________________
( ૨૪ ) હોય તે કરો. વધારે માણસ લઈ જનારને રૂા. ૧૧) દંડ
કરવામાં આવશે. ૬૫ દીવાળીનું અથવા મોટું આણું વાળવા જતાં વરવાળાએ
જુહારના રૂા. ૨) કરવા અને તેને કન્યાવાળાએ શીખના રૂા. ૪) આપવા. અને તે પ્રસંગે કન્યાવાળાએ વરવાળાને એકજ ટંક જમાડવા. વરવાળાએ વધારેમાં વધારે પંદર માણસ
કરતાં વધુ માણસને લઈ જવાં નહિં. ૬૬ જમવા જમાડવાની જ્ઞાતિ ફરજ પાડતી નથી. વહેવાઈને
ઉત્સાહ હોય તે ઉપર મુજબ માણસ જમાડવા. ૨૭ દીવાળી અથવા મોટા આણામાં કન્યાવાળાએ વર્ણનાં કપડાં
વિગેરે પાછાં આપવા ઉપરાંત યથાશક્તિ કરવું. પરંતુ નીચે પ્રમાણેથી વધુ કરવું નહિં. વધારે કરનારને રૂા. ૫૧) દંડ કરવામાં આવશે.
વરણામાં આવેલ સહિત પોલકાં નં. ૧૨ વરણામાં આવેલ સહિત સાડલા નં. ૮ વરણમાં આવેલ સહિત ઘાઘરા નં. ૮ વરવાળાએ કે કન્યાવાળાએ આણું પાથરીને દેખાડવું નહિં.
ઉપર મુજબ કર્યા ઉપરાંત ઘરેણું અને રેકડ કન્યાવાળાને પિતાની મરજી મુજબ ગમે તેટલું કરવાની છુટ છે. આથી વિરૂદ્ધ વર્તનારને રૂા. ૫૧) સુધી દંડ કરવામાં આવશે.
સુચના –કપડાંમાં વધારે ખર્ચ કરે તે જ્ઞાતિ બીલકુલ પસંદ કરતી નથી. ઉલટું ઇચ્છે છે કે એવા ખરચે જેમ બને
તેમ એાછા થાય, અને ભલામણ કરે છે કે કરીયાવરમાં કપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com