________________
શ્રીવિજયધર્મસૂરિજી યા તેઓશ્રીના શિષ્ય અને successor આચાર્ય શ્રીવિજયસૂરિજીનો આભાર માને છે. એટલું જ નહીં પરંતુ જે હમણાં આ વિદ્વાનોના પ્રયતથી જર્મની વિગેરે દેશોના સાધારણ શિક્ષિત લોકોમાં, brood public માં, પણ જૈન ધર્મ સંબંધી વધારે ઉત્સાહ અને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને જેમ ધર્મની ઓળખ વધારે સુલભ થઈ છે અને થાય, તો સમજવું જોઈએ કે આ પણ શ્રીવિજયધર્મસૂરિની દીર્ઘદ્રષ્ટિનું ઊત્તમ ફલ છે. અને આશા રાખવી જોઈએ કે તેઓશ્રીની આ ઉદાર નીતિ ચતુર્વિધ સંઘને સર્વદા અનુકરણ કરવા યોગ્ય રહેશે!
બીજું, એવી પાઠશાળાઓ સ્થાપન કરવી કે જેમાં જૈન વિદ્વાન અને અધ્યાપકો તૈયાર કરવામાં આવે, એ પણ વિજયધર્મસૂરિજીનું લક્ષ્ય હતું. બનારસની જૈન પાઠશાળા ગુરૂદેવે સ્થાપેલી હતી. આ સંસ્થાની ઉત્તમતા પોતાના શિષ્યોના નામોથીજ માલૂમ થાય છે કે જેઓમાં પં. હરગોવિંદદાસ, ૫. બેચરદાસ, પં. સુખલાલજી, ૫. વેલસીભાઈપં. લાલચંદજી, પં. માવજી ભાઈ એ. વીરજીભાઈ ૫. અમૃતલાલ, ૫. ત્રિભુવનદાસ જેવા સંખ્યાબંધ ગૃહસ્થ વિદ્વાનો અને ઉપા
ધ્યાય શ્રી મંગલવિજયજી તથા મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, મુ. ન્યાયવિજયજી તથા મુ. શ્રી જયન્તવિજયજી
જેવા વિદ્વાન સાધુરોનાં નામો આપી શકાય. અત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com