________________
વર્તન રાખીને જ્ઞાતિના લાગા ભર્યા હશે તો તેવા પર જીલ્લાના જ્ઞાતિબંધુને આપણી જ્ઞાતિના ધારાને લાભ મળશે, પરંતુ આપણી જ્ઞાતિના પરછલ્લાવાળાએ વેશવાળને લાગે જ્ઞાતિના વહીવટ કરનારને ભયથી કાંઈ તે જ્ઞાતિના લાભ મેળવવાને હકદાર ગણાશે નહિ. પણ લગ્ન થતાં સુધીમાં જ્ઞાતિ ગમે તે વખતે તેઓ સ્વજ્ઞાતિ બંધુઓના હક ભગવ
વાને લાયક છે કે નહિ, તે નક્કી કરી શકશે. ૧૧ જે ધારા ઘડ્યા છે તે ધારાને ભંગ કરવાથી કેવી શિક્ષાને
ગુન્હેગાર પાત્ર છે એવું સ્પષ્ટ જ્યાં નહિ દર્શાવેલ હોય, ત્યાં જ્ઞાતિને યેગ્ય લાગે તેવી શિક્ષા કરવાની સત્તા છે અને ગુન્હેગાર જે જ્ઞાતિના ઠરાવ્યા મુજબ વર્તશે નહીં તે જ્ઞાતિ તેવાં ગુન્હેગાર સાથેને જ્ઞાતિ વ્યવહાર બંધ કરશે અને તેને જ્ઞાતિમાં ફરીથી દાખલ કરવા માટે પોતાને વાજબી લાગે
તે ઠરાવ કરશે. ૧૨ આ ધારામાં ભરણ પોષણ માટે અથવા બીજા તેવા હકે
માટે જે જે નિયમે જ્ઞાતિએ ઠરાવેલ છે તે નિયમમાં ફરમાવ્યા કરતાં કાંઈ વધુ લાભ, દરબારશ્રી અથવા સરકારશ્રીની અદાલતે મારફતે મળી શકતાં હોય છે, તેને લાલ
લેવાને જ્ઞાતિ તેવાં પક્ષકારોને છુટ આપે છે. ૧૩ આ ધારો બાંધવાની નેમ જ્ઞાતિરિવાજ એકસ ઠરાવ
વાને છે; પરંતુ જ્ઞાતિએ, ધારો બાંધતી વખતે દરબારશ્રી કે સરકારશ્રીના કાયદાને લાભ મળતો હોય, તે અટકાવવાની નેમ બીલકુલ રાખેલ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com