________________
( ૧૯ ). ૩૯ કન્યાવાળાની મંદ સ્થિતિના કારણે તેને આરીકારીનાં રૂ. ! ૧૦૧) ઉપરાંત લેવાની જરૂર પડે તો લગ્ન વખતે કુલ રૂા.
૨૦૧) સુધી કન્યાવાળા લઈ શકશે. પરંતુ તેવી રીતે રૂા. ૧૦૧ કરતાં જેટલા વધારે કન્યાવાળાને લેવાના હોય તે બાબત લગ્ન લખ્યા પહેલાં વરવાળાને જણાવવી.
આવી રીતે રૂ૨૦૧ કરતાં કાંઈ પણ વધારે રકમ વરવાળા પાસેથી લગ્ન વખતે લીધેલ હશે, તે જ્ઞાતિ વધારાના રૂા. પાછા અપાવવાની કન્યાવાળાને ફરજ પાડશે. અને જ્ઞાતિરિવાજ તેડવા બાબત રૂા. ૨૫ કન્યાવાળાએ જ્ઞાતિને
દંડ ભરવો પડશે. ૪૦ પરગામથી આવનાર જાનના બળદને ઘી પાવાનો રિવાજ
બંધ કરવામાં આવે છે. વિરૂદ્ધ વર્તનારને એક રૂા. દંડ
કરવામાં આવશે. ૪૧ વરણું વધારેમાં વધારે રૂા. ૧૫૧) સુધીનું નીચે મુજબ કરવું –
માંડવેતર નિમિત્તનું સહિત કુલ પાંચ પોલકાં, એક ઘાઘરે, કસુંબા સહિત સાડલા નંગ ચાર, આથી વધારે વરણું કરનારને કે લેનારને રૂા. ૧૦૧) સુધી દંડ કરવામાં આવશે. પરચુરણ સામાનમાં નીચે પ્રમાણે કરવું – મીઠાઈ શેર ૫, સેપારી શેર ૫, લવીંગ નવટાંક, એલચી નવટાંક, કંકુ શેર ઠા, નાડી રેશમી એક, ડાબલાનાના જરમન સીલવરના બે, પેટી એક, હીંગળોકીયું એક, કાચ એક, મોડી અને નાડુ, એ મુજબ કરવું. પેટી તથા ડાબલા ચાંદીના લેવા નહીં. ઘરેણા બાબત વેવિશાળ પ્રકરણમાં જે હકીકત લખેલ છે તે પ્રમાણે કન્યાવાળાને વરવાળા પાસે હક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com