Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બને છે. હિન્દુઓ પણ અમુક અપેક્ષાએ યોગના આઠ અંગોનો સ્વીકાર કરે છે. નાસ્તિ અસમં વરું યોગના સમાન બલ નથી, આમ હિન્દુ શાસ્ત્રોમાં કહ્યું છે. જો શ્ચિત્તવૃત્તિનિરોધ: ચિત્તવૃત્તિનો વિરોધ કરે તેનું નામ યોગ છે, એમ પતંજલિ કહે છે. શ્રીમપતંજલિએ, યોગના અછ અંગોનું તેમની માન્યતા પ્રમાણે ગંભીરાશયથી અને વિસ્તારથી વિવેચન કર્યું છે. શ્રીમદ્ હરિભદ્રસૂરિએ, પતંજલિને માર્ગનુસાર કહ્યા છે. શ્રીમદ્ યશોવિજયજીએ, પાતજલયોગના ચોથા પાદ ઉપર ટીકા કરી છે, એમ સાંભળવામાં આવે છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે, બત્તીસાબત્તીસી (záત્રાિ )માં યોગનું માહાતમ્ય સારી રીતે વર્ણવ્યું છે. | વેદધર્મને માનનાર વ્યાધિ, ભગવદ્ગીતામાં યોગની અત્યંત આવશ્યકતા સ્વીકારે છે. ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગની વ્યાખ્યા છે, તેમાંથી કેટલાક શ્લોકો નીચે દર્શાવવામાં આવે છે. तपस्विभ्योऽधिको योगी, ज्ञानिभ्योऽपि मतोऽधिकः ॥ कर्मिभ्यश्चाधिको योगी, तस्माद्योगी भवार्जुन ॥ १ ॥ प्रयत्नाद्यतमानस्तु, योगी संशुद्धकिल्बिपः ॥ अनेकजन्मसंसिद्ध, स्ततो याति परां गतिम् ॥ २ ॥ असंयतात्मना योगो, दुप्याप इति मे मतिः ॥ वश्यात्मना तु यतता, शक्योऽत्राप्तमुपायतः ॥ ३ ॥ यतो यतो निश्वरति, मनश्चंचलमस्थिरम् ॥ ततस्ततो नियम्यैत, दात्मन्येव वशं नयेत् ॥ युक्ताहारविहारस्य, युक्तचेप्टस्य कर्मसु ॥ युक्तस्वमावबोधस्य, योगो भवति दुःखहा॥ સાર–તપસ્વીથકી પણ યોગી અધિક છે, જ્ઞાનીથકી પણ યોગી અધિક છે, કથકી પણ યોગી અધિક છે, માટે હે અર્જુન! તું યોગી થા! પ્રયતથકી યલ કરતો એવો યોગી અનેક જન્મ સંસિદ્ધ થઈને પરમાત્મપદને પામે છે. અસંયતિ જેનો આત્મા છે તેના વડે યોગ સાધી શકાય નહિ. જે સંયત આમા છે, અર્થાત યમદિવડે પાંચ ઈનિદ્રયોને વશમાં રાખે છે, તે ચોગને સાધી શકે છે. જે જે માર્ગથી અસ્થિર–ચંચલ–એવું મન નીકળે તેને, તેના પ્રતિપક્ષી એવા માર્ગવડે, નીકળવાના માર્ગને રૂધીને આત્મામાંજ યોગી, મનને સ્થાપીને તેને વશ કરે છે. આહારવિહારથી યુક્ત અને જેની ચેષ્ટા યોગીને યોગ્ય છે, તેમજ યુક્ત સ્વમાવબોધ પુરૂષને યોગ, દુઃખને નાશ કરનાર બને છે, ઈત્યાદિ ભગવદ્ગીતામાં યોગસંબધી ઘણું વિવેચન કરવામાં આવ્યું છે; ઉપનિષદો અને પુરાણ વગેરેમાં પણ યોગસંબધી ઘણું લખવામાં આવ્યું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 290