Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
Ibollebic bol
દાદાસાહેબ, ભાવનગર,
behee-2૦eo : DIછે
૨૦૦૪૮૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
આધુનિક વિજ્ઞાન
અને જેના
":
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ડૉ. શાલીટે કૌછે ( સુભદ્રાદેવી) | પી એચ. ડી.
Page #6
--------------------------------------------------------------------------
________________
આધુનિક વિજ્ઞાન અને પ્રી
જૂન્ય ગુરૂજી - ભાઈઓ અને બહેનો *
મનુષ્ય જાતિનું પ્રમુઝે ક્ષણ જિતાસ છે . મૂપના ઉત્તમ આતાવા લા રહેવાની ઓ મા ભારત માતાના ધાર્મિક પુત્રો , અશિs ઉ૦૭ દમ હેના અધ્ય. જો ગ્રે લત યા દંડ તેલ દેન દ જ રહેવા ની – બા એ જિત દેવી, ની આરધના હૈ છે એ નવીન તા શું એટલું Ø ૫૨જુ જમા - શ્રી નુદા જુદા દેશોની પુછ સભ્યતા અને પુ. ઈતિ મન મનાવશે મળે છે – વાર પીરુ અમુક મણ દેવીની પક રદય મન હતી. બલ્ક ના ઑવ્ મેના ગ્રં , જુન સહિત્યઘી તો પડી , જુની ગ્રી અને તેનું ભા જમા ડો . ઝેબો વિગેરે લેખક છે એ લૉ લ અન ગ્રંથ વેદ , છ ઉપનિષદ ,મહાભા ac , અજય પટ્ટે અહિત્ય વિના જુદા જુદા ગ્રંથો ની સાક્ષી પૂરે છે; અને છે , આ છે પોતે ૫૭ જિ.c નુ છીએ,
અન એમ શું ? જેલ રિલે રૂની શોધખૉલ / 9 અને કહે- તેનું ર જિતા જ છે • જિસ સમસ્ત તાન નિ ના *નું ઉaણ છે અને જિતન ૫.૨ ૭.કોજ આપવું મકા ભરીએ છીએ , વક્તા ન ઉભા કરીએ છીએ , અને વિદરાનો ન, મ૨ માં ઉમા ૩ ભાગ લઈએ છીએ , એટલુંજ –
ડૉ. કોના ગુજરાતી અક્ષર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
***
***
*******
ડૉ૦ (મિસ્) શાઊંટે કઝે પીએચ. ડી
(જર્મન શ્રાવિકા સુભદ્રાદેવી)
શનિવાર તા. ૩૦-૭-૨૭ ના દિવસે સર કાવસજી જહાંગીર હૉલ
મુંબઈમાં
આ પે લું
જાહેર ભાષણ. સજજજજજxxx**
Wetetetetatatatatatatatatatatatatatatate it
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
આધુનિક વિજ્ઞાન અને જૈન ધર્મ
यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवान्
एक एव भगवन् ! नमोऽस्तु ते ॥ પૂજ્ય ગુરૂવર્ગ, ભાઇઓ અને બહેનો
મનુષ્ય જાતિનું એક મુખ્ય લક્ષણ જિજ્ઞાસા છે. યુરોપના ઉત્તમ સભ્યતાવાલા રહેવાસીઓ યા ભારત માતાના ધાર્મિક પુત્ર, અફ્રિકાના ઉષ્ણ દેશોમાં રહેનારા અસભ્ય નીચે લોકો, ચા ઠંડા પોલર દેશોના સાદા સંતોષી રહે વાસીઅધાએ જિજ્ઞાસા દેવીની આરાધના કરે છે. એમાં નવીનતા શું? એટલું નહીં, પરંતુ જ્યારથી જુદા જુદા દેશોની પુરાણું સભ્યતા અને પુરાણા ઈતિહાસના સમાચારો મળે છે, ત્યારથીજ અમુ કમહાદેવીની સેવા પણ વિદ્યમાન હતી. બાઈબલના ઓલ્ડ ટેસ્ટમેન્તના ગ્રંથો, જુના Norse સાહિત્યની ઘણું ચોપડીઓ, જુની ચીફ અને લેટિન ભાષામાં હેરોડોટસ, સ્ટ્રે વિગેરે લેખકોઓએ લખેલા અનેક ગ્રંથો, વેદ, બ્રાહ્મણો, ઉપનિષદો, પુરાણો, મહાભારત, અવસ્ટા પહેલવી સાહિત્ય વિગેરેના જુદા જુદા ગ્રંથો તેની સાક્ષી પૂરે છે. અને
છેવટે, આપણે પોતે પણ ઘણું જિજ્ઞાસુ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lowrnatumaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
સફચારિત્રનો જાન અને તેથી કામક ચરચાઓ
અને એમાં શું ખોટું? જેટલી ફિલસેકરોની શોધ ખેલ થઈ છે અને થાય છે, તેનું કારણ જિજ્ઞાસાજ છે. જિજ્ઞાસા સમસ્ત જ્ઞાન વિજ્ઞાનના પ્રારમ્ભનું કારણ છે, અને જિજ્ઞાસાના કારણથીજ આપણે સભાઓ ભરીએ છીએ, વક્તાઓને ઉભા કરીએ છીએ, અને વિદ્વાનોની ચરચાઓમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈએ છીએ, એટલું જ નહીં–પરતુ ધર્મશાસ્ત્ર-ધાર્મિક ચરચાઓ અને છેવટે સમ્યકજ્ઞાન અને તેથી સમ્યગદર્શન અને સમ્યફચારિત્રનો પહેલો હેતુ પણ જિજ્ઞસાજ છે. इहोपपत्तिर्मम केन कर्मणा कुतः प्रयातव्यमितो भवादिति । विचारणा यस्य न जायते हृदि कथं स धर्मप्रवणो भविष्यति ॥
શાસ્ત્રકાર કેવું સાચું કહે છે! “ક્યા કર્મના કારણથી હું અહી ઉત્પન્ન થયો છું ? આ ભવ છોડીને ક્યાં જવાનો છું? જેના દિલમાં આવા વિચારો કદીબી આવતા નથી એવા માણસે ધર્મમાં કેમ આગળ વધી શકે ?”
કયા કર્મના હેતુથી હું અહી ઉત્પન્ન થયે છું? આ ભવ છોડીને ક્યાં જવાનો છું?
જે પૃથિવીમાં–જે જગતમાં ઉત્પન્ન થઈને હું જીવન વ્યતીત કરું છું, જે પૃથિવીને-જે જગતને હું ગમે તેવી મહેનત કરીને મારી ઈચ્છા પ્રમાણે છોડી શકતો નથી, પરતુ જેને-ગમે તો મારી ઈચ્છા હો યા ન દે-એક દિવસે. અન્તઃકાલના વખતે, મારે છોડી દેવી પડશે
આ પૃથિવી આ જગત કચી જાતનું એક સ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
છે? તે ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થયું છે, અને પહેલાં શું હતું? જગતમાં આ પૃથિવીની સ્થિતિ કેવી છે? અને આ પૃથિવી–સૂર્ય-ચંદ્ર-તારાવાલા જગતનું અંત કયાં છે ?
આ પૃથિવીના જુદી જુદી જાતના પ્રાણીઓ કેવી રીતે અને શા કારણથી ઉત્પન્ન થયા છે? અને તેઓનું પરસ્પર સગપણ છે કે ?
આ દૂર રહેલાં સૂર્યનાં કિરણે કેવી રીતે મારી આંખની અંદર આવે છે અને આ આંખની અંદર આકાશ અને વનસ્પતિ, પક્ષી અને પશુ, ગામડાં અને પહાડો અને માતા પિતા ગુરૂજીનું ઉત્તમ મુખ–આ બધી ચીજોનું પ્રતિબિંબ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને કેવી રીતે આગળ વધીને આત્માના જ્ઞાનમાં આવે છે?
વીજળી અને લોહચુંબકની ગુપ્ત શક્તિનું રહસ્ય કઈ જાતનું છે?
