________________
( ૬ ) ૭૪ સીમંતની છાબ વાજતે ગાજતે ભરવી નહિં, પણ બેઠી.
છાબ ભરવી. છાબ વખતે કન્યાવાળા તેની શક્તિ પ્રમાણે જે આપે તે લેવું. તેમાં વરવાળાએ વધે લે નહિં. વાજતે ગાજતે છાબ ભરનારને પાંચ રૂ. દંડ કરવામાં
આવશે. ૭૫ બુટ મારવાનો રિવાજ બંધ કરવામાં આવે છે. પણ તેના
હકને રૂા. ૧) આપવાનું ઠરાવવામાં આવે છે. ૭૬ રાખડી બંધામણના રૂા. ૨) અને 'પગલાનાં રૂા. ૧-૨–૦
આપવા. ૭૭ સીમંત વખતે મામેરીયાતને વધારેમાં વધારે બે ટંક જમા
ડવા. તેમાં બીજા ટંકે વધારેમાં વધારે પચીસ માણસ લઈ જવાં. વધારે લઈ જનારને કે વધારે ટંક જમાડનારને ટંક દીઠ પાંચ પાંચ રૂા. દંડ કરવામાં આવશે. અને વધારે માણસ
જમાડનારનો) ૧૧ રૂા. દંડ કરવામાં આવશે. ૪ પરગામવાળા મામેરીયાત હોય તે તેને વધારેમાં વધારે
પાંચ ટંક ઘરધણુએ રાખવા. વધારે રાખશે તો ૨૫) રૂા.
સુધી દંડ કરવામાં આવશે. ૭૯ ગામવાળાને એક ટંક જમાડવા. સાંગી ગવરાવવાને રિવાજ
બંધ કરવાની જ્ઞાતિ ભલામણ કરે છે. સાંગીને પ્રસંગે પતાસાં કે સોપારી સિવાય બીજું કાંઈ વહેંચવું નહિં. જે વહેંચશે તેને પાંચ રૂા. દંડ કરવામાં આવશે.
એક ટંકથી વધારે જમાડનારને ટંક દીઠ પાંચ રૂ. દંડ કરવામાં આવશે. ૮૦ જુહારનો રિવાજ બંધ કરવામાં આવે છે. • ૮૧ મામેરીયાતને શીખના વધારેમાં વધારે ૫ રૂા. આપવા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com