________________
૨૯
સાધક, ભારતીય સભ્યતાની ઉન્નતિ સાધક અને જગતના કલ્યાણ સાધક એક ઉત્તમ કામાં મદદ કરી છે !”
મહાનુભાવો ! તમે કલ્પી શકો છો કે આ ઉત્તમ કાર્યની સિદ્ધિ કઈ જાતની હોઈ શકે? મારામાં આ સિદ્ધિનો મહિમા બતાવવાની શક્તિ નથી. તો પણ એટલું જરૂર કહું કે એ ઉત્તમ કાર્યસિદ્ધિના પરિણામે આ દુનીયામાં કરોડો નિર્દોષ પશુઓની હિંસા બંધ થશે-કારણ કે માંસાહાર બંધ થશે ! દારૂને કેઈ નહીં બનાવશે, કારણ કે તેને કોઈ નહીં પીશે-દરેક મનુષ્યને દારૂમદની પશુતુલ્ય સ્થિતિથી અત્યંત ધૃણા લાગશે! હિંસાકારક શસ્ત્રો કે નહીં બનાવશે, કોઈ નહીં મંગાવશે અને કોઈને જોઇશે પણ નહીં, કારણ કે રાગ દ્વેષ બતાવવા માટે બધા મનુષ્યોને શરમ આવશે. લડાઈઓ અને ઝઘડાઓ પણ બંધ થશે, અસત્ય અને કપટ બંધ થશે-કારણ કે ક્રોધ માયા માન લોમ, કે જે લડાઈઓનાં તથા અસત્ય અને કપટનાં મુખ્ય મૂળો છે તે–ઓછાં થયાં હશે. પુરૂષ અને સ્ત્રીઓ અને બધા દેશના, બધા વર્ણ આશ્રમેના માણસે પરસ્પર પ્રેમ પૂર્વક-શાંતિ પૂર્વક–જેવી રીતે મહાવીર સ્વામીના વખતમાં આદર્શ શ્રાવક આનન્દજી પોતાનું કાર્ય સાધતા હતા તેવી રીતે–પિતાના આત્મકલયાણને માટે અને માનુષીય સભ્યતાની ઉન્નતિને માટે ઉત્તમ કામ કરશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com