આપણા આત્માની ઈચ્છા, આપણું આત્માના નિશ્ચયના કારણથી આપણું પગે ચાલવા માંડે છે, આપણો હાથ લખવા માંડે છે, આપણું શરીર હાલવા યા સ્થિર થવા માંડે છે, તે બધું કેવી રીતે થાય છે ?
હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, લોભયુક્ત વિચારો કરીને, શબ્દો બોલીને યા કામ કરીને દરેક માણસના મનમાં ધૃણુ અને પશ્ચાત્તાપ ઉપન્ન થાય છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kuwatumaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
વધારે પવિત્ર જીવનમાં આપણે વધારે શુદ્ધ આનન્દ અનુભવીએ છીએ, તેનું કારણ શું છે ?
આ વિગેરે ઘણા પ્રશ્ન સંબંધી જિજ્ઞાસા રાખતાં– તેનો જવાબ મેળવવાને માટે મનુષ્ય જાતિએ કેટલી મહેનત કરી છે. પદ્દર્શન શાસ્ત્રીઓએ અટકલ અને અનુમાન કરતાં અને વિજ્ઞાન શાસ્ત્રીઓએ experiment અને observation દ્વારા શોધતાં શોધતાં ઘણું જુદી જુદી માન્યતાઓ–theories– સ્થાપન કરેલ છે– અસંખ્યાત વરસોથી સ્થાપન કરેલ છે અને ત્રણ ચાર હજાર વરસોથી લખવામાં પણ આવેલ છે. મોટા નામવાલા, ઉત્તમ બુદ્ધિવાલા, ઉત્કૃષ્ટ વિચારવાલા જુદા જુદા દેશોના જુદા જુદા કાળના માણસોએ જુદી જુદી પદ્ધતિ પ્રમાણે આ વિષયમાં જે શોધ અને જે મહેનત કરી છે, તેનું પરિણામ કેવું છે? તેના પરિણામથી પૂવૉક્ત સર્વ માનુષીય જિજ્ઞાસારૂપી પાની યથેસિત તૃપ્તિ થઇ છે કે નહિં, તે આપણે જોઈશું.
આપણી વીસમી સદીની પાશ્ચાત્ય વૈદ્યકલા તથા biology ના ક્ષેત્રમાં આપણું જ્ઞાન તો જરૂર બહુ આગળ વધ્યું છે. જન્મ મરણના વખતે માનુષીય શરીરમાં જેજે વિકારો થાય છે, તે બધા સ્પષ્ટ છે. તો પણ ગર્ભમાં કેવી રીતે અને ક્યારે ચૈતન્યશક્તિયુક્ત આત્મા પેસી જાય છે -ક્યાંથી આવે છે–યા મરણના વખતે શરીરને છોડીને ક્યાં જાય છે ? આ વાસ્તવિક પ્રશ્નોનો જવાબ હજુ કોઈ વૈદ્ય, કોઈ ડૉકટરે, કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
biology વેત્તાએ નથી આપ્યો. આ રહસ્યની ગંભીરતા અસીમ, અનન્ત જેવી હજુ લાગે છે. આત્માનું રહસ્ય આવું અગ્રાહ્ય હજુ લાગે છે કે તે સંબંધી Wilhelm
Wundt, એક મોટા જરમન ફિલોસોફરે એ માન્યતા ઉચ્ચારી છે કે-જેવી રીતે પવન એક ગ્રાહ્ય ચીજ નહીં, પરંતુ હવાના movement નું પરિણામ છે, તેવી રીતે આત્મા પણ કંઈ ગ્રાહ્ય ચીજ નથી, પરંતુ મગજની activity જે ક્ષણે ક્ષણે થાય છે, તેનો સરવાલોજ છે, તેનું sum total છે-બસ, એટલે કે-જ્યારે મરણ પછી મગજ બગડી જાય છે અને તેની activity–તેનું કામબંધ થાય છે, ત્યારે આત્માનો પણ નાશ થાય છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે–સ્વર્ગ નરક વિગેરેની વાતો એ દંતકથાઓ છે. અને આત્માની નિત્યતા એક શશશૃંગ, એક ખપુષ્પ છે કે જે બાળકોને શાંત કરવાને માટે યા eschatogical શોધ કરવાને માટે જ કદાચ કામમાં આવે છે.
આ પૃથિવી સંબંધી ભૂગોળવિદ્યા, geology–એટલે ભૂસ્તરવિદ્યા-palaeontology વિગેરે શાસ્ત્રના વિદ્વાનોએ ઘણી શોધ કરી છે, અને પૃથિવીના જુદા જુદા થરોમાં જે જાતના પત્થર, કાંકરા, ધાતુ વિગેરે, તથા જે જાતનાં પ્રાણુઓનાં હાડકાં યા શિલીભૂત બીજા અવશિષ્ટ ભાગો યા વનસ્પતિના petrifactions મલે છે, તે ઉપરથી અનુમાન ઉચ્ચાર્યું છે કે-“કોડો વરસ પહેલાં આ પૃથિવી આપણા સૂર્ય જેવો ઉષ્ણતા અને સ્વરોશનીવાલો એક તારો હતો, જેમાં પથર અને ધાતુ હજુ liquid Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burmatumaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
યા gaseous સ્થિતિમાં રહેલાં હતાં અને કંઈ પણ જીવેત્પત્તિ હજુ નહીં થઈ હતી. ધીમે ધીમે ઉષ્ણતા ઓછી થતાં અનેક વિકારપૂર્વક સ્થિરતા થઈ, અને એકરૂંધવાલા એકેન્દ્રિય સૂક્ષ્મ જીવ ઉત્પન્ન થયા. આ જીવોના propagation અને evolution દ્વારા વધારે ઉચી જાતના જીવો ઉત્પન્ન થયા છે, એટલે એક બાજુમાં વનસ્પતિ અને બીજી બાજુમાં કીડા, કીડાથી માછલી, માછલીથી મગર વિગેરે એમ સિંહ, વાઘ, વાંદરા સુધી બધી જાતના પ્રાણીઓ, અને, સૌથી છેલ્લાં–વાંદરાથી મનુષ્યો ઉત્પન્ન થયા છે. આ Darwin ની પ્રસિદ્ધ theory છે. આ theory નો આધાર એ છે કે–પૃથિવીના નીચે રહેલા થરોમાં નીચી જાતના જીવોનાં અવશિષ્ટ હાડકાં વિગેરે મલે છે, જ્યારે ઉચે રહેલા થરોમાં અનુક્રમે ઉચી અને વધારે ઉચી જાતના જીવોનાં હાડકાં, petrifactions વિગેરે મલે છે. અને બીજું એ કે એવા જીવોના અવ. શિષ્ટ ભાગ પણ મળે છે કે જે (અને આ બિલકુલ સાચી વાત છે)–અર્થે માછલીનું અને અધું મગરનું શરીર, યા અધું માછલીનું અને અધું પક્ષીનું શરીર, યા અધું મગર અને અર્ધ પક્ષીનું શરીર વિગેરે ધારણ કરે છે, અને વધારે ઉચે રહેલા થરોમાં પણ કંઈ મનુષ્ય અને કંઈ વાંદરાનાં લક્ષણ રાખનારાં હાડકાં મલ્યાં છે.
પરતું પ્રાણીઓની ગમે તે જાતિથી કોઈ નવી પ્રાણઓની જાતિ ઉત્પન્ન થઈ શકે, એવું આપણે જોઈ કે. અનુભવી શકતા નથી. અર્થાત બીલાડી, કુતર, ચકલી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ઘોડા વિગેરે ગમે તે પ્રાણીઓની જાતિમાંથી બીજી બીજી જાતનાં જાનવરો ઉત્પન્ન થયાં હોય એવું, જ્યારથી આપણે કલપી શકીએ છીએ ત્યારથી, હજુ જોવામાં નથી આવ્યું. અને આ કારણથી આજે Do nimની theory અશ્રય ગણાય છે, બાકી કેવી રીતે જીવરહિત પૃથિવીમાં એકદમ પોતાની મેળે પહેલી વાર એકસ્પંધવાલા જીવો ઉત્પન્ન થયા, તે સંબંધી કોણ બોલ્યું છે? હા, કોઈએ એમ જરૂર કીધું છે કે આ એક ખંધવાલા જીવો આ પૃથિવી બહારના એક તારામાંથી પૃથિવી ઉપર પડ્યા છે. પરંતુ તે પહેલા તારામાં કેવી રીતે ઉત્પન્ન થયા હતા ? એનો કંઈ જવાબ નથી.
