________________
( ૧૪ ) પલ્લાના રૂા. ૩૦૦૦) માંથી પ્રથમની આરતની ઈચછા હોય તે રૂા. પ૦૦) સુધીનું ઘરેણું તેની પાસે રહેવા દઈ બાકીના રૂા. ૨૫૦૦) મજકુર આરતને નામે વ્યાજે મુકવા.
પ્રથમની સ્ત્રીને દીકરી હોય તે અને તે મા ભેગી રહેતી હોય તે કમતીમાં કમતી રૂા. ૧૦૦૦) દરેક દીકરી દીઠ વધારે પલ્લાનાં મુકવા પડશે.
પ્રથમની ઓરત જે ધણી ભેગી રહે તે વ્યાજ ધણું લઈ શકશે. સદરહુ ઓરત જુદી રહેતો વ્યાજ બાઈ તે લઈ શકશે.
અપવાદ:–કોઈ સબળ કારણ વરવાળા તરફથી બતાવવામાં આવશે અને જ્ઞાતિને વ્યાજબી લાગશે તે ઉપર મુજબની ગોઠવણુ વરવાળાએ કરેલ છે એમ જ્ઞાતિને ખાત્રી થશે, તે જ્ઞાતિ તેવા શખ્સને દશ વર્ષની અંદર પણ બીજી સ્ત્રી કરવાની પરવાનગી આપશે.
ઉપર પ્રમાણેની વ્યવસ્થા જે નહિ કરશે તેને જ્ઞાતિ યેગ્ય સજા કરશે. અને ઉપર મુજબને બંદેબસ્ત કરવાની જ્ઞાતિ વરવાળાને ફરજ પાડશે.
પરંતુ જ્ઞાતિની રજા મેળવ્યા વગર, પહેલા પરણેતરને દશ વર્ષ પૂરાં થયાં અગાઉ જે શખ્સ બીજી સ્ત્રી કરશે તેની પાસેથી દંડના રૂા. ૫૦૧) લેવામાં આવશે તથા આ ધારા પ્રમાણે પહેલી સ્ત્રીના ભરણપોષણ માટેની ગોઠવણ કરવાની તેને ફરજ પાડશે. અગર જે ઉપર પ્રમાણે જ્ઞાતિએ ઠરાવેલ દંડ મજકુર શમ્સ નહીં આપે તે પ્રથમની સ્ત્રીને બંદોબસ્ત નહીં કરે તે તેની સાથે જ્ઞાતિવ્યવહાર બંધ કરવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com