________________
લેવા દેવાનો વ્યવહાર આપણા પ્રગણ સાથે ચાલતા હાય. તેવાં સર્વ દશાશ્રીમાળી સાથે રાખ. ૫ કઈ પણ શમ્સ પિતાની કન્યા પરછલામાંના કોઈ પણ દશાશ્રીમાળી વાણીયાને આપે તે તેને પાંચ વર્ષ સુધી
જ્ઞાતિ બહાર રાખવો અને રૂા. ૫૦૧) દંડના લેવા. ૬ કઈ પણ શમ્સ પોતાની કન્યાને પરજ્ઞાતિમાં આપે તે તેને
જન્મપર્યત જ્ઞાતિ બહારની શિક્ષા કરવી. ૭. કઈ પણ શમ્સ ૪૫ વર્ષ કરતાં વધારે ઉંમરના પુરૂષને
પોતાની કન્યા આપવી નહીં તેમ તેવા પુરૂષે કોઈ કન્યા લેવી નહીં. તેમ છતાં જો કોઈ તેવા પુરૂષને કન્યા દેશે કે તે પુરૂષ કન્યા લેશે, તે બંને શખ્સને વધારેમાં વધારે છ માસ સુધી જ્ઞાતિબહારની શિક્ષા કરવામાં આવશે. તેમજ દરેક પાસેથી રૂા. ૫૦૧) દંડના લેવામાં આવશે. અને તેવી ઉમરના વરે ૨૦૦૧) પલ્લાના મૂકવા પડશે. પરજીલ્લામાંથી કદાપિ તેવી ઉમરવાળે વર, કન્યા લાવશે, તે પણ ઉપર મુજબ શિક્ષાને પાત્ર થશે. અને તેણે ઉપર મુજબ
પહેલાંની રકમ મૂકવી પડશે. ૮ પરછલામાં જે કન્યા અપાય છે, તે બાબતની સર્વે નેખ
મદારી કન્યાવાળાને શીર છે. એટલે તે વર ખરેખર દશાશ્રીમાળી છે એ ખાત્રી કન્યાવાળાએજ કરવાની છે. છતાં જે જ્ઞાતિને દંડ ભરાયા પછી માલુમ પડશે કે તે વર દશાશ્રીમાળી નથી અને તે બાબતની ખાત્રી મેળવવામાં કન્યાવાળાની કસુર છે, તે એક વખત દંડ લીધાં છતાં જ્ઞાતિ કન્યાંવાળાને તેની કસુર માટે બીજી વધારે શિક્ષા ગુન્હાના પ્રમાણમાં કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com