________________
૧૮
વિદ્યમાન છે-કે જે કોઈ વાર દ્રશ્ય થાય છે અને જેનો પ્રભાવ આખી દુનિયાના સામાજિક જીવનમાં પણ સદા દેખાય છે.
એટલું જ નહીં, પરંતુ જે જે ક્રિસ્ટીયન ધર્મમાં, બૌદ્ધ ધર્મમાં, હિંદુધર્મમાં, પાસિંધર્મમાં, મુસલમાનધર્મમાં એમ ગમે તે દુનિયાના મોટા ધર્મમાં ખાસ પ્રરૂપણ થાય છે એટલે પરોપકાર અને આત્મશુદ્ધિ દ્વારા કલ્યાણ તરફ જવું–એ પ્રરૂપણા જૈન સિદ્ધાન્તમાં અદ્વિતીયવિશાળતા, અદ્વિતીય સૂક્ષ્મતા, અદ્વિતીય ન્યાય અને યુક્તિ પૂર્વક તથા અદ્વિતીય સ્પષ્ટતા પૂર્વક કરવામાં આવી છે.
જૈનધર્મની આખી system એટલી સ્પષ્ટ, એટલી ન્યાયયુક્ત છે કે ગમે તેવો critical mind, ગમે તેવો મહાત્મા, તેની અંદર પ્રવેશ કરીને સંપૂર્ણ સંતોષ અને શાંતિ પામી શકે છે.
જૈન સિદ્ધાન્તમાં પ્રરૂપેલા જ્યોતિષ, પ્રમાણ, માનસ, અર્થતત્ત્વશાસ્ત્ર, પ્રકૃતિવિદ્યા, પ્રાણીવિદ્યા યા ગમે તે શાસ્ત્રમાં વિદ્વાન, સૈદ્ધાતિક ગાથાઓની અત્યન્ત રમણુયતામાં કવિતાપ્રેમી, સ્યાદવાદ અને નયવાદના systemsની અંદર વાદી, જીવ અજીવ વિગેરે નવતોની વ્યાખ્યામાં ફિલોસોફર, પુરૂષાર્થ-free will–ના સિદ્ધાન્તમાં શૂરવીર અને બહાર દૂર માણસ, પુણ્ય પાપની વ્યાખ્યામાં યોગી અને ત્યાગી, દાન વિગેરે પરોપકારનો લાભ લેવાની સૂચનાઓમાં લક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com