Book Title: Yogadipak Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) આર્યસમાજીઓ પણ, યોગપાતંજલ ગ્રન્થ અને અન્ય પણ યોગના ગ્રન્થોને સ્વીકારે છે. આર્યમુનિએ ભગવદ્ગીતાપર હિન્દી ભાષામાં ભાષ્ય રચ્યું છે, જેમાં કહ્યું છે કે, કૃષ્ણ એ પરમાત્મા નહોતા પણ એક યોગી હતા અને તેમણે યોગના પ્રતાપથી અર્જુનને વિશ્વપુરૂષનું દર્શન કરાવ્યું; ઇત્યાદિ લખીને યોગનાજ મહિમાનો તે સ્વીકાર કરે છે. યાનન્દ સરસ્વતી પણુ યોગના ઉપર શ્રદ્ધા રાખતા હતા. કમીર પણ યોગના સંબન્ધી ઘણાં પદ ગાય છે અને પોતાના અનાવેલા સ્વરોદયમાં યોગસંબન્ધી ઘણું માહાત્મ્ય વર્ણવે છે. મત્સ્યેન્દ્ર અને ગોરખ પણ યોગના સંબન્ધી ઘણું વર્ણન કરે છે. વલ્લભાચાર્ય અને સ્વામીનારાયણ તથા બ્રહ્મસમાજીઓ પણ ચોગતત્ત્વને માન આપે છે. થીઓસોફીકલ સોસાઈટીમાં દાખલ થનારા થીઓસોફીસ્ટો પણ, યોગમાર્ગને અનુસરે છે. રાધાપન્થના મનુષ્યો પણ યોગમાર્ગ તરફ વલણ ધરાવે છે. હવે વિદેશ તરફ દષ્ટિ કરીએ; અમેરિકા અને ઈંગ્લાંડના લોકો યોગવિદ્યા તરફ પ્રેમની દૃષ્ટિથી દેખે છે; તેઓ યોગનો અભ્યાસ કરવા લાગ્યા છે. મેસ્મેરિઝમ, હિપનોટીઝમ, વગેરે પ્રયોગો ખરેખર યોગરૂપ સૂર્યના એક કિરણ જેવા પ્રકાશવા લાગ્યા છે. આ પ્રકારે કરોડો મનુષ્યો યોગને માન આપવા લાગ્યા છે. જૈન શાસ્ત્રોમાં યોગસંબન્ધી અનેક ગ્રંથો છે. યોગવિદ્યાના કેટલાક ગ્રન્થો પહેલાં ગુપ્ત રાખવામાં આવતા હતા. યોગનું પરિપૂર્ણ આરાધન કરીને ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ, કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વીતરાગ શ્રી મહાવીર પ્રભુએ યોગના અનેક ભેદોનું વર્ણન કર્યું છે. અન્ય દર્શનીઓ એકેક યોગને માને છે, ત્યારે શ્રી વીરપ્રભુ કથીત જૈનદર્શનમાં હઠયોગ, રાજયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, લયયોગ, (સ્થિરતા) દેશવિરતિયોગ અને સવિરતિયોગ, આદિ સર્વ યોગોનો સમાવેશ થાય છે. જૈન શાસ્ત્ર પ્રમાણે જેટલા તીર્થંકરો થાય છે તેટલા સર્વે વિશસ્થાનકરૂપ યોગની આરાધના વડેજ થાય છે. અન્ય ધર્માવલંખીઓ કરતાં, જૈન ચોગની ઉત્તમતા છે, એમ શ્રી વીરપ્રભુની વાણીનું જેણે સંપૂર્ણ પાન કર્યું છે તે જાણી શકે છે. જૈન સાધુઓ અને શ્રાવકોના ધાર્મિક આચારો ખરેખર યોગરૂપજ છે. પંચમહાવ્રત અને બારવ્રતનો યોગના પહેલા પગથીયારૂપ યમમાં સમાવેશ થાય છે. શ્રી મહાવીર પ્રભુ, અષ્ટાદશ દોષ રહિત સર્વજ્ઞ હતા, માટે તેમનો કથિત ચોગમાર્ગ પરિપૂર્ણ સત્યથી ભરેલો છે, એમ અમોને પરિપૂર્ણ વિશ્વાસ છે. જૈન શાસ્ત્રોમાં અઠ્ઠાવીશ પ્રકારની લબ્ધિયો દર્શાવી છે, તે યોગીઓને ઉત્પન્ન થાય છે. તપશ્ચયાં કરવી તે પણ એક જાતનો યોગ છે. પ્રતિલેખના, પ્રતિક્રમણ, પુખ્ત, સ્વાધ્યાય અને પાંચ સમિતિયો પણ ચોગરૂપજ છે. મન, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 290