________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરંભમાં શ્રીમદ્ ચિદાનન્દજી (કપુરચંદજી)એ ચિદાનન્દ સ્વરોદય બનાવીને, યોગમાર્ગને પ્રકાશ કર્યો છે. જૈનમાં હાલ યોગના ગ્રન્થો છતાં સાક્ષર જૈનોની અલ્પસંખ્યાને લીધે, યોગમાર્ગનો ધાર્યા પ્રમાણે ફેલાવો થવા પામ્યો નથી, પણ હવે યોગમાર્ગ તરફ જૈનોની અભિરૂચિ વધવા માંડી છે, તેમ જણાય છે.
જમાનાને અનુસરીને મનુષ્યોને શીવ્ર બોધ થાય, એવા ગ્રંથોની આવશ્યકતા છે; એમ વારંવાર મનમાં વિચાર થવાથી એક યોગગ્રંથ રચવાની અભિરૂચિ થઈ. સ. ૧૯૬૬ ના ચૈત્રમાસમાં-સુરતના પ્રખ્યાત દાનવીર ઝવેરી શેઠ ધર્મચંદ ઉદયચંદના સુપુત્રો શેઠ લલ્લુભાઈ ધર્મચંદ તથા શેઠ જીવણચંદ ભાઈ તથા ગુલાબભાઈ તથા મગનભાઈ તેમજ દાનશર ઝવેરી નગીનદાસ કપૂર રચંદના સુપુત્રો શેઠ ફકીરચંદભાઈ તથા ગુલાબચંદભાઈ તથા રાવબહાદુર શેઠ હીરાચંદ મોતિચંદ વગેરે ઝવેરીઓએ, ડુમસ પધારવાનો આગ્રહ કર્યો ત્યારે ત્યાં એકાંત ધ્યાન કરવાનું સ્થાન મળ્યું, ત્યાં ધ્યાન કર્યા બાદ નવરાશના પ્રસંગે, રાજયોગ (સહજયોગ) આદિ યોગ સંબન્ધી એકશો ને આઠ લેક બનાવ્યા હતા, ત્યારબાદ સં. ૧૯૬૬ નું ચોમાસું સુરતમાં કર્યું, ત્યારે ચોમાસામાં નવરાશ મળતાં ૨૨ શ્લોક પૂર્ણ અને ૬૩ મા લોકનું થોડું વિવેચન કર્યું હતું. સં. ૧૯૬૭ ના ચોમાસા માટે સુરતના શેઠ ધર્મચંદ ઉદયદના સુપુત્રો તથા શેઠ નગીનદાસ કપુરચંદને સુપુત્રો તથા શેઠ ભુરીયાભાઈ જીવણચંદ તથા શેઠ કલ્યાણચંદ સૌભાગ્યચંદ વગેરે ઝવેરીઓની વિનંતિથી મુંબઈ તરફ વિહાર કર્યો, માહા સુદી પૂર્ણિમાના રોજ મુંબાઈમાં પ્રવેશ થયો, ત્યારબાદ ફાગણમાસમાં બાબુ અમીચંદ પન્નાલાલ ઝવેરીના આગ્રહથી વાલકેશ્વર જવાનું થયું, ત્યાં ૬૩ મા લોકથી બાકીના શ્લોકોનું વિવેચન પૂર્ણ કર્યું. વાલકેશ્વરમાં સારી સ્થિરતા મળવાથી ત્યાં ભજનસંગ્રહને થોડો ભાગ તથા શ્રાવક સ્વરૂપના બે ભાગ વગેરેની પણ રચના કરવામાં આવી હતી.
યોગનો પ્રકાશ કરવામાં આ ગ્રંથ દીપક સમાન હોવાથી, તેનું નામ યોગદીપક પાડવામાં આવ્યું છે. શ્રી વીરપ્રભુના શાસનમાં આ ગ્રંથ લખવાથી, તેમજ વીરશાસનનો પ્રકાશ થાય તેવા હેતુથી, તેમના નામનું મંગલાચરણ કરવામાં આવ્યું છે, તથા અમારા દીક્ષાગુરૂ પરમપૂજ્ય ચારિત્રપાત્ર ચૂડામણિ શ્રી સુખસાગરજી મહારાજનું ગુરૂરૂપે મંગલાચરણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં અધ્યાત્મયોગ અને ક્રિયાયોગ સમ્યગુરીત્યા દર્શાવ્યો છે; કોઈ પણ યોગનું ખંડન કરવામાં આવ્યું નથી, પણ પરસ્પર યોગની તરતમતા કેવી રીતે અધિકારભેદે હોય છે, તેનું માત્ર દિગ્દર્શન કર્યું છે.
મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ કરવી અને આત્માના જ્ઞાનાદિ ગુણોનો પ્રકાશ કરવો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મનને જીતવું, રાગદ્વેષનો નાશ
For Private And Personal Use Only