Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગભૂમિકા. યોગનું માહાય સર્વ સાક્ષર મનુષ્યો, એકી અવાજે કબુલ કરે છે. આર્યાવર્તમાં યોગના સાધકો, અર્થાત્ યોગીઓ ઘણા હતા. દરેક દર્શનમાં યોગની પ્રક્રિયાઓ ભિન્ન ભિન્ન રૂપે પરિણમી છે. કોઈ પણ દર્શનમાં ચોગનાં તો અનેક રીતે ભિન્ન નામે પણ દાખલ થયાં છે. યોગના અસંખ્ય ભેદો છે. જૈન શાસ્ત્રોમાં અસંખ્ય યોગે મુક્તિ પ્રાપ્ત થાય છે; એમ દર્શાવીને સિદ્ધ કરી આપ્યું છે કે, જે જે ગવડે આત્માની, પરિણામાદિની અપેક્ષાએ ઉચ્ચ દશા થાય તેનો આદર કરવો. જગતમાં ભિન્ન ભિન્ન આત્માઓને ભિન્ન ભિન્ન ક્રિયાના યોગો પ્રતિ રૂચિ હોય છે; તેથી ભિન્ન ભિન્ન યોગક્રિયામાં પ્રવૃત્ત થએલા મનુષ્યોની, ઘણા ભાગે યોગની ક્રિયાઓ ભિન્ન ભિન્ન દેખાય છે; પણ તે સર્વ યોગોને મુખ્ય ઉદ્દેશ આત્માની શુદ્ધતા કરવાનો હેવાથી, દૂર આસત્રાદિ ભેદ પડે છતે પણ, અને સર્વ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. અધિકારભેદે અને રૂચિ, ભિન્ન ભિન્ન ધર્મયોગને દેખી બાળજીવો એકબીજાનું ખંડન કરે છે. અને જે ચોગ પોતાને પ્રાપ્ત થયો છે, તેની પણ પૂર્ણ આરાધના કરી શકતા નથી. શ્રી વીરપ્રભુએ અસંખ્ય યોગમાં પણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણ યોગને મુખ્ય માન્યા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ પ્રમાણે યોગના આઠ ભેદ પડે છે. ભક્તિયોગ વગેરેનો પણ યોગમાં સમાવેશ થાય છે. યોગવિના દુનિયાનો કોઈ પણ ધર્મ પ્રખ્યાતિ પામ્યો નથી; મુસલમાનો પણ યોગને માને છે, વેદને માનનાર સર્વ હિન્દુઓ પણ યોગને માને છે, બૌદ્ધો પણ યોગને માને છે, બ્રીસ્તિઓ પણ યોગને માને છે. નાસ્તિક લોકો પણ નીતિરૂપ યમને માનીને, તેના અંશરૂપ યોગને માને છે, ત્યારેજ તેઓ મનુષ્યની રીતિમાં ગણી શકાય છે. કોઈ પણ જીવની હિંસા કરવી નહિ, જૂઠું બોલવું નહિ, ચોરી કરવી નહિ, બ્રહ્મચર્ય પાળવું; કોઈનો વિશ્વાસઘાત કરવો નહિ; સર્વ પ્રાણીઓનું ભલું ઈચ્છવું, આ યોગનું પ્રથમ પગથીયું છે; તેનો અમુક અંશે પણ સર્વ ધર્મવાળાઓને સ્વીકાર કરવો પડે છે; જો તેનો સ્વીકાર કરે નહિ તો દુનિયામાં તે ધર્મની હયાતી પણ રહે નહિ. મુસલમાન અને બ્રીસ્તિો પણ, અમુક અંશે સત્ય બોલવું, બ્રહ્મચર્ય પાળવું, સર્વ જીવોની દયા કરવી, ઈત્યાદિ બાબતેને માને છે. નાસ્તિકો પણ નીતિધર્મરૂપ યોગને માને છે. બૌદ્ધ પણ અમુક અંશે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દારૂમાંસ ત્યાગરૂપ, યોગના પ્રથમ પગથીયાને સ્વીકારે છે, તેથી તેઓ પણ યોગના ઉપાસકો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 290