હવે પૃથિવીમાં જે ઉષ્ણુતા પહેલાં વિદ્યમાન હતી અને જે ઉષ્ણતા હજુ સૂર્યમાં વિદ્યમાન છે, તે ક્યાંથી આવી છે? અને પૃથિવી ચંદ્ર તથા ગ્રહો જ ચાલે છે તો તે કયા કારણથી ચાલે છે? અને rotation તથા revolution-તેની આ દ્વિવિધ ગતિ શા કારણથી હજુ બંધ નથી થઈ? આ સંબંધી પણ કંઈ ઉત્તર નથી.
બાકી, જો કે સૂર્ય ચંદ્ર તારાઓની પરિસ્થિતિ સંબંધી બહુ શેધ ચાલે છે અને ત્યાં રહેલી ઉષ્ણતા, હવા, ધાતુઓ વિગેરે વિષયો આપણા ખગોલ વેત્તાઓને બરાઅર માલૂમ થયા છે, તો પણ પૃથિવી ચાલે છે અને સૂર્ય સ્થિર રહે છે કે સૂર્ય ચાલે છે અને પૃથિવી સ્થિર છે, તે સંબંધી આજે પણ નવી શંકાઓ, Kepler ની theory ની વિરૂદ્ધમાં, ઉચ્ચારવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burvatumaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
સૂર્યનાં કિરણે કેટલા વખતમાં પૃથિવીમાં પહોંચી જાય છે, આ કિરણની સફેદ રોશની સાત જુદા રંગવાલા કિરણનું mixture છે, અને આ સાત જાતના Beli B1914 ultra-red, ultra-violet ovai બીજાં અદ્રશ્ય કિરણે છે,–છાયા અને દર્પણનું પ્રતિબિંબ કેવી રીતે થાય છે, ઈન્દ્રધનુષ્ય કેમ ઉત્પન્ન થાય છે, તે બધું આપણે બરાબર જાણુએ છીએ, અને રોશનીના ગુણ અને નિયમો photographic camera, telescope, microscope, stereoscope, cinema, television વિગેરેમાં બરાબર ઉપયોગ કરીએ છીએ. અને એ પણ જાણીએ છીએ કે જુદા રંગવાલી રોશની જુદી જાતના તરંગો વડે કરીને આગળ ચાલે છે.પરતુ યી ચીજ આગળ ચાલે છે તેની આજે પણ કોઈને ખબર નથી. કેટલાક વિદ્વાનોએ કીધું છે કે
aether” આ નામવાળું એક પુગલ છે, તેમાં તરંગો ઉત્પન્ન થાય છે તેજ રોશની છે. પરંતુ આ તરંગો શાથી ઉત્પન્ન થાય છે, તે કોને માલૂમ? અને જે “aether” ની કલ્પના કરવામાં આવે છે, તે gether અદશ્ય, અલ્ય, સર્વવ્યાપી (એટલે જ્યાં હવા નહીં હોય, ત્યાં પણ વિદ્યમાન છે, પરમાણુઓના મધ્યમાં પણ વિદ્યમાન છે), સ્પર્શ, જીભ, નાક, કાનથી પણ અગ્રાહ્ય, બુદ્ધિથી અને ગમે તેવા instrument વડે કરીને અગ્રાહ્ય, સંક્ષેપમાં કલ્પના સિવાય સર્વથા અગ્રાહા એક ચીજ છે. આવી એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
ચીજ હોઈ શકે કે કેમ? તે પણ તેની કલ્પના કરવી જરૂરી છે. કારણ કે આ સિવાય રોશનીની પ્રકૃતિ સમજી શકાય એમ નથી.
આજ aether માં પણ ચાલનારા, પરતુ જુદી જાતના તરંગો, વિદ્વાનો વીજલીની વ્યાખ્યાને માટે, અને લોહચુમ્બકની પ્રકૃતિ સમજવાને માટે પણ કહપે છે. વીજલી અને લોહચુમ્બકમાં રહેલી શક્તિઓ-કે જેનાં નામ ઇલેક્ટ્રીસિટી અને મેગ્નીટિઝમ રાખવામાં આવ્યાં છે તેને મનુષ્યોએ પોતાના ગુલામ તરીકે બનાવી છે, અને તેજ શક્તિઓ ટેલીગ્રેફ, ટેલીફોન, ઇલેકટ્રિક લાઈટ, ડિનેમો મશીન, મોટરો, રેડીઓ વિગેરે અનેક જુદી જાતની વસ્તુઓમાં માણસને માટે દિન રાત કામ કરી રહી છે. બે જુદી જાતની–પરંતુ એકજ પ્રકૃતિવાલીશક્તિઓનું પરસ્પર સ્પર્શ થાય છે, એવી રીતે ઇલેકટ્રિસિટી વીજલીમાં દ્રશ્ય અને સ્પૃશ્ય થાય છે, એમ વિદ્વાનો આજે ધારે છે. પરંતુ આ બે શક્તિઓ ક્યાંથી આવેલ છે, શા કારણથી અનન્તવાર ભેગી થવા છતાં ફરીથી અને ફરીથી અલગ થાય છે, તે સંબંધી આજે પણ કોઈને બરાબર જ્ઞાન થયું નથી,
જ્યારે આવી સ્થલ બાબતો સંબંધી આપણા જ્ઞાન વિજ્ઞાનના શાસ્ત્રીઓ અને ફિલોસોફરોમાં હજુ એટલી શંકાઓ અને એટલું અજ્ઞાન વિદ્યમાન છે, તો પછી આપણા આત્મબળના કારણથી કેવી રીતે આપણું શરીર કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
કરે છે, એટલે મનમાં ચાલવા વિગેરેનો નિશ્ચય થયા પછી આપણા પગ ચાલવા માંડે છે, પશ્ચાત્તાપ અને અકૃત્યને માટે ધૃણા કેવી રીતે અને શા માટે મનુષ્યના દિલમાં થાય છે? અને તે પશ્ચાત્તાપ વિગેરે શા માટે કોઈ મનુષ્યના દિલમાં તત્કાલ, કે કોઈ મનુષ્યના દિલમાં ઓછા વત્તા વિલંબ પૂર્વક થાય છે ? આવા સૂક્ષ્મમાં સૂક્ષમ પ્રશ્ન સંબંધી આપણું psychology (માનસશાસ્ત્ર), biology વિગેરે શાસ્ત્રોના વેત્તાઓ ચુપ ચાપ રહેતો એમાં આશ્ચર્ય જેવું શું છે?
ઘણું જ્ઞાન આપણી પાસે છે, અને ઘણી કુદરતની શક્તિઓ આપણું સેવા કરી રહી છે આપણું ગુલામ થઈ ને રહી છે,–તો પણ આ બધી શક્તિઓની પ્રકૃતિ હજુ અગ્રાહ્ય, આપણે માટે હજુ રહસ્યમાં છે. અને જે આપણે વધારે ને વધારે અભ્યાસ અને શોધખોલ કરીએ છીએ તો આપણી આશા ઓછી ને ઓછી થાય છે કે આ બધી બાબતોમાં વધારે ગમ્ભીર જ્ઞાન પ્રાપ્ત કરી શકાશે. એટલું નહીં, પરંતુ છેવટે-વિજ્ઞાન કુશલ થઈનેઆશારહિત થઈને-આપણને માલુમ થાય કે આમાં સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું તે આ મનુષ્ય જીવનમાં અશક્ય જ છે, Goethe, આ પ્રસિદ્ધ German કવિએ “Doctor Faust” આ નામવાળું એક ઉત્તમ નાટક લખ્યું છે, જેમાં “આ મનુષ્ય જીવનનો અર્થ શું છે?” આ પ્રશ્નની ચરચા થાય છે. આ નાટકનો નાયક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Dr. Faust, આ સુન્દર-જગતપ્રસિદ્ધ શબ્દો બોલે
Habe nun-ach-Philosophie, Medizin und Iuristerei, . Und leider auch Theologie Durchaus studieret mit, vieler Mueh: Da steh ich nun, ich armer Tor, Und bin so klug als wie zuvor. Heisse Magister, heisse Doktor gar, Und ziehe schon an die zehen Iahr Herauf, herab und quer und krumm Meine Schueler an der Nase herum Und sehe dass wir nichts wissen koennen. Das will mir schier das Herz verbrennen.
