________________
દિલમાં અત્યન્ત દુઃખ ઉત્પન્ન થયું છે અને મારો આત્મા પીડાથી બળે છે.”–આ તે કવિના શબ્દો છે કે જેઓ પોતે એક મોટા scientist હતા. Du Bois-Reymond, એક બીજા મોટા વિદ્વાને વિજ્ઞાનશાસ્ત્રીઓની એક વિશાળ સભામાં–નિરાશ થઈને આ uflete llogt 6221148 ig -"ignoramus, ignora. bimus” એટલે “આપણે કંઈ પણ જાણતા નથી, અને કદીધી જાણીશું એમ પણ નથી જ !
જે વિદ્વાન લોકો આમ નિરાશપણામાં રહેલા છે, તે સાધારણ શિક્ષિત લોકો-કે જેઓનું જ્ઞાન, જેઓની માન્યતાઓ તો વિદ્વાનોના જ્ઞાનનું, વિદ્વાનોની માન્યતાઓનું એક ઝાંખું પ્રતિબિંબ છે, એવા લોકોના સંબંધમાં કહેવું જ શું? આત્માની પૂર્વોક્ત જેવી માન્યતાઓ અને વ્યાખ્યાઓ સાંભળીને ઘણા ઓછા લોકો આત્માની નિત્યતા-અને તેથી પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષ વિગેરે ધાર્મિક માન્યતાઓ સંબંધી સંપૂર્ણ વિશ્વાસ રાખે, એમાં આશ્ચર્ય શું?
Experiment, અનુમાન વિગેરે સાધનો દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન અને ધર્મશાસ્ત્રોમાં લખેલી બાબતમાં તો બહુ વિરૂદ્ધપણું વિદ્યમાન છે, અને ધર્મશાસ્ત્રોમાં પ્રરૂપેલ અનેક myths, legends વિગેરે સમાચારો તે સર્વ સાધારણના અનુભવથી કે સર્વસાધારણના વિચારોથી પણ બહુ વિરૂદ્ધ છે! અને જ્યારે આવીજ બાબતોમાં શંકાઓ છે, તો પછી આ સિદ્ધાન્તોમાં પણ પ્રરૂપેલ ધાર્મિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com