને બહારગામ જઈ વાણીયાની દીકરી તરીકે પરણાવી આપે છે. તેવું કાર્ય આપણે કઈ જ્ઞાતિભાઈ
કરશે તે તેને જ્ઞાતિ જન્મ પર્યત જ્ઞાતિબહાર મુકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com