20122 "philosophy, medecine, jurispru. dence, theology, આ સમસ્ત જ્ઞાન વિજ્ઞાનની ચારે શાખામાં મેં ઘણે અભ્યાસ કર્યો છે, ઘણી શોધ કરી છે. શું છે તેનું પરિણામ? પહેલાં જે મારી પાસે હતું, તે ઉપરાન્ત મેં કંઈ પણ વાસ્તવિક નવું જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું. “Magister” (એટલે M. A.) અને “ડાફટર,” આ title મને મલ્યા છે, અને દસ એક વરસથી હું મારા શિષ્યોને પણ કઠોર અભ્યાસ કરાવું છું. તો પણ મને એજ માત્ર ખાતરી થઈ છે કે આપણે કંઈ પણ ચીજ બરાબર જાણી શકીએ એમ નથી. તેથી મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
દિલમાં અત્યન્ત દુઃખ ઉત્પન્ન થયું છે અને મારો આત્મા પીડાથી બળે છે.”–આ તે કવિના શબ્દો છે કે જેઓ પોતે એક મોટા scientist હતા. Du Bois-Reymond, એક બીજા મોટા વિદ્વાને વિજ્ઞાનશાસ્ત્રીઓની એક વિશાળ સભામાં–નિરાશ થઈને આ uflete llogt 6221148 ig -"ignoramus, ignora. bimus” એટલે “આપણે કંઈ પણ જાણતા નથી, અને કદીધી જાણીશું એમ પણ નથી જ !
જે વિદ્વાન લોકો આમ નિરાશપણામાં રહેલા છે, તે સાધારણ શિક્ષિત લોકો-કે જેઓનું જ્ઞાન, જેઓની માન્યતાઓ તો વિદ્વાનોના જ્ઞાનનું, વિદ્વાનોની માન્યતાઓનું એક ઝાંખું પ્રતિબિંબ છે, એવા લોકોના સંબંધમાં કહેવું જ શું? આત્માની પૂર્વોક્ત જેવી માન્યતાઓ અને વ્યાખ્યાઓ સાંભળીને ઘણા ઓછા લોકો આત્માની નિત્યતા-અને તેથી પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષ વિગેરે ધાર્મિક માન્યતાઓ સંબંધી સંપૂર્ણ વિશ્વાસ રાખે, એમાં આશ્ચર્ય શું?
Experiment, અનુમાન વિગેરે સાધનો દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન અને ધર્મશાસ્ત્રોમાં લખેલી બાબતમાં તો બહુ વિરૂદ્ધપણું વિદ્યમાન છે, અને ધર્મશાસ્ત્રોમાં પ્રરૂપેલ અનેક myths, legends વિગેરે સમાચારો તે સર્વ સાધારણના અનુભવથી કે સર્વસાધારણના વિચારોથી પણ બહુ વિરૂદ્ધ છે! અને જ્યારે આવીજ બાબતોમાં શંકાઓ છે, તો પછી આ સિદ્ધાન્તોમાં પણ પ્રરૂપેલ ધાર્મિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૩
નિયમો-ધાર્મિક commdments-સંબંધી શું કહેવું? તેનું પાલન આત્મા અને જગતના કલ્યાણનો માર્ગ છે, એ કોણ સંપૂર્ણ ખાતરી પૂર્વક સ્વીકારે ? અને જો સ્વીકારતા નથી તો પછી માનવું શું? ક્યા નિયમો અને ક્યા ધર્મ પ્રમાણે જીવન કરવું? શું છે હેય ય અને ઉપાદેય?– જે બીજાઓએ બનાવેલા સિદ્ધાન્ત સંબંધી શંકા થાય છેઅવિશ્વાસ વર્તે છે, તો છેવટે, આપણા પોતાના દીલની ભાવના-આપણા પોતાના હૃદયની ઈચ્છાઓ સિવાય આ જગતમાં બીજું શું માનનીય છે? એમ ધારીને
Erlaubt ist was gefaellt” એટલે “જે પિતાને ગમે છે તે માટે છૂટ છે” આ નિયમને ઘણા માણસોએ પોતાનું device- પોતાનો સિદ્ધાન્ત–બનાવ્યો છે. પરંતુ તેનું પરિણામ શું છે? સાધારણ માણસોનું દિલ શુદ્ધ નથી, એની ભાવનાઓ અને ઈચ્છાઓ ઘણે ભાગે સ્વાર્થી, હિંસાકારક, બીજાઓને માટે નુકસાનકારક, વિચિત્ર અને અનિયમિત હોય છે, અને બીજાઓની ભાવનાથી, બીજાઓની ઈચ્છાથી, બીજાઓના સ્વાર્થથી ઘણેભાગે વિરૂદ્ધ હોય છે. જે આજ દિલને સિદ્ધાન્તના સ્થાનમાં આરોપવામાં આવે તો માણસનું આખું જીવન, એટલું જ નહીં પરંતુ આખા સમાજ, આખા દેશ, અને આખી દુનીયાના રહેવાસીઓનું જીવન કેટલું અશુદ્ધ, કેટલું અનિયમિત અને નિત્ય ભયથી ભરેલું થાય, એને વિચાર સૌ કઈ કરી શકે તેમ છે. આવી અવનતિ રેપના જીવનમાં થઈ છે કે કેમ? તે આપણે તપાસીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૪
આજકાલની–વિશેષથી European-સમાજના જીવનની તપાસ કરીએ છીએ તે, એ જરૂર કહેવું જોઈએ કે-પુરાણું European સભ્યતા કરતાં અને હિંદુ તથા જૈનોની સભ્યતા કરતાં આજકાલની European સભ્યતા અવશ્ય પાછળ રહેલી–અવનતિ તરફ ચાલનારા જેવી લાગે છે. આ વિષય સંબંધી Oswald Spengler, એક જર્મન વિદ્વાન લેખકે “Der Untergang des Abendlandes” એટલે “પાશ્ચાત્ય દેશોની અવનતિ” આ નામની એક ચોપડી લખેલી છે. તેમાં Oswald Spengler પણ આપણું લક્ષ્ય આ બાબત તરફ ખેચે છે કે-આજ કાલના પાશ્ચાત્ય દેશના રહેવાસીઓ, કે જે લેકે civilization ca natural science, technic, mechanics વિગેરે બધા જ્ઞાન વિજ્ઞાનના જુદા જુદા ખેતરોમાં અપૂર્વ ઉન્નતિના શિખર ઉપર પહોંચ્યા છે-તેજ લકે- “culture” એટલે ધર્મ,
onals, સંક્ષેપમાં સભ્યતાના વિષયમાં એક અદ્વિતીય ઉંડી અવનતિ તરફ ચાલી રહ્યા છે. જ્યારે એશીયાના દેશોના પુત્રે-“civilization”માં પાછલ રહેવા છતાં પણ પોતાના પુરાણા “culture' ની રક્ષા હજુ ઉત્સાહ પૂર્વક અને ખાતરી પૂર્વક કરી રહેલા છે, એટલે પોતાના જૂના ધર્મના પાલનમાં એકાગ્રચિત્ત રહેલા છે. . તે બધું ઠીક હશે, તો પણ “Erlaubt ist was
gefaell. એટલે “જે પોતાને ગમે છે તેને માટે છૂટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૫
છે'-આ સિદ્ધાન્ત પ્રમાણે જે માણસો આચરણ કરે છે, એવા લોકોનું moral condition અવનતિમાં પહોંચે છે અને એવા લોકોનું જીવન નિત્ય ભયથી, નિત્ય લોભથી, નિત્ય અશાંતિથી ભરેલું રહે છે, તો તે ન્યાયયુક્ત જેવું જ છે. એટલું જ નહિં, પરન્તુ આશ્ચર્યાદાયક વાત તો એ લાગવી જોઈએ કે જે યુરોપના દેશોની moral અવનતિ તરફ Oswald Spengler આપણું ધ્યાન ખેંચે છે, તે અવનતિ એટલી ઉંડી તે નથીજ કે જેટલી ઉંડી હેવી જોઈએ,
વળી આશ્ચર્યદાયક વાત એ પણ લાગવી જોઈએ કે જે લોકો પોતાના સિદ્ધાન્તોની authority સંબંધી શંકા રાખે છે, તે વિલાયતના લોકોનો સત્ય પ્રેમ અને સરલતા, પ્રતિજ્ઞા પાલવામાં સ્થિરતા અને વિશ્વસનીયતા, કામકાજમાં એકાગ્રચિત્તતા વિગેરે ગુણે દુનિયામાં પ્રસિદ્ધ છે. (અને આ ગુણોની પ્રશંસા તો વિશેષથી હિંદુસ્થાનમાં વારંવાર સંભળાય છે).
