________________
અને વળી આજ લોકોના મધ્યમાં એક I. I. Roussea... ઉત્પન્ન થયા છે, કે જેઓએ જૈન ધર્મમાં પણ માનેલી આત્માની સર્વ મેહરબાની અને સર્વ શુદ્ધિની પ્રરૂપણા કરી છે. આ લોકોમાં એક Leibmita ઉત્પન્ન થયા છે, કે જેઓની જૈન સિદ્ધાન્તની સાથે અદ્ભુત રીતે મળેલી માન્યતા એ છે કે-જીવ નિત્ય છે, એની આ સંસારમાં જુદી જુદી પરિસ્થિતિમાં રહેલા અસંખ્યાત જીવો, જેવા કે નિગોદના, કીડાના, માછલી, પક્ષી, પશુઓના, મનુષ્યોના, દેવ અને છેવટે પરમેશ્વર–આ બધા જીવોનો સમાવેશ થાય છે, વળી તે દરેક જીવમાં સંપૂર્ણ આનન્દસંપૂર્ણજ્ઞાનની સ્થિતિમાં–સિદ્ધગતિમાં પહોંચવાની શક્તિ છે.
આ બધું શું બતાવે છે ?–અમારા મોટા જર્મન કવિ Goethe નું એક સુન્દર વાક્ય છે કે “ Ein guter Mensch in seinem dunklen Drange
Ist sich des rechten Weges wohl bewasst.”
એટલે “જે કોઈ સાધારણ સારો માણસ (ભવ્ય) પણ હોય, એને પોતાના દિલની ગુપ્ત ભાવનાથી જ કલ્યાણનો સાચો રસ્તો જરૂર માલૂમ હોયજ.”
આ કથન ઉપરથી એમ લાગે છે કે બધાયે સાધારણ માણસોના હૃદયમાં વધારે ગુપ્ત રીતે-અને ઉત્તમ પુરૂષોના દિલમાં વધારે સ્પષ્ટ રીતે, ખાસ જૈન ધર્મમાં માનેલા સમ્યફજ્ઞાન–અને તેથી પણ સમ્યગદર્શન અને સમ્યફચારિત્રએટલે સમ્યકત્વની ભાવનાનું એક પ્રતિબિંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com