________________
શિવપુરી સૌથી પહેલું તીર્થસ્થાન ગણાશે કે જ્યાં જગગુરૂજીની મૂર્તિનું દર્શન કરવા સૌથી પહેલાં જૈન ધર્માનુરક્ત યાત્રીયો યૂરોપથી અને અમેરીકાથી આવશેઅત્યાર સુધીમાં કેટલાક આવી પણ ગયા છે, અને આવ્યા કરે છે.
માટે આ માંગલિક નામવાલા શિવપુરી—“મુક્તિપુરી”-નું નામ જૈન ઇતિહાસમાં ભૂલી જઈ શકાય એમ નથી જ, ચાહે એની યાદ રાખવાને માટે ખાસ મહેનત કરવામાં આવે ન આવે
તો પણ, એક બીજી જાતની મહેનત જરૂર કરવી જોઈએ-એટલે કે એવી મહેનત કરવી જોઈએ કે જેથી શિવપુરીની પાઠશાળા સદા જૈનેનું શાંતિનિકેતન રહે-અર્થાત શિવપુરીમાં સેંકડો જૈન વિદ્વાનો તૈયાર થઈ શકે, શિવપુરીથી જૈનધર્મનો સંદેશ–મહાવીર સ્વામીનો સદેશ-જગતમાં પહોંચી શકે. શિવપુરીની જૈન પાઠશાળા દાનવીર જૈન ભાઈઓની ઉદારતાથી જ ચલાવવામાં આવે છે, માટે એજ જૈન ભાઈઓ અને બહેનોની પાસે મારી પ્રાર્થના છે કે
જેટલો પરિગ્રહ-ઉત્સાહરૂપી પરિગ્રહ–જા લેખક કલારૂપી પરિગ્રહ-યા વકતૃત્વરૂપી પરિગ્રહ–થા લક્ષ્મીરૂપી પરિગ્રહ-તમારી પાસે હોય, તેનો એક ભાગ-ગમે તે સૂક્ષ્મ ભાગ–શિવપુરીની પાઠશાળાની સેવામાં મૂકો, તો તમે ખાતરી રાખી શકો કે મે જૈનધર્મની ઉન્નતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burmatumaragyanbhandar.com