આશ્ચર્યદાયક વાત એ પણ છે કે જે લોકો પુણ્ય પાપના શુભ અશુભ પરિણામ સંબંધી સંશય રાખે છે તેજ લોકો પરોપકાર, જીવરક્ષા અને જીવનની શુદ્ધિના સુધાર, એ વિગેરે લક્ષ્ય તરફ અદ્ભુત ઉત્સાહ બતાવે છે અને એવાં અનેક મંડળ, અનેક society યા association સ્થાપન કરે છે કે જેમાં પ્રાણીઓની રક્ષા, દારૂપાનનો ત્યાગ, માંસાહારના વિરમણ વિગેરે સંબંધી મેહેનત કરવામાં આવે છે. અને જેઓ માસિક, ભાષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
દ્વારા શુદ્ધ જીવન-સીધું સાદું જીવન બનાવવાનો ઉપદેશ અને સૂચના કરે છે !
આશ્ચર્યદાયક વાત એ પણ છે કે જે લોકોના દિલની સાચી ભાવના, પોતાના કઠોર કર્તવ્યના કામકાજમાં, આ જીવનની કૃર લડાઈની ચિંતામાં, મોજ શોખના ભોગમાં, એશારામના ક્ષણિક આનન્દમાં, અને હાસ્યરસ વાસિત ચપલ વિચારો તથા વાતચીતોની પાછળ ઢંકાએલી રહી છે, ગુપ્ત રહે છે,–તેજ લોકોના મનમાં જૈનસિદ્ધાન્તના પાંચ મોટા નિયમે તરફ ઘણે પ્રેમ વિદ્યમાન છે–અર્થાત
पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् ।
अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ॥ એટલું જ નહીં પરંતુ આ પાંચ મોટા નિયમો આખી યૂરોપીયન society નાં સાચાં મૂલન છે. આ પાંચ મોટા નિયમોના અતિચારનું પરિણામ, ઉત્તમ લોકોના તરફથી અત્યન્ત અપમાન અને આખા સમાજના જાહેર boycott માં આવે છે બીજું કંઈજ નહીં.
આશ્ચર્યદાયક એ પણ વાત છે કે જે લોકો સિદ્ધાતોમાં પ્રરૂપેલી આત્માની નિત્યતા સંબંધી ખાતરી રાખતા નથી, તેજ લોકો spiritism, occoultism વિગેરેની ચરચાઓમાં વધારે ઉત્સાહ પૂર્વક ભાગ લે છે, એટલું નહીં પરંતુ ઉત્કંઠાપૂર્વક એવા ગપ્પા પણ સાંભલે છે કે જે ગપ્પા, ઠગનારા ધૂત તેઓના ગુજરી ગયેલા સગા મિ વિગેરે અને તેઓના પરલોકીય જીવનના સંબંધમાં મારે છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
અને વળી આજ લોકોના મધ્યમાં એક I. I. Roussea... ઉત્પન્ન થયા છે, કે જેઓએ જૈન ધર્મમાં પણ માનેલી આત્માની સર્વ મેહરબાની અને સર્વ શુદ્ધિની પ્રરૂપણા કરી છે. આ લોકોમાં એક Leibmita ઉત્પન્ન થયા છે, કે જેઓની જૈન સિદ્ધાન્તની સાથે અદ્ભુત રીતે મળેલી માન્યતા એ છે કે-જીવ નિત્ય છે, એની આ સંસારમાં જુદી જુદી પરિસ્થિતિમાં રહેલા અસંખ્યાત જીવો, જેવા કે નિગોદના, કીડાના, માછલી, પક્ષી, પશુઓના, મનુષ્યોના, દેવ અને છેવટે પરમેશ્વર–આ બધા જીવોનો સમાવેશ થાય છે, વળી તે દરેક જીવમાં સંપૂર્ણ આનન્દસંપૂર્ણજ્ઞાનની સ્થિતિમાં–સિદ્ધગતિમાં પહોંચવાની શક્તિ છે.
આ બધું શું બતાવે છે ?–અમારા મોટા જર્મન કવિ Goethe નું એક સુન્દર વાક્ય છે કે “ Ein guter Mensch in seinem dunklen Drange
Ist sich des rechten Weges wohl bewasst.”
એટલે “જે કોઈ સાધારણ સારો માણસ (ભવ્ય) પણ હોય, એને પોતાના દિલની ગુપ્ત ભાવનાથી જ કલ્યાણનો સાચો રસ્તો જરૂર માલૂમ હોયજ.”
આ કથન ઉપરથી એમ લાગે છે કે બધાયે સાધારણ માણસોના હૃદયમાં વધારે ગુપ્ત રીતે-અને ઉત્તમ પુરૂષોના દિલમાં વધારે સ્પષ્ટ રીતે, ખાસ જૈન ધર્મમાં માનેલા સમ્યફજ્ઞાન–અને તેથી પણ સમ્યગદર્શન અને સમ્યફચારિત્રએટલે સમ્યકત્વની ભાવનાનું એક પ્રતિબિંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૮
વિદ્યમાન છે-કે જે કોઈ વાર દ્રશ્ય થાય છે અને જેનો પ્રભાવ આખી દુનિયાના સામાજિક જીવનમાં પણ સદા દેખાય છે.
એટલું જ નહીં, પરંતુ જે જે ક્રિસ્ટીયન ધર્મમાં, બૌદ્ધ ધર્મમાં, હિંદુધર્મમાં, પાસિંધર્મમાં, મુસલમાનધર્મમાં એમ ગમે તે દુનિયાના મોટા ધર્મમાં ખાસ પ્રરૂપણ થાય છે એટલે પરોપકાર અને આત્મશુદ્ધિ દ્વારા કલ્યાણ તરફ જવું–એ પ્રરૂપણા જૈન સિદ્ધાન્તમાં અદ્વિતીયવિશાળતા, અદ્વિતીય સૂક્ષ્મતા, અદ્વિતીય ન્યાય અને યુક્તિ પૂર્વક તથા અદ્વિતીય સ્પષ્ટતા પૂર્વક કરવામાં આવી છે.
જૈનધર્મની આખી system એટલી સ્પષ્ટ, એટલી ન્યાયયુક્ત છે કે ગમે તેવો critical mind, ગમે તેવો મહાત્મા, તેની અંદર પ્રવેશ કરીને સંપૂર્ણ સંતોષ અને શાંતિ પામી શકે છે.
