________________
૧૩
નિયમો-ધાર્મિક commdments-સંબંધી શું કહેવું? તેનું પાલન આત્મા અને જગતના કલ્યાણનો માર્ગ છે, એ કોણ સંપૂર્ણ ખાતરી પૂર્વક સ્વીકારે ? અને જો સ્વીકારતા નથી તો પછી માનવું શું? ક્યા નિયમો અને ક્યા ધર્મ પ્રમાણે જીવન કરવું? શું છે હેય ય અને ઉપાદેય?– જે બીજાઓએ બનાવેલા સિદ્ધાન્ત સંબંધી શંકા થાય છેઅવિશ્વાસ વર્તે છે, તો છેવટે, આપણા પોતાના દીલની ભાવના-આપણા પોતાના હૃદયની ઈચ્છાઓ સિવાય આ જગતમાં બીજું શું માનનીય છે? એમ ધારીને
Erlaubt ist was gefaellt” એટલે “જે પિતાને ગમે છે તે માટે છૂટ છે” આ નિયમને ઘણા માણસોએ પોતાનું device- પોતાનો સિદ્ધાન્ત–બનાવ્યો છે. પરંતુ તેનું પરિણામ શું છે? સાધારણ માણસોનું દિલ શુદ્ધ નથી, એની ભાવનાઓ અને ઈચ્છાઓ ઘણે ભાગે સ્વાર્થી, હિંસાકારક, બીજાઓને માટે નુકસાનકારક, વિચિત્ર અને અનિયમિત હોય છે, અને બીજાઓની ભાવનાથી, બીજાઓની ઈચ્છાથી, બીજાઓના સ્વાર્થથી ઘણેભાગે વિરૂદ્ધ હોય છે. જે આજ દિલને સિદ્ધાન્તના સ્થાનમાં આરોપવામાં આવે તો માણસનું આખું જીવન, એટલું જ નહીં પરંતુ આખા સમાજ, આખા દેશ, અને આખી દુનીયાના રહેવાસીઓનું જીવન કેટલું અશુદ્ધ, કેટલું અનિયમિત અને નિત્ય ભયથી ભરેલું થાય, એને વિચાર સૌ કઈ કરી શકે તેમ છે. આવી અવનતિ રેપના જીવનમાં થઈ છે કે કેમ? તે આપણે તપાસીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com