________________
२४
આ પાઠશાળા બંધ છે, એ ખરું છે. પરંતુ તેના હિતચિંતકો તેને પુનરૂદ્ધાર કરે, એજ આપણે ઈચ્છીએ.
આ પ્રસંગે ગુરૂદેવે સ્થાપેલી શિવપુરીની પાઠશાળાને ઉલ્લેખ કર્યા વિના હું નથી રહી શકતી. આ પાઠશાળા અત્યારે પણ તેજ ગુરૂજીના શિષ્યોની રક્ષામાં ગુરૂદેવના સમાધિમંદિરની છાયામાં આગળ વધે છે. ત્યાં શ્રીવિજયધર્મસૂરિજીની ઉદાર ભાવનાcosmopolitam ભાવના–સજીવ છે. ધાર્મિક અને સંસ્કૃતજ્ઞાનના જુદા જુદા ભાગો ઉપરાન્ત વિદ્યાર્થીઓને અંગ્રેજી અને જર્મન ભાષા પણ શીખવવામાં આવે છે. એટલું નહીં પરંતુ વિલાયતથી હિંદુસ્થાનમાં આવેલા જૈનવિ. દ્વાનો અહીયાં પણ ઉતરી શકે અને જે પંડિતો અને વિદ્વાન સાધુઓ વિદ્યમાન હોય, તેઓની પાસે જૈનન્યાય, જૈનતત્ત્વજ્ઞાન વિગેરે ગમે તે જૈનજ્ઞાનની જુદી જુદી શાખાઓમાં અને સંસ્કૃત, પ્રાકૃત, જૂની અને નવીન ગુજરાતી, જૂની અને નવીન હિંદી વિગેરે જૈનસાહિત્યની ભાષાઓમાં અભ્યાસ કરી શકે–એવી સગવડ ત્યાં છે. જેવી રીતે શાંતિનિકેતનમાં Dr. Rabindranath Tagore ની સૂચના પ્રમાણે ભારતીય અને પાશ્ચાત્ય culture નું exchange થાય છે, તેવી રીતે શિવપુરીમાં રહેલા ભારતીય વિદ્વાનો યા વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે પાશ્ચાત્યપદ્ધતિ વિગેરે શિખવાનો લાભ લઈ શકે છે અને લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com