________________
૧૫
છે'-આ સિદ્ધાન્ત પ્રમાણે જે માણસો આચરણ કરે છે, એવા લોકોનું moral condition અવનતિમાં પહોંચે છે અને એવા લોકોનું જીવન નિત્ય ભયથી, નિત્ય લોભથી, નિત્ય અશાંતિથી ભરેલું રહે છે, તો તે ન્યાયયુક્ત જેવું જ છે. એટલું જ નહિં, પરન્તુ આશ્ચર્યાદાયક વાત તો એ લાગવી જોઈએ કે જે યુરોપના દેશોની moral અવનતિ તરફ Oswald Spengler આપણું ધ્યાન ખેંચે છે, તે અવનતિ એટલી ઉંડી તે નથીજ કે જેટલી ઉંડી હેવી જોઈએ,
વળી આશ્ચર્યદાયક વાત એ પણ લાગવી જોઈએ કે જે લોકો પોતાના સિદ્ધાન્તોની authority સંબંધી શંકા રાખે છે, તે વિલાયતના લોકોનો સત્ય પ્રેમ અને સરલતા, પ્રતિજ્ઞા પાલવામાં સ્થિરતા અને વિશ્વસનીયતા, કામકાજમાં એકાગ્રચિત્તતા વિગેરે ગુણે દુનિયામાં પ્રસિદ્ધ છે. (અને આ ગુણોની પ્રશંસા તો વિશેષથી હિંદુસ્થાનમાં વારંવાર સંભળાય છે).
આશ્ચર્યદાયક વાત એ પણ છે કે જે લોકો પુણ્ય પાપના શુભ અશુભ પરિણામ સંબંધી સંશય રાખે છે તેજ લોકો પરોપકાર, જીવરક્ષા અને જીવનની શુદ્ધિના સુધાર, એ વિગેરે લક્ષ્ય તરફ અદ્ભુત ઉત્સાહ બતાવે છે અને એવાં અનેક મંડળ, અનેક society યા association સ્થાપન કરે છે કે જેમાં પ્રાણીઓની રક્ષા, દારૂપાનનો ત્યાગ, માંસાહારના વિરમણ વિગેરે સંબંધી મેહેનત કરવામાં આવે છે. અને જેઓ માસિક, ભાષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com