Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચન અને કાયાના પાપોનો ત્યાગ કરવો, તે પણ એક જાતનો યોગ છે. પ્રાયશ્ચિત્ત કરવું તે પણ યોગ છે. વિનય, વૈયાવચ્ચ, ધ્યાન, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય વગેરેને પણ યોગમાં સમાવેશ થાય છે. યોગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રન્થમાં ચોગની આઠ પ્રકારની દૃષ્ટિ જણાવી છે, તેઓનો પણ યોગમાં સમાવેશ થાય છે. પ્રતિષ્ઠા વખતે મંત્રો બોલવામાં આવે છે, તેનો પણ યોગમાં સમાવેશ થાય છે. પ્રતિષ્ઠા વખતે ગ્રહોની પૂજા થાય છે તે ગ્રહોના પાટલા ઉપર જુદા જુદા રંગનાં વસ્ત્ર અને જુદાં જુદાં નૈવેદ્ય ધરવામાં આવે છે, તેમાં યોગશાસ્ત્ર કથિત પૃથ્વીતત્ત્વ આદિ તત્ત્વનું ગંભીર રહસ્ય સમાયેલું છે, પણ તેને હાલના પ્રતિષ્ઠા કરનારાઓ બરાબર સમજી શકતા નથી. યોગીવહનની ક્રિયાઓમાં તેમજ પ્રતિક્રમણ તથા પ્રતિષ્ઠાની ક્રિયાઓમાં, જે જે મુદ્રાઓ કરવામાં આવે છે, તેમાં પણ યોગનું જ રહસ્ય સમાયેલું છે. સૂરિમંત્રના ધારક આચાર્યોને મુદ્રાઓ તથા સંકલ્પ કરવા પડે છે, તેમાં પણ યોગનું ઉત્તમ રહસ્ય સમાયેલું છે. ચન્દ્રસ્વર ચાલતાં પ્રતિષ્ઠા કરવી, દીક્ષા દેવી, વગેરેમાં પણ યોગવિદ્યાનો પ્રભાવ છે. અમુક દિશાએ મસ્તક રાખીને સુવું, અમુક પડખે સુઈ રહેવું, તેમાં પણ યોગવિઘાનું માહામ્ય અવબોધાય છે. લોગસ્સ વગેરેના કાયોત્સર્ગમાં પણ, પ્રાણાયામથી શ્વાસોચ્છાસને નિયમ બંધાયો છે. સમાવિમુત્તાિ તથા અન્ય પણ એવાં આવશ્યક સૂત્રનાં વચનો યોગનો માર્ગ દર્શાવે છે. પજો. દિયસૂત્રમાં પણ આચાર્યને સાધવા ચોગ્ય, યોગ આચાર દર્શાવ્યો છે. છે આવશ્યકની ક્રિયાઓ પણ યોગના આધારે રચાઈ છે, ધર્મધ્યાન અને શુકલધ્યાનનો યોગમાં સમાવેશ થાય છે. જ્ઞાનયોગ, દર્શનયોગ અને ચારિત્રયોગ, સંબન્ધી અનેક શાસ્ત્રો બનેલાં છે. શ્રીમદ્ હરિભદ્રસૂરિએ, યોગદષ્ટિસમુચ્ચય અને ચોગબિન્દુ ગ્રંથને બનાવીને, રાજયોગની ઉત્તમ તામાં વધારો કર્યો છે. શ્રીમદ્દ જિનદત્તસૂરિએ પણ એક યોગને ગ્રન્થ બનાવ્યો છે, તેને અમોએ દેખ્યો છે. કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ, અષ્ટ અંગને પ્રકાશ કરવા યોગશાસ્ત્ર નામનો ગ્રન્થ રચીને દુનિયાના લોકો ઉપર મોટો ઉપકાર કર્યો છે. શ્રીમદ્ શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ ગ્રન્થ રચીને તેમાં યોગનું માહાઓ ખૂબીથી દર્શાવ્યું છે. શ્રીમદ્ આનન્દઘનજી, શ્રીમદ્ વિનયવિજયજી ઉપાધ્યાય, શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય અને જ્ઞાનવિમલસૂરિએ, અઢારમી સદીને યોગના જ્ઞાનથી સુવર્ણ પ્રકાશમયી બનાવી હતી અને તેઓએ અધ્યાત્મજ્ઞાનયોગને સારી રીતે અવલંખ્યો હતો. ઓગણીશમી રાદીમાં શ્રી વિજયલમીસૂરિએ યોગના માર્ગને અવલંખ્યો હતો. વીસમી સદીના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 290