જૈન સિદ્ધાન્તમાં પ્રરૂપેલા જ્યોતિષ, પ્રમાણ, માનસ, અર્થતત્ત્વશાસ્ત્ર, પ્રકૃતિવિદ્યા, પ્રાણીવિદ્યા યા ગમે તે શાસ્ત્રમાં વિદ્વાન, સૈદ્ધાતિક ગાથાઓની અત્યન્ત રમણુયતામાં કવિતાપ્રેમી, સ્યાદવાદ અને નયવાદના systemsની અંદર વાદી, જીવ અજીવ વિગેરે નવતોની વ્યાખ્યામાં ફિલોસોફર, પુરૂષાર્થ-free will–ના સિદ્ધાન્તમાં શૂરવીર અને બહાર દૂર માણસ, પુણ્ય પાપની વ્યાખ્યામાં યોગી અને ત્યાગી, દાન વિગેરે પરોપકારનો લાભ લેવાની સૂચનાઓમાં લક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
ધિપતિ, તપસ્યા અને ત્યાગ કરવાના ઉપદેશમાં ગરીબ માણસ એમ જુદા જુદા વિષયોમાં જુદા જુદા લેકે પોતાના આનન્દનું મૂલ, પોતાના કલ્યાણની માર્ગદર્શિકા સમજી શકે છે. જૈન ધર્મમાં પુરૂષ યા સ્ત્રી, શેઠ યા ભિક્ષુ, ગૃહસ્થ યા બાબા, બધા વર્ણ આશ્રમના લોકો પોતાની માનસિક ભાવના પ્રમાણે, પોતાના કર્તવ્ય પ્રમાણે સુખ અને શાંતિ મેળવી શકે છે. ગમે તે મહારાજાધિરાજ પિતાના હીરા માણેક મોતીથી જડિત સોનાના આભૂષણોની શોભામાં અને રમય ભોગ ઉપભોગના આનદમાં યા પોતાના રાજ્યનીતિના ક. વ્યોમાં. મસ્ત હોય, છતાં, વસ્તુપાલની માફક, એક આદર્શ જૈન થઈ શકે, અને કોઈ ઉત્તમ સાધુધર્મને પાળનારા સાધુજી વધારે મોટા સંગમાં રહીને પણ, તેજ જૈન ધર્મની મર્યાદામાં પોતાનું કલ્યાણ શોધી શકે, અને પોતાના મનની શાંતિમાંજ, ત્યાગવૃત્તિમાંજસંતોષ સંપૂર્ણ રીતે મેળવી શકે છે. * કૃષ્ણ અને રાધા, રામ અને સીતાજી, લક્ષ્મણ અને હનુમાન, શિવ અને દુર્ગો, ઇંદ્ર અને ઈઢાણ અને બધા લોકપાલો, લક્ષ્મી, સરસ્વતી, બ્રહ્મા વિગેરે ગમે તે દેવતાઓને, તેમનામાં રહેલા ગુણોનું લક્ષ્ય કરીને, માનવા એ જૈન ધર્મથી વિરૂદ્ધ નથી. ઉલટું એમ કહી શકાય કે જે કૃષ્ણજી, ક્રાઈઝ Zarthosht, WICHE 41 z Nanak al 240યાચી જૈન ધર્મ અંગીકાર કરે છે તે–તે પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burvatumaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
ધર્મમાં વધારેજ આગળ વધી શકે છે. એટલે, જે માણસ કઈસ્ટ યા મોહમદના ઉપદેશ પ્રમાણે સર્વ મનુષ્યો ઉપર પ્રેમ રાખવા ઉપરાન્ત, શ્રી મહાવીર સ્વામીના ઉપદેશને અનુસરીને પશુ પક્ષી વિગેરે બધાએ પ્રાણુઓ ઉપર કૃપા બતાવે છે,–-યા જે પારસી Zarthosht ના સિદ્ધાન્ત પ્રમાણે, “ humata, huhta, kuvarshta” (એટલે સારો વિચાર, સારો શબ્દ સારી ક્રિયા) કરવા ઉપરાન્ત, શ્રીમહાવીરના ઉપદેશ પ્રમાણે મન વચન અને કાયાથી સારું કરે, સારૂં કરાવે અને સારાની અનુમોદના આપે છે, તે માણસ તો જરૂર એક વધારે ઉચી હદે પહોંચેલો કહી શકાય.
ક્રિસ્ટીયન, વૈષ્ણવ, શૈવ, પારસી અને મુસલમાનના ધર્મમાં માનેલા નરક અને સ્વર્ગ અને તેમણે માનેલા ઇષ્ટદેવને પણ માનવાને માટે જૈન સિદ્ધાતની ઉદાર દૃષ્ટિથી કંઈ પણ અડચણ નથી. પણ ધ્યાનમાં એ રાખવું જોઈએ કે–અમુક દેવની ઉચી સ્થિતિથી પણ, રાગદ્વેષ રહિત, અનન્ત સુખવાળા, અનન્ત જ્ઞાનવાળા આત્માની સિદ્ધગતિ વધારે ઉચી છે-અને કે, આ સિદ્ધગતિ પ્રાપ્ત કરવી–આત્મશુદ્ધિ વડે કરીને પ્રાપ્ત કરવીતે દેવતા, મનુષ્ય, પશુ અને બધા પ્રાણુઓને માટે આ જિન્દગીનું એકજ લક્ષ્ય છે-આ જીવનનો ઉત્તમ અર્થ છે.
આવી રીતે શ્રી જૈનસિદ્ધાન્તની ઓળખ બધાએ માણસેને માટે જરૂર કલ્યાણકારક છે. કલ્યાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૧ કારકજ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મનને સંતોષદાયક છે, કારણ કે નવીનમાં નવીન શોધખેલનું પરિણામ શ્રીઅતના સિદ્ધાન્તની સાથે ઘણે ભાગે અદૂભુત રીતે મળે છે, જે જ્ઞાન આપણું વિદ્વાનોએ હમણાંજ નિયમિત અને સુવિહિત experiments અને સૂક્ષ્મ નવીન instruments વડે કરીને પ્રાપ્ત કર્યું છે તે મહાવીર સ્વામીએ અઢી હજાર વરસ પહેલાં જાહેર કર્યું હતું.
ઉચે રહેલા થરોમાં ચઢતાં ચઢતાં માલૂમ પડે છે કે હવા વધારે અને વધારે પાતળી અને ઠંડી હોય છે. પાણી અસંખ્યાત સૂક્ષ્મ જીવોથી ભરેલું છે કે જે ઉકાળવાથી યા સાકર વિગેરે નાખવાથી નિર્જીવ બને છે. વનસ્પતિ અને ધાતુ, પત્થર વિગેરે પૃથિવીકાય સજીવચૈતન્ય શક્તિ યુક્ત છે. આ પૂર્વોક્ત બાબતનાં ઉદાહરણો છે. બાકી જેવી રીતે આધુનિક વિજ્ઞાન વેત્તાઓ molecular combinations, molecules, atoms, ele. trons–આ પુદ્ગલના ભાગો માને છે, તેવી જ રીતે જૈન સિદ્ધાન્ત પ્રમાણે સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ આ પુગલના વિભાગો છે. અને જેવી રીતે આજકાલના પ્રકૃતિ વિદ્યાશાસ્ત્રીઓ સ્થિતિ કારણ ભૂત “gravitation” અને રોશની વિગેરેની ગતિ સમજવા માટે
aether આ બે રહયયુક્ત, અસ્પૃશ્ય, અતલ્ય અદ્રશ્ય, સર્વવ્યાપી ચીજોની કલ્પના કરે છે, તેવી જ રીતે જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ધર્મમાં સ્થિતિ કારણભૂત અધર્માસ્તિકાય અને ગતિ કારણભૂત ધર્માસ્તિકાય એમ બે દ્રવ્યો માનવામાં
આવે છે. અને જેવી રીતે botany અને zoology *(આધુનિક વનસ્પતિશાસ્ત્ર અને જંતુવિદ્યા) આવા જીવો માને છે કે જેઓનો શરીર–moss, lichen, algae વિગેરેના શરીર જેવા–અસંખ્યાત સૂક્ષ્મ જીવના શરીરોના - સમૂહો છે, તેવી જ રીતે જૈન સિદ્ધાન્ત પણ અનન્તકાય વનસ્પતિની વ્યાખ્યા કરે છે.
જેમની પાસે અઢી હજાર વરસ પહેલાં telescope, microscope વિગેરે કંઈ પણ સાધન નહીં હતું, તેઓમાં આ વિગેરે અદ્વિતીય જ્ઞાન હતું. તે આ અરિહંત ભગ
વાન મહાવીર સ્વામી અને જે તીર્થકરો એમનાથી - પહેલાં વિદ્યમાન હતા, તેઓ વિશ્વાસપાત્ર ગણવાના -નથી કે ?
એ તે ખરૂં છે કે જેન સિદ્ધાન્તમાં રહેલી ઘણી માન્યતાઓ પણ નવીન સાયન્સના નિશ્ચિત જેવા પરિણામે સાથે મળતી નથી, પરંતુ વિચાર કરવો જોઈએ કે-જે સાયન્સના પરિણામો કોઈવાર નિશ્ચિત જેવા માનવામાં આવ્યા હતા તે સંબંધી પછીથી અનેક વાર શંકાઓ ઉચ્ચારવામાં આવી છે (દા. તા. સૂર્ય સ્થિર રહેલો છે અને પૃથિવી દ્વિવિધ રીતે ચાલે છે આ Kepler of theory-41 zi 1934 opilcu fel a 415
શકે આ માન્યતા સંબંધી).-બાકી aether ની કલ્પના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૩)
યા Darwin ની theory જેવાં સાયન્સની અનેક માન્યતાઓ contradictiones in adjectu, એટલે વધ્યાપુત્ર, આકાશપુષ્પ જેવી લાગે છે. માટે સાયન્સની માન્યતાઓ ઉપર અતિવિશ્વાસ કેમ રાખી શકાય. આટલું કહી શકાય કે જે માન્યતાઓ macrocosm, અને microcosm જગત્ અને મનુષ્ય સંબંધી અત્યારે માનવામાં આવે છે, તેઓનો મોટો ભાગ, જે પ્રમાણે સાયન્સ આગળ વધશે તે પ્રમાણે સમય ઉપર બદલાઈ જશે–એવી રીતે બદલાઈ જશે કે જે જૈન સિદ્ધાન્તમાં પ્રરૂપેલ સત્યોની સાથે મલશે. આ વિશ્વાસ, રાખવો જોઈએ.
બીજી બાજુમાં એ પણ વિચારણીય છે કે મહાવીર સ્વામીના અર્ધમાગધી ભાષામાં લખેલા પવિત્ર શબ્દનો કેવો અર્થ કરવાનો છે ? કઈ વ્યાખ્યા ઠીક છે? આ સંબંધી જૈનવિદ્વાનોમાં ઘણી જગાઓને માટે હજુ એક મતિ નથી મલી. માટે સાયન્સની અને સિદ્ધાન્તની તુલનાત્મક શોધ અને પરીક્ષા વધારે વિસ્તારથી કરી પહેલાં, આધુનિક લોલોજીની critical પદ્ધતિઓ પ્રમાણે શ્રીસૂત્રજીની શોધખોલ અને interpretootion બરાબર કરવી જોઈએ, કારણ કે જેવી રીતે સોનાનું તેજ અગ્નિની પરીક્ષાથીજ વધે છે, તેવી રીતે શ્રીસૂત્રનો મહિમા ફેલોલોજીકલ શોધની અને સાયનસના comparison ની પરીક્ષાથી જ વધારે સ્પષ્ટતા પૂર્વક જોવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, k&wiatumaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
પરંતુ એવી બાબતોમાં ઉતરવાની આપણને શી જરૂર? અત્યારે એટલું તો સ્પષ્ટ છે કે જન સિદ્ધાન્તના author of Mayona sya Hg52-macrocosm અને microcosm–સંબંધી અદૂભુત અપૂર્વ જ્ઞાન હતું, અને તેથી તેમના સિદ્ધાન્તને સંદેશ દુનીયાને પહોંચાડવા યોગ્ય છે જ.
જે કે હું તમારો જરા વધારે સમય લઉ છું તે પણ મારે એ પણ કહેવું જોઈએ કે આ સત્ય અમારા ગુરૂઓના ગુરૂજીએ, જગતપૂજ્ય સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ આ વીસમી. સદીમાં સૌથી પહેલાં સ્પષ્ટ રીતે ઉચાર્યું હતું, એટલે કે તેઓ સાહેબે આ ઉદેશ સફલ કરવાને માટે પણ સૌથી પહેલાં મહેનત કરી હતી, તેમણે આ સંબંધી દ્વિવિધ રીતે મહેનત કરી હતી.
એટલે પહેલાં, ભારતવર્ષનાં થા યુરોપના ગમે તે મોટા જૈન વિદ્વાનોને તેઓ સાહેબ સૂચના આપવામાં, પ્રતિલિપિઓ યા ચોપડીઓ મોકલાવવામાં, કઠિણ વિષયોમાં ભલામણ આપવામાં હમેશાં તૈયાર રહેતા. એટલે કે જેટલી જૈનધર્મ સંબંધી વિદ્વાન ચોપડીઓ અને નિબન્ધો યુરોપમાં જાહેર થયેલાં છે, તેનો મોટો ભાગ આ દીર્ઘદ્રષ્ટિવાલા ઉદાર જૈનાચાર્યની મહેનતનું પરિણામ છે. ઘણા વિદ્વાન લેખકોના introductory શબ્દોથી માલૂમ થાય છે કે તેઓ આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રીવિજયધર્મસૂરિજી યા તેઓશ્રીના શિષ્ય અને successor આચાર્ય શ્રીવિજયસૂરિજીનો આભાર માને છે. એટલું જ નહીં પરંતુ જે હમણાં આ વિદ્વાનોના પ્રયતથી જર્મની વિગેરે દેશોના સાધારણ શિક્ષિત લોકોમાં, brood public માં, પણ જૈન ધર્મ સંબંધી વધારે ઉત્સાહ અને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને જેમ ધર્મની ઓળખ વધારે સુલભ થઈ છે અને થાય, તો સમજવું જોઈએ કે આ પણ શ્રીવિજયધર્મસૂરિની દીર્ઘદ્રષ્ટિનું ઊત્તમ ફલ છે. અને આશા રાખવી જોઈએ કે તેઓશ્રીની આ ઉદાર નીતિ ચતુર્વિધ સંઘને સર્વદા અનુકરણ કરવા યોગ્ય રહેશે!
બીજું, એવી પાઠશાળાઓ સ્થાપન કરવી કે જેમાં જૈન વિદ્વાન અને અધ્યાપકો તૈયાર કરવામાં આવે, એ પણ વિજયધર્મસૂરિજીનું લક્ષ્ય હતું. બનારસની જૈન પાઠશાળા ગુરૂદેવે સ્થાપેલી હતી. આ સંસ્થાની ઉત્તમતા પોતાના શિષ્યોના નામોથીજ માલૂમ થાય છે કે જેઓમાં પં. હરગોવિંદદાસ, ૫. બેચરદાસ, પં. સુખલાલજી, ૫. વેલસીભાઈપં. લાલચંદજી, પં. માવજી ભાઈ એ. વીરજીભાઈ ૫. અમૃતલાલ, ૫. ત્રિભુવનદાસ જેવા સંખ્યાબંધ ગૃહસ્થ વિદ્વાનો અને ઉપા
ધ્યાય શ્રી મંગલવિજયજી તથા મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, મુ. ન્યાયવિજયજી તથા મુ. શ્રી જયન્તવિજયજી
જેવા વિદ્વાન સાધુરોનાં નામો આપી શકાય. અત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
२४
આ પાઠશાળા બંધ છે, એ ખરું છે. પરંતુ તેના હિતચિંતકો તેને પુનરૂદ્ધાર કરે, એજ આપણે ઈચ્છીએ.
