________________
ધર્મમાં વધારેજ આગળ વધી શકે છે. એટલે, જે માણસ કઈસ્ટ યા મોહમદના ઉપદેશ પ્રમાણે સર્વ મનુષ્યો ઉપર પ્રેમ રાખવા ઉપરાન્ત, શ્રી મહાવીર સ્વામીના ઉપદેશને અનુસરીને પશુ પક્ષી વિગેરે બધાએ પ્રાણુઓ ઉપર કૃપા બતાવે છે,–-યા જે પારસી Zarthosht ના સિદ્ધાન્ત પ્રમાણે, “ humata, huhta, kuvarshta” (એટલે સારો વિચાર, સારો શબ્દ સારી ક્રિયા) કરવા ઉપરાન્ત, શ્રીમહાવીરના ઉપદેશ પ્રમાણે મન વચન અને કાયાથી સારું કરે, સારૂં કરાવે અને સારાની અનુમોદના આપે છે, તે માણસ તો જરૂર એક વધારે ઉચી હદે પહોંચેલો કહી શકાય.
ક્રિસ્ટીયન, વૈષ્ણવ, શૈવ, પારસી અને મુસલમાનના ધર્મમાં માનેલા નરક અને સ્વર્ગ અને તેમણે માનેલા ઇષ્ટદેવને પણ માનવાને માટે જૈન સિદ્ધાતની ઉદાર દૃષ્ટિથી કંઈ પણ અડચણ નથી. પણ ધ્યાનમાં એ રાખવું જોઈએ કે–અમુક દેવની ઉચી સ્થિતિથી પણ, રાગદ્વેષ રહિત, અનન્ત સુખવાળા, અનન્ત જ્ઞાનવાળા આત્માની સિદ્ધગતિ વધારે ઉચી છે-અને કે, આ સિદ્ધગતિ પ્રાપ્ત કરવી–આત્મશુદ્ધિ વડે કરીને પ્રાપ્ત કરવીતે દેવતા, મનુષ્ય, પશુ અને બધા પ્રાણુઓને માટે આ જિન્દગીનું એકજ લક્ષ્ય છે-આ જીવનનો ઉત્તમ અર્થ છે.
આવી રીતે શ્રી જૈનસિદ્ધાન્તની ઓળખ બધાએ માણસેને માટે જરૂર કલ્યાણકારક છે. કલ્યાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com