________________
દ્વારા શુદ્ધ જીવન-સીધું સાદું જીવન બનાવવાનો ઉપદેશ અને સૂચના કરે છે !
આશ્ચર્યદાયક વાત એ પણ છે કે જે લોકોના દિલની સાચી ભાવના, પોતાના કઠોર કર્તવ્યના કામકાજમાં, આ જીવનની કૃર લડાઈની ચિંતામાં, મોજ શોખના ભોગમાં, એશારામના ક્ષણિક આનન્દમાં, અને હાસ્યરસ વાસિત ચપલ વિચારો તથા વાતચીતોની પાછળ ઢંકાએલી રહી છે, ગુપ્ત રહે છે,–તેજ લોકોના મનમાં જૈનસિદ્ધાન્તના પાંચ મોટા નિયમે તરફ ઘણે પ્રેમ વિદ્યમાન છે–અર્થાત
पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् ।
अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ॥ એટલું જ નહીં પરંતુ આ પાંચ મોટા નિયમો આખી યૂરોપીયન society નાં સાચાં મૂલન છે. આ પાંચ મોટા નિયમોના અતિચારનું પરિણામ, ઉત્તમ લોકોના તરફથી અત્યન્ત અપમાન અને આખા સમાજના જાહેર boycott માં આવે છે બીજું કંઈજ નહીં.
આશ્ચર્યદાયક એ પણ વાત છે કે જે લોકો સિદ્ધાતોમાં પ્રરૂપેલી આત્માની નિત્યતા સંબંધી ખાતરી રાખતા નથી, તેજ લોકો spiritism, occoultism વિગેરેની ચરચાઓમાં વધારે ઉત્સાહ પૂર્વક ભાગ લે છે, એટલું નહીં પરંતુ ઉત્કંઠાપૂર્વક એવા ગપ્પા પણ સાંભલે છે કે જે ગપ્પા, ઠગનારા ધૂત તેઓના ગુજરી ગયેલા સગા મિ વિગેરે અને તેઓના પરલોકીય જીવનના સંબંધમાં મારે છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com