આ પ્રસંગે ગુરૂદેવે સ્થાપેલી શિવપુરીની પાઠશાળાને ઉલ્લેખ કર્યા વિના હું નથી રહી શકતી. આ પાઠશાળા અત્યારે પણ તેજ ગુરૂજીના શિષ્યોની રક્ષામાં ગુરૂદેવના સમાધિમંદિરની છાયામાં આગળ વધે છે. ત્યાં શ્રીવિજયધર્મસૂરિજીની ઉદાર ભાવનાcosmopolitam ભાવના–સજીવ છે. ધાર્મિક અને સંસ્કૃતજ્ઞાનના જુદા જુદા ભાગો ઉપરાન્ત વિદ્યાર્થીઓને અંગ્રેજી અને જર્મન ભાષા પણ શીખવવામાં આવે છે. એટલું નહીં પરંતુ વિલાયતથી હિંદુસ્થાનમાં આવેલા જૈનવિ. દ્વાનો અહીયાં પણ ઉતરી શકે અને જે પંડિતો અને વિદ્વાન સાધુઓ વિદ્યમાન હોય, તેઓની પાસે જૈનન્યાય, જૈનતત્ત્વજ્ઞાન વિગેરે ગમે તે જૈનજ્ઞાનની જુદી જુદી શાખાઓમાં અને સંસ્કૃત, પ્રાકૃત, જૂની અને નવીન ગુજરાતી, જૂની અને નવીન હિંદી વિગેરે જૈનસાહિત્યની ભાષાઓમાં અભ્યાસ કરી શકે–એવી સગવડ ત્યાં છે. જેવી રીતે શાંતિનિકેતનમાં Dr. Rabindranath Tagore ની સૂચના પ્રમાણે ભારતીય અને પાશ્ચાત્ય culture નું exchange થાય છે, તેવી રીતે શિવપુરીમાં રહેલા ભારતીય વિદ્વાનો યા વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે પાશ્ચાત્યપદ્ધતિ વિગેરે શિખવાનો લાભ લઈ શકે છે અને લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
२७
શિવપુરીમાં શ્રીવિજયધર્મસૂરિજીની વિદ્વત્તાની ભાવના પણ સજીવ છે, કારણ કે જૈનવિદ્યામાં અભ્યાસ કરાવો અને જૈન વિદ્યામાં નવીન શોધખોલ કરનારા વિદ્વાને તૈયાર કરવા–એ તો આ પાઠશાળાનું મુખ્ય લક્ષ્ય છે.
અને શિવપુરીમાં શ્રીવિજયધર્મસૂરિજીની ધમસાહની ભાવના પણ સજીવ છે, કારણ કે જેઓની દ્વારા જૈનધર્મનું જ્ઞાન દુનીયામાં ફેલાવી શકાય અને જૈનધર્મનો સંદેશ જગતને પહોંચાડી શકાય –એવા અધ્યાપક અને વક્તાએ તૈયાર કરવા-એ તો આ પાઠશાળાનું બીજું મોટું લક્ષ્ય છે-કે જે લક્ષ્યને સફલ કરવાને માટે એક નિયમિત વકતૃત્વ કલાસ ચલાવવામાં આવે છે.
એમ શિવપુરીની પાઠશાળા જરૂર એક એવું centre, કહી શકાય કે જ્યાંથી જૈનધર્મનો ફેલાવો કરવા યોગ્ય ઘણો પ્રયત સુવિહિત અને નિયમિત રીતે કરવામાં આવે છે. આવા એક centre તરીકે શિવપુરીનું નામ દુનીયાના જૈનવિદ્વાનોમાં સુપ્રસિદ્ધ છે. અને આવાં જેટલા centre ભારતવર્ષમાં કદાચિત ઉત્પન્ન થશે, તેઓમાં શિવપુરી સૌથી પહેલું આવા કેન્દ્ર તરીકે હમેશાં જૈન ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાનમાં શોભશે. અને જેટલાં જૈન તીર્થસ્થાનો તરફ કદાચિત ભવિષ્યકાલમાં વિલાયતી યાત્રીયો યાત્રા કરવા આવશે, તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burmatumaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
શિવપુરી સૌથી પહેલું તીર્થસ્થાન ગણાશે કે જ્યાં જગગુરૂજીની મૂર્તિનું દર્શન કરવા સૌથી પહેલાં જૈન ધર્માનુરક્ત યાત્રીયો યૂરોપથી અને અમેરીકાથી આવશેઅત્યાર સુધીમાં કેટલાક આવી પણ ગયા છે, અને આવ્યા કરે છે.
માટે આ માંગલિક નામવાલા શિવપુરી—“મુક્તિપુરી”-નું નામ જૈન ઇતિહાસમાં ભૂલી જઈ શકાય એમ નથી જ, ચાહે એની યાદ રાખવાને માટે ખાસ મહેનત કરવામાં આવે ન આવે
તો પણ, એક બીજી જાતની મહેનત જરૂર કરવી જોઈએ-એટલે કે એવી મહેનત કરવી જોઈએ કે જેથી શિવપુરીની પાઠશાળા સદા જૈનેનું શાંતિનિકેતન રહે-અર્થાત શિવપુરીમાં સેંકડો જૈન વિદ્વાનો તૈયાર થઈ શકે, શિવપુરીથી જૈનધર્મનો સંદેશ–મહાવીર સ્વામીનો સદેશ-જગતમાં પહોંચી શકે. શિવપુરીની જૈન પાઠશાળા દાનવીર જૈન ભાઈઓની ઉદારતાથી જ ચલાવવામાં આવે છે, માટે એજ જૈન ભાઈઓ અને બહેનોની પાસે મારી પ્રાર્થના છે કે
જેટલો પરિગ્રહ-ઉત્સાહરૂપી પરિગ્રહ–જા લેખક કલારૂપી પરિગ્રહ-યા વકતૃત્વરૂપી પરિગ્રહ–થા લક્ષ્મીરૂપી પરિગ્રહ-તમારી પાસે હોય, તેનો એક ભાગ-ગમે તે સૂક્ષ્મ ભાગ–શિવપુરીની પાઠશાળાની સેવામાં મૂકો, તો તમે ખાતરી રાખી શકો કે મે જૈનધર્મની ઉન્નતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burmatumaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૯
સાધક, ભારતીય સભ્યતાની ઉન્નતિ સાધક અને જગતના કલ્યાણ સાધક એક ઉત્તમ કામાં મદદ કરી છે !”
મહાનુભાવો ! તમે કલ્પી શકો છો કે આ ઉત્તમ કાર્યની સિદ્ધિ કઈ જાતની હોઈ શકે? મારામાં આ સિદ્ધિનો મહિમા બતાવવાની શક્તિ નથી. તો પણ એટલું જરૂર કહું કે એ ઉત્તમ કાર્યસિદ્ધિના પરિણામે આ દુનીયામાં કરોડો નિર્દોષ પશુઓની હિંસા બંધ થશે-કારણ કે માંસાહાર બંધ થશે ! દારૂને કેઈ નહીં બનાવશે, કારણ કે તેને કોઈ નહીં પીશે-દરેક મનુષ્યને દારૂમદની પશુતુલ્ય સ્થિતિથી અત્યંત ધૃણા લાગશે! હિંસાકારક શસ્ત્રો કે નહીં બનાવશે, કોઈ નહીં મંગાવશે અને કોઈને જોઇશે પણ નહીં, કારણ કે રાગ દ્વેષ બતાવવા માટે બધા મનુષ્યોને શરમ આવશે. લડાઈઓ અને ઝઘડાઓ પણ બંધ થશે, અસત્ય અને કપટ બંધ થશે-કારણ કે ક્રોધ માયા માન લોમ, કે જે લડાઈઓનાં તથા અસત્ય અને કપટનાં મુખ્ય મૂળો છે તે–ઓછાં થયાં હશે. પુરૂષ અને સ્ત્રીઓ અને બધા દેશના, બધા વર્ણ આશ્રમેના માણસે પરસ્પર પ્રેમ પૂર્વક-શાંતિ પૂર્વક–જેવી રીતે મહાવીર સ્વામીના વખતમાં આદર્શ શ્રાવક આનન્દજી પોતાનું કાર્ય સાધતા હતા તેવી રીતે–પિતાના આત્મકલયાણને માટે અને માનુષીય સભ્યતાની ઉન્નતિને માટે ઉત્તમ કામ કરશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૩% ,
બધા પ્રાણીઓનું સુખ અપૂર્વ થશે. દુનીઆમાં શાંતિ થશે-શાંતિ આ બ્રહ્મલોકમાં થશેઅને સ્વર્ગલોક આ દુનિયામાં ઉતરશે, જ્યારે કેદુનીયાને જૈનધર્મનો સંદેશ પહોંચાડવામાં આવશે અને દુનિયા જૈનધર્મનો સંદેશ સાંભળવા તૈયાર હશે.
» શાંતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Published by Chunilal Shivlal Gandhi of Shivpuri,
Gwalior State.
Printed by Ramchandra Yesu Shedge, at the Nirnaya Sagar
Press, 26-28, Kolbbat Lane, Bombay.
Pench andre, Koto bat dago, Bombavirannya
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________ M X ICP BILO llenc BIC | Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com