Book Title: Yogadipak Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચાગદીપકની પ્રસ્તાવના. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ યોગદીપક ગ્રન્થ તે વિષયના અભિલાષી જનોને, જેટલો હીતકર છે તેટલોજ ઉપયોગી છે. ગુરૂવર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજીનો તવિષયે અનુભવ અને પ્રેમ હોવાથી આ ગ્રન્થ સંસ્કૃતમાં તેઓશ્રીએ રચ્યો હતો, પણ તે ભાષાથી અન્ન જનો ગુર્જરભાષામાં સ્પષ્ટ રીતે યોગનું મહાત્મ્ય જાણે અને તે પ્રતિ પ્રેરાય તે માટે કોઈ સરળ સાધન ન હોવાથી તેઓશ્રીએ ગુર્જરભાષામાં વિવેચન કર્યું છે, જે ગ્રન્થમંડળે શ્રીમદ્ભુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના ૨૩ મા ગ્રન્થતરીકે પ્રગટ કર્યાં છે. ગુરૂશ્રીએ ગ્રન્થ પ્રારંભમાં લખેલ “ચાગભૂમીકા ” તરફ નજર કરતાં યોગનું માહાત્મ્ય, યોગની આવશ્યકતા, યોગીમાં રહેતું સામર્થ્ય, તેના વિસારાથી થઈ પડેલી હાલની સ્થિતિ, જૈન પૂર્વાચાર્યોમાં તેનો પ્રચાર કેવો હતો અને તેથી તેઓ શું કરી શકતા હતા, વગેરે વર્ણન કરીને બતાવી આપ્યું છે કે, પ્રમાદવશે અથવા ગમે તે કારણે પણ આર્યાવર્તમાં—તેમાં ખાસ કરી જૈનોમાં-જ્યારથી યોગાભ્યાસ ઘટવા માંડ્યો છે ત્યારથી જૈનોની શક્તિમાં ઘટાડો થતો આવ્યો છે. દરેક ધર્મવાળા ગમે તે રૂપે યોગને માટે છે પણ તેનું રહસ્ય વીસારે પડવાથી પોતે યોગને અમુક અંશે સેવતાં છતાં પણ અજ્ઞાને કરી યોગનામનું ખંડન કરવા તૈયાર થઈ જાય છે. જેમ કે જૈનોની દરેક આવશ્યક ક્રિયાઓ ચોગરૂપ હોવા છતાં તેના રહસ્યાર્થને જાણવાની દરકાર ન કરતાં, કેટલાક જૈનો ક્રિયારૂપ યોગનું પરિપૂર્ણ ફલ પ્રાપ્ત કરી શકતા નથી, પણ ગુરૂવર્યશ્રીના આ ગ્રન્થના વિવેચન ઉપરથી તેમ મુંબાઈના ચાતુરમાસ દરમીયાન આવશ્યક ક્રિયાઓ ઉપરના વ્યાખ્યાનબોધ ઉપરથી સ્પષ્ટ સમજાયું છે કે, ગણધર મહારાજાઓએ-પૂર્વાચાર્યોએ—જે જે ક્રિયાઓની આવશ્યકતા વર્ણવી છે તે અપૂર્વ રહસ્યપૂર્વક છે; એટલુંજ નહી પણ યોગમાર્ગની નિસ્સરણિરૂપ તે છે અને તે નિસ્સરણીવડે સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખી આમસામર્થ્ય પ્રગટ કરી, ક્રમે કરી ઉચ્ચ સ્થાનપ્રતિ પહોંચવાનું છે. જૈનોએ-જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ યોગને મુખ્ય માન્યા છે. યોગનો મુખ્ય ઉદ્દેશ આત્માની શુદ્ધતા કરવાનો છે. યોગના આઠ ભેદ છે. વગેરે વર્ણન આ ગ્રન્થમાં છે. જૈનયોગની ઉત્તમતા જણાવવા પૂર્વક ગુરૂવર્યે આ ગ્રન્થ રચના માટે પોતાના સમયનો સદુપયોગ કર્યો છે તે જૈન સમાજ ઉપરજ નહી પણુ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 290