________________
( ૨૧ ) ૯ હરખજમણુ ન લેવું તે શ્રેષ્ઠ છે. પરંતુ ચાલતી રૂઢીને
લીધે તે એકાએક બંધ થવું અશક્ય હેઈ એવું ઠરાવવામાં આવે છે, કે વરવાળાએ ૧૦૦ કરતાં વધારે માણસ લઈ જવા નહિ. અને જે કન્યાવાળાએ ઓછા માણસો લાવવા કહેવરાવ્યું હોય તે તેટલા લઈ જવા. વરવાળાએ પિતાથી આપવાના નેતરાને ખરડો કન્યાવાળાને આપ અને કન્યાવાળાએ સદરહુ નેતરાં વરવાળાના નામથી ફેરવવાં. વધારે માણસ લઈ જનારને રૂા. ૧૦૧) સુધી દંડ કરવામાં આવશે. હરખજમણને દિવસે કન્યાવાળાને ત્યાં ચાંદલે લેવાને રીવાજ બંધ કરવામાં આવે છે; પરંતુ બન્ને પક્ષે
લગ્નને દિવસે ચાંદલે લે તેવું ઠરાવવામાં આવે છે. ૫૦ પરગામથી આવેલી જાનને વધારેમાં વધારે કન્યાવાળાએ
પાંચ ટંક રાખવી. વિરૂદ્ધ વર્તનારને રૂા. ૫૧) દંડ કરવામાં આવશે. વરવાળા વડી કરે તે કન્યાવાળાએ એક ટંક
શિરામણી આપવી. ૫૧ લગ્ન પ્રસંગે ફટાણાંનાં ગીત ગવરાવવાં નહિ. પર જાન વિદાય થાય ત્યારે જાનીવાસે વરવાળાએ માયથાપની
માટલીમાં રૂા. ૧) મૂકો. બેનચુડીના રૂ. લેવાનો રિવાજ બંધ કરવામાં આવે છે. જે લેશે અને જે દેશે, તે બંનેને
પાંચ પાંચ રૂા. દંડ કરવામાં આવશે. પ૩ કુળગારને વધારેમાં વધારે રૂા. ૮ કન્યવાળાએ વરવાળા
પાસેથી અપાવવા. ૫૪ જ્ઞાતિદાપાના સર્વે સ્થળે રૂા. ૮ લેવા. નિરાશ્રિત ફંડના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com