________________
biology વેત્તાએ નથી આપ્યો. આ રહસ્યની ગંભીરતા અસીમ, અનન્ત જેવી હજુ લાગે છે. આત્માનું રહસ્ય આવું અગ્રાહ્ય હજુ લાગે છે કે તે સંબંધી Wilhelm
Wundt, એક મોટા જરમન ફિલોસોફરે એ માન્યતા ઉચ્ચારી છે કે-જેવી રીતે પવન એક ગ્રાહ્ય ચીજ નહીં, પરંતુ હવાના movement નું પરિણામ છે, તેવી રીતે આત્મા પણ કંઈ ગ્રાહ્ય ચીજ નથી, પરંતુ મગજની activity જે ક્ષણે ક્ષણે થાય છે, તેનો સરવાલોજ છે, તેનું sum total છે-બસ, એટલે કે-જ્યારે મરણ પછી મગજ બગડી જાય છે અને તેની activity–તેનું કામબંધ થાય છે, ત્યારે આત્માનો પણ નાશ થાય છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે–સ્વર્ગ નરક વિગેરેની વાતો એ દંતકથાઓ છે. અને આત્માની નિત્યતા એક શશશૃંગ, એક ખપુષ્પ છે કે જે બાળકોને શાંત કરવાને માટે યા eschatogical શોધ કરવાને માટે જ કદાચ કામમાં આવે છે.
આ પૃથિવી સંબંધી ભૂગોળવિદ્યા, geology–એટલે ભૂસ્તરવિદ્યા-palaeontology વિગેરે શાસ્ત્રના વિદ્વાનોએ ઘણી શોધ કરી છે, અને પૃથિવીના જુદા જુદા થરોમાં જે જાતના પત્થર, કાંકરા, ધાતુ વિગેરે, તથા જે જાતનાં પ્રાણુઓનાં હાડકાં યા શિલીભૂત બીજા અવશિષ્ટ ભાગો યા વનસ્પતિના petrifactions મલે છે, તે ઉપરથી અનુમાન ઉચ્ચાર્યું છે કે-“કોડો વરસ પહેલાં આ પૃથિવી આપણા સૂર્ય જેવો ઉષ્ણતા અને સ્વરોશનીવાલો એક તારો હતો, જેમાં પથર અને ધાતુ હજુ liquid Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burmatumaragyanbhandar.com