SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે, એટલે મનમાં ચાલવા વિગેરેનો નિશ્ચય થયા પછી આપણા પગ ચાલવા માંડે છે, પશ્ચાત્તાપ અને અકૃત્યને માટે ધૃણા કેવી રીતે અને શા માટે મનુષ્યના દિલમાં થાય છે? અને તે પશ્ચાત્તાપ વિગેરે શા માટે કોઈ મનુષ્યના દિલમાં તત્કાલ, કે કોઈ મનુષ્યના દિલમાં ઓછા વત્તા વિલંબ પૂર્વક થાય છે ? આવા સૂક્ષ્મમાં સૂક્ષમ પ્રશ્ન સંબંધી આપણું psychology (માનસશાસ્ત્ર), biology વિગેરે શાસ્ત્રોના વેત્તાઓ ચુપ ચાપ રહેતો એમાં આશ્ચર્ય જેવું શું છે? ઘણું જ્ઞાન આપણી પાસે છે, અને ઘણી કુદરતની શક્તિઓ આપણું સેવા કરી રહી છે આપણું ગુલામ થઈ ને રહી છે,–તો પણ આ બધી શક્તિઓની પ્રકૃતિ હજુ અગ્રાહ્ય, આપણે માટે હજુ રહસ્યમાં છે. અને જે આપણે વધારે ને વધારે અભ્યાસ અને શોધખોલ કરીએ છીએ તો આપણી આશા ઓછી ને ઓછી થાય છે કે આ બધી બાબતોમાં વધારે ગમ્ભીર જ્ઞાન પ્રાપ્ત કરી શકાશે. એટલું નહીં, પરંતુ છેવટે-વિજ્ઞાન કુશલ થઈનેઆશારહિત થઈને-આપણને માલુમ થાય કે આમાં સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું તે આ મનુષ્ય જીવનમાં અશક્ય જ છે, Goethe, આ પ્રસિદ્ધ German કવિએ “Doctor Faust” આ નામવાળું એક ઉત્તમ નાટક લખ્યું છે, જેમાં “આ મનુષ્ય જીવનનો અર્થ શું છે?” આ પ્રશ્નની ચરચા થાય છે. આ નાટકનો નાયક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com
SR No.034728
Book TitleAdhunik Vigyan ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorCharlotte Krause
PublisherSharlote Croze
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy