________________
( ૧૨ ) થાળીમાં કન્યાવાળાએ થોડી સાકર પાછી મૂકવી અને ત્યારપછી, બીજા હુતાશની તથા દશેરાના પર્વ ઉપર સાકર શેરપુરા આપવી. અને થાળીમાં કન્યાવાળાએ થોડી સાકર પાછી મૂકવી. આ સિવાય હારડે, સુખડી, મેવો કે ફાફડા કાંઈ મૂકવું નહિં. અને તે સિવાયના બીજા પર્વે કાંઈ આપવું નહિં. આથી વધારે લેનાર દેનાર બનેને રૂપિયા
એક દંડ કરવામાં આવશે. ૧૫ પ્રત્યેક દશેરાને પર્વે સાકરની સાથે એક સુતરાઉ કપડું
આપવું. કલમનો ભંગ કરનારને રૂપિયા એક દંડ કરવામાં
આવશે. ૧૬ વેશવાળના બેલ વખતે સાકર વહેંચવાનો રિવાજ બંધ
કરવામાં આવે છે. જે વહેચશે તેને પાંચ રૂા. દંડ કરવામાં
આવશે. ૧૭ વેશવાળનું શ્રીફળ લઇ જનારે શ્રીફળ સાથે રૂા. ૧) એક
આપવા અને વરવાળાએ તેને શીખના બે રૂા. આપવા. સાકર વહેંચવી નહિં. કલમને ભંગ કરનારને રૂા. પાંચ
સુધી દંડ કરવામાં આવશે. ૧૮ ઘરેણું, લુગડાં ચડાવતી વખતે કન્યાના હાથમાં રૂા. ૪)
આપવા. અને ઘરેણાં લુગડાં ચડાવવા આવનારને કન્યાવાળાએ શીખના રૂા. ૨) આપવા.
પરંતુ શ્રીફળ આપવાના દિવસે કે ઘરેણું લુગડાં ચડાવવાને દિવસે એટલે બેમાંથી એક વખતે આમને સામને દસ છોકરાંઓને એક ટંક જમાડવાં. તે પ્રસંગે વરના હાથમાં કન્યાવાળાએ રૂા. ૨) બે આપવા. અને કન્યાના હાથમાં વરવાળાએ રૂ. ૪) ચાર આપવા. બાકીના સર્વે છોકરાંઓને
એકસરખી રીતે શ્રીફળને એક આને આપો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com