Book Title: Vyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad Author(s): Pradyumna R Vora Publisher: L D Indology Ahmedabad View full book textPage 4
________________ પ્રકાશકીય પતંજલિકૃત નવાનિકનો સટીક ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. ભારતીય સંસ્કૃતિનું પ્રાચીનતમ સાહિત્ય સંસ્કૃતભાષામાં રચાયું છે. આ ભાષાને જાણવા અને સમજવાનો આધાર સંસ્કૃત વ્યાકરણ છે. સંસ્કૃત ભાષાનું સર્વપ્રથમ ઉપલબ્ધ વ્યાકરણ ભગવાન પાણિનિની અષ્ટાધ્યાયી છે તેના ઉપર પતાંજલિનું મહાભાષ્ય છે. તેમાં પ્રથમ અધ્યાયના પ્રથમ પાદના નવ આર્થિક સટીક ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત કરવામાં આવે છે. તેમણે સંસ્કૃત ભાષાના વ્યાકરણને સુવ્યવસ્થિત સ્વરૂપે આપણી સમક્ષ મૂક્યું છે. ત્યારબાદ રચાયેલા તમામ વ્યાકરણો પ્રસ્તુત વ્યાકરણના એક યા બીજા સ્વરૂપે આભારી છે. મહાભાષ્ય નવાનિક દુર્બોધ હોવાને કારણે તેનું વિસ્તૃત વિવેચન અને ગુજરાતી અનુવાદની ખોટ કેટલાય વખતથી વર્તાતી હતી. તે ખોટ આ પ્રકાશનથી પૂરી થાય છે. ઘણાં વર્ષો પૂર્વે આ અત્યંત કપરું કામ પ્રો. પ્રદ્યુમ્ન વોરાએ પં. દલસુખભાઈ માલવણિયાની પ્રેરણાથી આરંભ્યું હતું. પ્રો. વોરાના અવિરત પ્રયાસથી આજે આ ભગીરથ કાર્ય પૂર્ણ થાય છે. સંસ્થા તેમના આ પરિશ્રમ બદલ ઋણી છે. ગુજરાતના વિદ્વાનો પણ આ ગ્રંથને લીધે આભારી થશે. અમને આશા છે કે પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનથી સંસ્કૃતપ્રેમી જિજ્ઞાસુઓ તથા વ્યાકરણના વિદ્વાનો લાભાન્વિત થશે. પ્રકાશનમાં સહયોગ આપનાર તમામનો અમે આભાર માનીએ છીએ. જિતેન્દ્ર બી. શાહ Jain Education International For Personal & Private Use Only www.jainellbrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 718