________________
ધિપતિ, તપસ્યા અને ત્યાગ કરવાના ઉપદેશમાં ગરીબ માણસ એમ જુદા જુદા વિષયોમાં જુદા જુદા લેકે પોતાના આનન્દનું મૂલ, પોતાના કલ્યાણની માર્ગદર્શિકા સમજી શકે છે. જૈન ધર્મમાં પુરૂષ યા સ્ત્રી, શેઠ યા ભિક્ષુ, ગૃહસ્થ યા બાબા, બધા વર્ણ આશ્રમના લોકો પોતાની માનસિક ભાવના પ્રમાણે, પોતાના કર્તવ્ય પ્રમાણે સુખ અને શાંતિ મેળવી શકે છે. ગમે તે મહારાજાધિરાજ પિતાના હીરા માણેક મોતીથી જડિત સોનાના આભૂષણોની શોભામાં અને રમય ભોગ ઉપભોગના આનદમાં યા પોતાના રાજ્યનીતિના ક. વ્યોમાં. મસ્ત હોય, છતાં, વસ્તુપાલની માફક, એક આદર્શ જૈન થઈ શકે, અને કોઈ ઉત્તમ સાધુધર્મને પાળનારા સાધુજી વધારે મોટા સંગમાં રહીને પણ, તેજ જૈન ધર્મની મર્યાદામાં પોતાનું કલ્યાણ શોધી શકે, અને પોતાના મનની શાંતિમાંજ, ત્યાગવૃત્તિમાંજસંતોષ સંપૂર્ણ રીતે મેળવી શકે છે. * કૃષ્ણ અને રાધા, રામ અને સીતાજી, લક્ષ્મણ અને હનુમાન, શિવ અને દુર્ગો, ઇંદ્ર અને ઈઢાણ અને બધા લોકપાલો, લક્ષ્મી, સરસ્વતી, બ્રહ્મા વિગેરે ગમે તે દેવતાઓને, તેમનામાં રહેલા ગુણોનું લક્ષ્ય કરીને, માનવા એ જૈન ધર્મથી વિરૂદ્ધ નથી. ઉલટું એમ કહી શકાય કે જે કૃષ્ણજી, ક્રાઈઝ Zarthosht, WICHE 41 z Nanak al 240યાચી જૈન ધર્મ અંગીકાર કરે છે તે–તે પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burvatumaragyanbhandar.com