________________
છે? તે ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થયું છે, અને પહેલાં શું હતું? જગતમાં આ પૃથિવીની સ્થિતિ કેવી છે? અને આ પૃથિવી–સૂર્ય-ચંદ્ર-તારાવાલા જગતનું અંત કયાં છે ?
આ પૃથિવીના જુદી જુદી જાતના પ્રાણીઓ કેવી રીતે અને શા કારણથી ઉત્પન્ન થયા છે? અને તેઓનું પરસ્પર સગપણ છે કે ?
આ દૂર રહેલાં સૂર્યનાં કિરણે કેવી રીતે મારી આંખની અંદર આવે છે અને આ આંખની અંદર આકાશ અને વનસ્પતિ, પક્ષી અને પશુ, ગામડાં અને પહાડો અને માતા પિતા ગુરૂજીનું ઉત્તમ મુખ–આ બધી ચીજોનું પ્રતિબિંબ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને કેવી રીતે આગળ વધીને આત્માના જ્ઞાનમાં આવે છે?
વીજળી અને લોહચુંબકની ગુપ્ત શક્તિનું રહસ્ય કઈ જાતનું છે?
આપણા આત્માની ઈચ્છા, આપણું આત્માના નિશ્ચયના કારણથી આપણું પગે ચાલવા માંડે છે, આપણો હાથ લખવા માંડે છે, આપણું શરીર હાલવા યા સ્થિર થવા માંડે છે, તે બધું કેવી રીતે થાય છે ?
હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, લોભયુક્ત વિચારો કરીને, શબ્દો બોલીને યા કામ કરીને દરેક માણસના મનમાં ધૃણુ અને પશ્ચાત્તાપ ઉપન્ન થાય છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kuwatumaragyanbhandar.com