________________
ઘોડા વિગેરે ગમે તે પ્રાણીઓની જાતિમાંથી બીજી બીજી જાતનાં જાનવરો ઉત્પન્ન થયાં હોય એવું, જ્યારથી આપણે કલપી શકીએ છીએ ત્યારથી, હજુ જોવામાં નથી આવ્યું. અને આ કારણથી આજે Do nimની theory અશ્રય ગણાય છે, બાકી કેવી રીતે જીવરહિત પૃથિવીમાં એકદમ પોતાની મેળે પહેલી વાર એકસ્પંધવાલા જીવો ઉત્પન્ન થયા, તે સંબંધી કોણ બોલ્યું છે? હા, કોઈએ એમ જરૂર કીધું છે કે આ એક ખંધવાલા જીવો આ પૃથિવી બહારના એક તારામાંથી પૃથિવી ઉપર પડ્યા છે. પરંતુ તે પહેલા તારામાં કેવી રીતે ઉત્પન્ન થયા હતા ? એનો કંઈ જવાબ નથી.
હવે પૃથિવીમાં જે ઉષ્ણુતા પહેલાં વિદ્યમાન હતી અને જે ઉષ્ણતા હજુ સૂર્યમાં વિદ્યમાન છે, તે ક્યાંથી આવી છે? અને પૃથિવી ચંદ્ર તથા ગ્રહો જ ચાલે છે તો તે કયા કારણથી ચાલે છે? અને rotation તથા revolution-તેની આ દ્વિવિધ ગતિ શા કારણથી હજુ બંધ નથી થઈ? આ સંબંધી પણ કંઈ ઉત્તર નથી.
બાકી, જો કે સૂર્ય ચંદ્ર તારાઓની પરિસ્થિતિ સંબંધી બહુ શેધ ચાલે છે અને ત્યાં રહેલી ઉષ્ણતા, હવા, ધાતુઓ વિગેરે વિષયો આપણા ખગોલ વેત્તાઓને બરાઅર માલૂમ થયા છે, તો પણ પૃથિવી ચાલે છે અને સૂર્ય સ્થિર રહે છે કે સૂર્ય ચાલે છે અને પૃથિવી સ્થિર છે, તે સંબંધી આજે પણ નવી શંકાઓ, Kepler ની theory ની વિરૂદ્ધમાં, ઉચ્ચારવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burvatumaragyanbhandar.com